Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ
૫ – પ્રભુને શીતળ અને સુગંધી જળથી સ્નાન કરાવનારા શુભ કર્મથી સુગંધિત બને છે.
૬– પ્રભુને પંચામૃતથી સ્નાન કરાવનારા પંચમજ્ઞાન-કેવળજ્ઞાન પ્રાપ્ત કરી પાંચમી ગતિ મોક્ષને પામે છે.
૭ – પ્રભુને કેશર અને ચંદનથી પૂજનારા અખંડ લક્ષ્મીવાળા થઈ કીર્તિરૂપ સુગંધીના ભાગીદાર થાય છે. ૮- પ્રભુને બરાસથી પૂજન કરનારા જગતમાં શ્રેષ્ઠ અને શત્રુના ભયથી મુક્ત બને છે. ૯ – પ્રભુને કસ્તુરી-અગરુ અને કેશરથી પૂજનારા જગતમાં ગુસ્પદને પામે છે.
૧૦ – પ્રભુનું અર્ચન કરનારા ત્રણે જગતને પોતાની કીર્તિથી વાસિત કરી આ લોકમાં નીરોગી થાય છે.અને પરલોકમાં સદ્ગતિ પામે છે.
૧૧ – સુગંધી પુષ્પોથી પૂજા કરનારા સુગંધી શરીરવાળા બની ત્રણલોને પૂજવા યોગ્ય બને છે.
૧૨ – સાધારણ ધૂપ કરનારાને ૧૫-ઉપવાસ અને કપૂર વગેરે મોટી સુગંધવાળા ધૂપોથી ધૂપ કરનારને માસ-ખમણનું ફળ પ્રાપ્ત થાય છે.
૧૩ – અખંડ અક્ષત ચઢાવનારને અખંડ સુખસંપત્તિ મળે છે અને સઘળા મનોરથો પૂર્ણ થાય છે.
૧૪ – દિપક પૂજા કરનારાના શરીરની કાંતિ દેદીપ્યમાન થાય છે. અને સંસાર સંબંધી અંધકાર નાશ પામે છે. અને મંગલ દીપકથી માંગલિકો પ્રાપ્ત થાય છે.
૧૫ – નૈવેદ્ય પૂજા કરનારને જીવોની મિત્રતા વધે છે.
૧૬ - ફળપૂજા કરનારને મોક્ષસુખ પ્રાપ્ત થાય છે. ૧૭ - આભૂષણો ચઢાવનાર ત્રણે ભુવનમાં અલંકારભૂત બને છે. ૧૮ – રથયાત્રા માટે રથ આપનારને ચવર્તીની સંપત્તિ પ્રાપ્ત થાય છે.
૧૯ - પ્રભુજીને પોંખણાં કરવાથી કર્મરૂપી રજથી રહિત બને છે.
૨૦ – તીર્થમાં અq આપનારને સર્વ તરફથી લક્ષ્મી પ્રાપ્ત થાય છે. હાથી આપનારને સારા શિયળવાળી સ્ત્રીઓ પ્રાપ્ત થાય છે. પ્રભુના પખાલ માટે ગાય આપનાર આત્મા રાજા થાય છે.