Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
૫૪
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ
–
મૂલનાયક શ્રી આદીશ્વર પ્રભુને આપવાની ત્રણ પ્રદક્ષિણાઓ, અને તેમાં આવતાં જિનમંદિરો
(૧લી- પ્રદક્ષિણા)
શ્રી શત્રુંજય તીર્થાધિપતિ શ્રી આદીશ્વર ભગવાનનાં દર્શન કરીને આપણા ડાબા હાથના દરવાજેથી બહાર નીક્ળીએ. અહીંથી પહેલી પ્રદક્ષિણા શરુ થાય છે.
બહાર નીક્ળતાં બરોબર સામેજ સહસ્રકૂટનું (૧૦૨૪) પ્રતિમાઓનું મંદિર આવે છે. તેમાં દર્શન કરવાં.
સહસ્ર કટ – રચનાની સમજ
૨૪૦ – પાંચ ભરતક્ષેત્રો – અને પાંચ ઐરવતક્ષેત્રો – આ ૧૦ – ક્ષેત્રોમાં વર્તમાન કાળની ચોવીશી.
૨૪૦ – પાંચ ભરતક્ષેત્રો અને પાંચ ઐરવતક્ષેત્રો આ ૧૦ ક્ષેત્રોમાં ભૂત – ગઇ ચોવીશી. ( થઇ ગયેલાં) ૨૪૦ – પાંચ ભરત ક્ષેત્રો અને પાંચ ઐરવત ક્ષેત્રો આ ૧૦– ક્ષેત્રોમાં ભવિષ્ય – આવતી ચોવીશી. (થનારાં)
૧૨૦ – ચોવીશે તીર્થંકર ભગવંતોનાં – ૫ – ૫ – ક્લ્યાણકો
=
૧૦૨૪
૧૬૦ – પાંચ મહાવિદેહ ક્ષેત્રના ઉત્કૃષ્ટ કાળના તીર્થંકરો. ૩ર × ૫ = ૧૬૦
-
૨૦ – પાંચ મહા વિદેહના જધન્યકાળે વિધમાન – ૪ × ૫ = ૨૦
૪ – શાશ્ર્વતા જિન એમ કુલ ૧૦૨૪ – પ્રતિમાઓ થાય.
પછી સહસ્રકૂટથી આગલ ચાલતાં દાદાના દેરાસરને ફરતી પ્રદક્ષિણા દેવાની હોય છે. પ્રદક્ષિણામાં ગોખલામાં રહેલા પ્રભુજીનાં દર્શન કરતાં આગલ ચાલતાં રાયણ પગલાં તથા બીજાં પગલાંઓનાં પણ દર્શન થાય છે. રાયણ પગલાંની નજીક દીવાલમાં સર્પ અને મોરની મૂર્તિઓ છે. તેનાં સ્વતંત્ર દષ્ટાંતો ઘણાં પુસ્તકોમાં આવે છે. રાયણ પગલાંની