Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ
૮૩૬
આઠ સ્તુતિથી દેવવંદન વગેરે કરાવીને કુમારપાળ રાજાને સંઘપતિની પદવી આપી. શુભ ચોઘડિયે અને શુભ દિવસે હાથી ઉપર સુવર્ણનું જિનાલય મુકાવીને શ્રી કુમારપાળે શ્રી સંઘ સાથે શ્રી સિદ્ધાચલની યાત્રા માટે પ્રયાણ ક્યું. આ સંઘમાં પહેલાં બોંતેર સામંતનાં દેવાલયો હતાં, તે પછી ચોવીશ મંત્રીનાં દેવાલયો હતો. તે પછી અઢારસો વેપારીઓનાં જિનચૈત્યો અનુક્રમે ચાલ્યાં.
કુમારપાળ રાજા સંઘમાં જોડાયેલા સાધર્મિકોની ભાવથી ભક્તિ કરતો હતો. જેઓ ભાતું ન લાવ્યા હોય તેમને પ્રેમ અને આદરથી ભાતું આપતો હતો. અને સગાભાઈઓ એક સાથે યાત્રાએ જતાં હોય તે પ્રમાણે દરેકની સાર સંભાળ રાખતો હતો.
રસ્તામાં કુમારપાળે આચાર્ય ભગવંતને યાત્રાનો વિધિ પૂછ્યો. આચાર્ય ભગવંતે તેની સમજ આ પ્રમાણે આપી.
सम्यक्त्वधारी पथि पादचारी, सचित्तवारी वरशीलमारी; भूस्वापकारी सुकृतिस्सदैकाहारी- विशुद्धां विदधाति यात्राम् ।
સમકિત ધારણ કરીને, પગપાળા ચાલીને, સચિત્તનો ત્યાગ કરીને બ્રહ્મચર્યનું પાલન કરીને, પૃથ્વી પર સૂઈને અને એક વખત ભોજન લઈને સકૃતિપુરુષ વિશુદ્ધ યાત્રા કરે છે. જે લોકમાં પણ કહેવાય છે કે યાત્રામાં વાહનપર બેસવાથી અર્ધ લ નાશ પામે છે. જોડા પહેરવાથી ચોથા ભાગનું ફલ નાશ પામે છે. શુભમાર્ગે ધનનો વ્યય ન કરવાથી ત્રીજા ભાગનું ફળ નાશ પામે છે.
આ સાંભળી કુમારપાળે વાહન અને જોડનો ઉપયોગ બંધ ર્યો. તેમને પગે ચાલતા જોઈને આચાર્યશ્રીએ કહ્યું કે, “હે રાજન ! વાહન અને જોડાનો ઉપયોગ નહિ કરો તો તમને ઘણી પીડા થશે. ”
કુમારપાળે કહ્યું કે હે ભગવંત! વાહન અને જોડાવગર ચાલવાની ટેવ મારે નવી નથી પાડવાની, હું અગાઉ વાહન વિના ઉઘાડાપગે ઘણુંજ રખડયો છું પણ એ બધું રખડવું વ્યર્થ ગયું છે. અને આ તો તીર્થયાત્રા માટે ઉઘાડા પગે ચાલી રહ્યો છું. તેથી તે સાર્થક જ થવાનું છે. અને તેથી મારું ભવભ્રમણ ટળી જશે.”
યાત્રાના માર્ગમાં જે જે કોઈ ગામ, નગર આવ્યાં. ત્યાં ત્યાં કુમારપાળે તે ગામમાંની જિનપ્રતિમાને સુવર્ણનાં છત્ર કરાવ્યાં. દરેક જિન પ્રાસાદપર ધ્વજારોપણ કરાવ્યું. સાધર્મિક ભકિત ને વાત્સલ્ય ક્ય. અમારિ ઘોષણા કરાવી. બને સમય પ્રતિક્રમણ કર્યું. પર્વતિથિના દિવસે પૌષધ કર્યો. અને યાચકોને દાન પણ કર્યું. આ રીતે ધીમે ધીમે શ્રી સંઘ શ્રી સિદ્ધાચળજી નજીક આવી પહોંચ્યો. તીર્થનાં દર્શન થતાં જ કુમારપાળે પંચાંગ પ્રણામ ક્યું. અને તે દિવસે ત્યાં રહી શ્રી શત્રુંજય તીર્થને વધાવી તીર્થ સન્મુખ સુગંધી દ્રવ્યના અષ્ટ મંગળ આલેખી તીર્થોપવાસ અને રાત્રિ જાગરણ કર્યું.
બીજે દિવસે સવારે દેવગુસ્ની પૂજા કરી ઉપવાસનું પારણું કર્યું. અને પછી સૌ તળેટીમાં ગયા. તળેટીએ સક્લ