Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી ગિરિરાજની ત્રણ પ્રદક્ષિણાઓ
લ્યાણજીની પેઢીએ ખરીદી લીધી છે. તેમાં ફાગણ સુદ ૧૩- ના દિવસે પેઢીની હસ્તક જુદા જુદા ગામના સંઘો અને ભાવિક ભક્તો યાત્રાળુઓની ભક્તિ કરવા માટે મંડપ – પાલ બંધાવીને તેમાં જાત જાતની વસ્તુઓ બનાવીને સાધમિકેની ભક્તિ કરે છે.
અહી આ પાલની જગ્યાએથી આદપુર ગામના બસ સ્ટેન્ડ સુધી જવા માટે ટેમ્પા, ગાડાં વગેરે મલે છે. અને પાલિતાણા જવા માટે સરકારી એસ. ટીની બસો ખૂબજ પ્રમાણમાં મળે છે. એ સિવાય ખાનગી વાહનો ક્ષિાઓ ઘોડાગાડીઓ વગેરે બધું જ વપરાય છે. સહુ સહુની અનુકૂળતા પ્રમાણે વાહનોનો ઉપયોગ કરે છે.
:
noun તે બાર ગાઉની પ્રદક્ષિણા
(શેત્રુંજી નદીનો બંધ બંધાઈ ગયેલો હોવાથી હવે ચોક ગામનો રસ્તો બંધ થઈ ગયો છે)
હવે બાર ગાઉની યાત્રા કરવાની ભાવનાવાળાએ તે યાત્રા ટુકડે ટુકડે કરવી પડે છે.
ભાવિક યાત્રાળુ આત્માએ પાલિતાણામાં દાદાની યાત્રા કરી પાલિતાણાથી નીકળીને બસ દ્વારા ડેમ જવું. ત્યાં યાત્રા – દર્શન કરીને બસ દ્વારા દંબગિરિ જવું. ત્યાં નીચે અને ઉપર જિનમંદિરમાં દર્શન પૂજા કરીને બસ દ્વારા પાછા પાલિતાણા આવવું. અને પછી અહીંથી – બસ દ્વારા હસ્તગિરિ જવું ત્યાં હસ્તગિરિ ઉપર જૂનાં પગલાને નૂતન જિનમંદિરનાં દર્શન પૂજન કરીને પાછા આવતાં પાછલના રસ્તે ઘેટી ગામ આવવું. ત્યાં દર્શન વગેરે કરીને બસ દ્વારા પાલિતાણા આવવું. આ રીતે શ્રી શત્રુંજય ગિરિરાજને પ્રદક્ષિણારૂપ બાર ગાઉની યાત્રા થાય છે.
ઉપરની ત્રણે યાત્રાઓમાં દાદાની ટુને મધ્યમાં રાખીને પ્રદક્ષિણા ફરવાની હોય છે.
(ખાસ નોંધ :-ત્રણ ગાઉની યાત્રા પહેલાં ઘણા જીવો કરતા હતા, પણ તે ઘણીજ નિ હોવાથી હાલ કરતા નથી, અને કરવાની ભાવના રાખતા નથી. સીધો રસ્તો કે પગદંડી નથી અને ઊભા ઊભા પથ્થો ઉપર ચઢ-ઊતર કરવું પડે છે માટે અને તે યાત્રાને છ ગાઉમાં માની લે છે માટે.)
:::::::::::::