Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
પોતાના જીવનનું સર્વધન ઘનમાં આપી દેનાર ભીમા - કુંડલિયાની વાર્તા
નામવાળાને પહેરામણી કરાવવાના ક્રમ પ્રમાણે મંત્રીશ્વરે ઉમદા પોષાક તથા અલંકાર (ભંડારી પાસેથી મંગાવી)
સ્વીકારવા આગ્રહભરી વિનંતી કરી. ત્યારે નિ:સ્પૃહ એવા તે ભીમા કુંડલિયાએ સાફ ના કહેતાં કહે છે કે “ અલ્પ પૈસાવાળો એવો હું આ ઉત્તમ પોષાક વગેરેનો અધિકારી ન હોઇ શકું!" મંત્રીશ્વરનો અતિ આગ્રહ હોવા માં નિસ્પૃહ એવા તે ભીમા કુંડલિયાએ તે કશું ન લીધું તે ન જ લીધું. પછી સંઘને તથા સંઘપતિને નમસ્કાર કરી તે શ્રાવક ભીમો કુંડલિયો પોતાના ઘરે ગયો “ઉત્તમ એવી ઉગ્ર ભાવનાનું તાત્કાલિક ફલ " આ બાજુ તે ભીમા શ્રાવક્તા ઘરમાં તેની સ્ત્રી પ્રભાતે પ્રભાતિયાં અને સાંજે સાંજી (કડવા-કોર શબ્દો સંભળાવી ક્લેશ કરવાના સ્વભાવવાળી પ્રતિલ હતી. તે પણ આજે ભીમા કુંડલિયાએ ઉગ્ર ભાવનાથી કરેલા ધર્મના પ્રભાવવડે એકાએક સ્વામીને અનુકૂળ બની. સ્વામીને આવતા દેખી ઊઠી ને ઊભી થઈ અને બહુમાન પૂર્વક મધુરવાણીથી આદર સત્કાર કરી સુખ શાંતિના સમાચાર પૂછી ગરમ પાણીવડે પગને પ્રક્ષાલન ી આસને બેસાડી પાડોશમાંથી ભોજનની સામગ્રી (ઉધારે) લાવી મિષ્ટભોજન બનાવી પતિને સ્નેહપૂર્વક જમાડયા.
સરલ &યના ભીમા શ્રાવકે સંઘપતિની સભામાં બનેલી હકીકત નિખાલસપણે પત્નીને કહી, તે સાંભળીને જેનો સ્વભાવ એક્રમ બદલાઇ ગયો છે તેવી પત્ની આ વાત સાંભળીને આનંદપૂર્વક અનુમોદન કરે છે. પત્નીના આવા પ્રકારના વર્તનથી ભીમો શ્રાવક તો આશ્ચર્ય મુગ્ધ બની જઈ કરેલા સુકાની વારંવાર અનુમોદના કરે છે. હવે આ બાજુ તેમના ઘરના આંગણામાં બાંધેલી ગાયે ખીલો ઉખેડી નાખવાથી ખીલાને ફરીથી મજબૂત બેસાડવા માટે જમીનને જરાક ઊડે ખોદે છે. એટલામાં ૧ooo/-દશ હજાર સોના મહોરથી ભરેલો ચરુ નીકળે છે. તે સોના મહોરો લઈ સીની અનુમતિ મેળવી સીધો સંઘપતિના તંબુમાં ગયો. અને તે સઘળી મિલક્ત ઉદ્ધાર કુંડમાં લેવા માટે મંત્રીશ્વરને આજીજી કરી. ત્યારે મંત્રીશ્વર કહે છે કે હવે ઉદ્ધાર ફંડનું કાર્ય સમાપ્ત થયું હોવાથી જરર નથી. તેમજ આ લક્ષ્મી પણ તમારા પુણ્ય પ્રભાવથી મળેલી છે. તો તેનો ભોગવટે તમેજ કરે.
મંત્રીએ સુવર્ણલેવાની ના પાડી. ભીમો આગ્રહ કરીને તેને ત્યાં જાય છે. ત્યાં રાત પડી, રાત્રે પદયક્ષે સ્વપ્નમાં ભીમાને હ્યું કે હે ભીમા ! એક રૂપિયાનાં પુષ્પ લઈ શ્રી આદીશ્વર ભગવંતની તે પૂજા કરી, તેથી મેં પ્રસન્ન થઈ તને સુવર્ણનો ચરુ આપ્યો. માટે તું ઇચ્છા મુજબ તેનો ભોગવટો કર.
સવારે ભીમાએ આ વાત મંત્રીને કરી, પછી પ્રભુની સુવર્ણ રત્નો તથા પુષ્પોથી પૂજા કરીને પોતાના ઘેર આવીને પુણ્ય કાર્યમાં પ્રવૃત્તિ કરવા લાગ્યો.