Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
મોતીશા શેઠની ટ્રની વાર્તા
જલ
નાનક
-
મોતીશા શેઠની ટ્રકની વાર્તા
s
HHHH
ક
EL
-
ક
- HTTTTTTTTTTTTTS
-
Gr
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
- -
-
-
મુંબઈના શોઠ મોતીચંદ ભાઈને ચીન-જાપાન-ઇંગ્લેન્ડ વગેરે દેશે સાથે કરોડો રૂપિયાનો વેપાર ધંધો ચાલતો હતો. એક વખત પોતાનું વહાણ ચીન તરફ જતું હતું. તેમાં દાણચોરીનું અફીણ છે એવો સરકારને વહેમ પડ્યો. આથી વહાણને પકડવા માટે સરકારે સ્ટીમ લોંચ મૂકી શેઠને આ વાતની ખબર પડી. તેથી શેઠે મનમાં એવો સંલ્પ ર્યો કે જો આ વહાણ બચી જાય તો તેની આવક જે કાંઈ થાય તે શ્રી શત્રુંજ્ય ઉપર ખર્ચી નાંખવી.
પુણ્યયોગે તે વહાણ બચી ગયું આથી બાર-તેર લાખની જે રકમ હતી તે શ્રી શત્રુંજય ઉપર ખર્ચવા માટે જુદી કાઢી. અને હોઠ તે માટે શ્રી સિદ્ધગિરિ ઉપર જાતે જ આવ્યા અને ગિરિરાજ ઉપર ટુકુ બાંધવા માટે જગ્યા જોવા લાગ્યા. પણ ટૂ બાંધી શકાય તેવી જગ્યા ન દેખાઈ.
પરંતુ દાદાની ટુકુ અને ચૌમુખજીની ટ્રક વચ્ચે જે મોટી ખીણ હતી. જેને કુંતારને ખાડે કહેવાતો હતો તે ખાડો જોવામાં આવ્યો. અને પછી વિચાર ર્યો કે આ ખીણને જ પૂરીને જો ટુકુ બાંધવામાં આવે તો સુંદર ટુકુ બની શકે તેમ છે. આ ખીણની ઊંડાઈ એટલી બધી હતી કે તેમાં જોતાં આંખે અંધારાં આવી જાય. પણ શેઠે તે ખીણને પુરાવવી અને ટુકુ બાંધવી જ એવો નિર્ણય કરી લીધો.
આથી દેશ – વિદેશના મજૂરોને બોલાવ્યા. અને ખાતમુહૂર્ત ક્યું. તે સમયે પાણીના એક હાંડાના ચાર- આના આપવા પડતા હતા. આવી મહેનત અને હિમતથી ખીણ પુરાઈ. પછી જ્યારે તળિયું સરખું થયું ત્યારે તેની ઉપર દેવ વિમાન જેવાં સુંદર મંદિરો બાંધવાનું બન્યું.
એમ કહેવાય છે કે આ તાસરનો ખાડો પૂરવામાં – ૮૦ હજાર રૂપિયાનાં તો ઘરડાં વપરાયાં હતાં. પછી દેરાસરનું કામ ધમધોકાર ચાલવા માંડ્યું. અને આ દેરાસર પૂર્ણ થતાં પ્રતિષ્ઠાનો અવસર આવ્યો. પણ ભાવનાશીલ મોતીશા શેઠ તો તે પહેલાં જ સ્વર્ગે સિધાવ્યા હતા.
પૂર્વે કરેલી હોઠની ભલામણ અનુસાર સંવત- ૧૮૯૩ના પોષવદ-૧- ના સુરતથી સંઘ પાલિતાણા આવ્યો. આ સંઘમાં – પર – સંઘવીઓ અને સવા લાખ જેટલા યાત્રાળુઓ હતા. આ બધાની જવાબદારી રોદ્ધા પરમમિત્ર અમરચંદ દખ્ખણિયા અને ફૂલચંદ કસ્તુરચંદના માથે હતી. તેઓ તે જવાબદારી ઉપાડતા હતા. અને પછી ઉત્સવની શરૂઆત કરી. ૧૮- દિવસ ઓચ્છવ ચાલ્યો. ગામ ઝાંપે ચોખા મૂક્યા હતા. (એલે આખાગામને એજ્જ રસોડે જમાડયું હતું.) ત્યારે એક દિવસનો સંપૂર્ણ ખર્ચ ચાલીસ હજાર રૂપિયાનો હતો. આની પ્રતિષ્ઠા – સંવત – ૧૮૯૩ના મહાવદ - ૨ – ના દિવસે મોતીશા શેઠના પુત્ર ખીમચંદ ભાઈએ કરી.