Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
૮%
શ્રી શત્રુંજ્ય-લ્પનિ-ભાષાંતર - પૂર્તિ
કુમારપાળને વિશ્વાસ ન બેઠો. કે આવો કંગાલ સવા કરોડ દ્રવ્ય ક્તી રીતે આપશે ? તેથી તેમણે કહ્યું કે, હું જગડુશા ! પહેલાં સવા કરોડ દ્રવ્યની ખાતરી કરાવો. '
ગડુશાને આ વાત સાંભળી દુ:ખ થયું. તેથી તેણે કહ્યું હે રાજન ! દેવ - ગુરુ તેમજ સંઘપતિ સમક્ષ કોઈ જૂઠું બોલે નહિ હું અસત્ય બોલતો નથી. અને પછી જગડુશાએ કુમારપાળ રાજાના હાથમાં સવા કરોડની કિમતનું એક રત્ન મૂક્યું. રત્ન જોઈને કુમારપાળને પોતાની ભૂલ સમજાઈ. પછી તેમણે જગડુશાની ક્ષમા માંગી, અને તેને ભેટીને કહ્યું કે “જગડુશા ! મારા સંઘના તમેજ સંઘપતિ છે. અડસઠ તીર્થરૂપ ઈન્દ્રમાળને જગડુશાએ પોતાની માતાને પહેરાવી."
એ પછી કુમારપાળે પૂજાનાં સોનાનાં ઉપકરણો મંદિરમાં મૂકીને પાંચ શકસ્તવવડે દેવવંદન ક્યું. ત્યાર પછી સંઘ સહિત શ્રી પુંડરીકગિરિને ચારે તરફ પટકૂળ વગેરે પરિધાન કરાવી અનુક્રમે નીચે ઊતરી પાલિતાણા ગામમાં આવ્યા.
ત્યાં આચાર્યશ્રીએ હ્યું, “આ શ્રી શત્રુંજયગિરિનું પાંચમું શિખર ગિરનાર છે. તેને વાંદવાથી પણ શ્રી શત્રુંજયગિરિની વંદના જેટલું જ ફળ પ્રાપ્ત થાય છે.'
એ પછી કુમારપાળ શ્રી સંઘ સહિત ગિરનાર આવ્યો. ત્યાં તેઓ સૌએ ભક્તિભાવથી જિનપૂજા કરી, ભગવાનશ્રી નેમિનાથની વજમય અને અતિશયવાલી પ્રતિમા જોઈને કુમારપાળે આચાર્યશ્રીને પૂછ્યું, “આ પ્રતિમા કોણે અને ક્યારે ભરાવી?”
કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજે કહ્યું આ ભરતક્ષેત્રમાં અતીત ચોવીશીમાં ત્રીજા સાગર નામના તીર્થકરના સમયમાં અવંતી નગરીમાં નરવાહના નામે રાજા થઇ ગયો. તીર્થકર શ્રી સાગર પ્રભુની દેશના સાંભળી નરવાહને પૂછયું, “ભગવાન ! હું ક્યારે કેવળી થઈશ? ભગવાને કે હે રાજન ! આવતી ચોવીશીમાં બાવીશમાં તીર્થકર શ્રી નેમિનાથના સમયમાં તું કેવળી થઈશ.
નરવાહને તે સાંભળીને દીક્ષા લીધી. ઉગ્ર તપસ્યા કરી અને ઉત્કૃષ્ટ ધ્યાન ધરી કાળક્રમે મૃત્યુ પામીને બ્રહ્મદેવ લોકમાં દશ સાગરોપમના આયુષ્યવાળો ઇન્દ્ર થયો. અવધિજ્ઞાનથી પોતાનો પૂર્વભવ જાણી તેણે શ્રી નેમિનાથ પ્રભુનું વજય બિંબ કરાવ્યું અને સ્વર્ગમાં પૂજા કરી, પોતાનો અંતસમય નજીક જાણી ઈન્ડે આ રેવતગિરિ ઉપર વજથી કોતરાવીને પૃથ્વીની અંદર પૂર્વાભિમુખે પ્રાસાદ કરાવ્યો. તેમાં રૂપાના ત્રણ ગભારા રચાવ્યા. તેમાં રત્ન-મણિ અને સોનાનાં ત્રણ બિંબ સ્થાપ્યાં, અને તેની આગળ સુવર્ણનું પવાસન કરી, પેલા વજમય બિંબનું ત્યાં સ્થાપન કર્યું. પછી તે ઇન્દ્ર સ્વર્ગથી આવીને સંસારમાં ભમતો ભમતો ક્ષિતિસાર નગરમાં નરવાહન રાજા થયો. આ ભવમાં તેણે શ્રી નેમિનાથ પ્રભુ પાસેથી પોતાનું પૂર્વ સ્વરૂપ જાણ્યું. આથી તે વજમય બિંબની પૂજા ભકિત કરી. તેણે પ્રભુ પાસે સંયમ લીધો. સંયમની રૂડી આરાધના કરતાં તેમને ક્વળજ્ઞાન ઉત્પન્ન થયું. અને મોક્ષે ગયા. આ રૈવતગિરિ ઉપર શ્રી નેમિનાથ પ્રભુનાં દીક્ષા - કેવળજ્ઞાન અને નિર્વાણ એમ ત્રણ કલ્યાણક થયાં. ત્યારથી આ ચૈત્ય અને આ લેખમય બિંબ લોકમાં પૂજાય છે.
શ્રી નેમિનાથ પ્રભુના મોક્ષે ગયા પછી નવસોને નવ વરસ બાદ કાશમીર દેશથી રત્ન નામે એક શ્રાવક અહી યાત્રા