Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી કુમારપાળ રાજાનો સંબંધ
૮૩૭
સંઘ સહિત ચૈત્યવંદન . અને પછી બધી આશાતનાઓથી દૂર રહીને શ્રી સંઘ ગિરિરાજ પર ચઢવા લાગ્યો.
જિન પ્રાસાદની નજીક પહોંચતાં કુમારપાળ રાજાએ તેના દ્વારને સાચા સવાશેર મોતીથી વધાવ્યું. અને પછી અંદર પ્રવેશ ક્ય. પ્રદક્ષિણા કરતી વખતે રાજાએ આચાર્ય માં શ્રી હેમચંદ્ર સૂરિજીને ભગવાનની સરલ અને અપૂર્વ સ્તુતિ કરવા વિનંતિ કરી.
આચાર્યશ્રીએ " જય જંતુ કષ્પ " ઈત્યાદિ ધનપાલ પંચાલિકાના પાઠવડે ભગવાનની મંગલ સ્તુતિ કરી. એ સાંભળીને કુમારપાળ રાજા અને બીજાઓ બોલી ઊઠ્યા, હે ભગવાન આપ તો સમર્થ કવિ છો છતાંય બીજાએ રચેલી
સ્તુતિ આપ કેમ ગાઓ છો? આચાર્યશ્રીએ કહ્યું કે, “હે રાજન ! આવી અદભુત ભક્તિગર્ભિત સ્તુતિ રચવી તે મારા ગજા બહારની વાત છે.'
આચાર્ય મહારાજની આવી નિરભિમાનતા જોઈને સૌ ખુશ થયા. પછી સૌ રાયણવૃક્ષ પાસે આવ્યા. તે રાયણ વૃક્ષને જોઈને આચાર્યશ્રીએ કહ્યું કે, “હે કુમારપાળ ! સિત્તેર લાખ કોટિ અને છપ્પન હજાર લેટિ વર્ષે એક પૂર્વ થાય છે. તે સંખ્યાને નવાણું ગુણા કરતાં ઓગણોતેર કોડાકોડ – પંચાસી લાખ કરોડ અને ચુંમાલીશ કરોડ થાય. તેટલીવાર યુગાદિવ શ્રી આદિનાથ પ્રભુ આ રાયણના વૃક્ષ નીચે સમોસર્યા છે.'
ત્યાર પછી આચાર્ય ભગવંતે બતાવેલ વિધિ પ્રમાણે કુમારપાળ રાજાએ રાયણવૃક્ષની નીચે સ્થાપના કરેલી પ્રભુનીચરણ પાદુકાની પૂજા કરી. અને પછી ગર્ભગૃહ – ગભાણમાં પ્રવેશ ક્ય.
પ્રભુનાં દર્શન કરી તેનો આત્મા ભાવ વિભોર બની ગયો. રાજા અપલક નજરે હર્ષભીની આંખે પ્રભના મુખને જોઈ રહ્યો. અને પછી અંતરના અંતરથી ઉલ્લસતા હૈયે ભગવાનની સ્તુતિ કરી અને નવલક્ષ મૂલ્યનાં નવ મહારત્નો વડે નવ અંગે પૂજા કરી. અને મનમાં બોલ્યો.
આજે હું ધન્ય છે. આ સમગ્ર વિશ્વને પાવન કરનાર શ્રી જિનેન્દ્ર ભગવંતનું શાસન પામીને મારો આ માનવભવ સફળ થયો છે. ”
પછી ઇન્દ્રમાળા પહેરાવવા માટે સંઘ ભેગો થયો. તેની ઉછામણી બોલાવવા માંડી. વાગભટ્ટ મંત્રી ઈન્દ્રમાળ પહેરાવવા માટે ચાર લાખ દ્રવ્યની પ્રથમ ઉછામણી બોલ્યા. કુમારપાળે આઠ લાખ દ્રવ્ય કહ્યું. વાભકે સોલ લાખ દ્રવ્ય કહ્યું. રાજાએ બત્રીસ લાખ કહ્યું. ત્યારે ત્યાં એક ગૃહસ્થ સવા કરોડ દ્રવ્યની ઉછામણી બોલ્યો.
રાજા આટલો બધો આંક સાંભળી આશ્ચર્ય ચકિત થઇ ગયો ને બોલ્યો. ઇન્દ્રમાળ એ ભાઈને પહેરવા માટે
આપો.
આ સાંભળીને અતિ સામાન્ય લાગતો એવો એક ગૃહસ્થ ભીડમાંથી રાજા પાસે આવ્યો. તેને જોઈને