Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શત્રુંજય લ્પના આવતી કથાઓમાંની શ્રી શત્રુંજયમાં મુક્તિઓ ગયેલા જીવોની નોંધ
૮૩૩
૨૭ ઉત્તમ સદાચારના આદરવાલા સાત હજાર સાધુઓ સાથે નંદિષણ મુનીશ્વરે (આચાર્ય ભગવંતે અનશન ક્યું. ને કર્મનો ક્ષય થવાથી પ્રથમ તેઓ કેવલજ્ઞાન પામી અનુક્રમે મોલમાં ગયા, બીજા સાધુઓ પણ ક્વલજ્ઞાન પામી પોતપોતાના આયુષ્યના ક્ષયે સમાધિવાલા મોક્ષે ગયા.
૨૮ પ્રદ્યુમ્ન વગેરે સાડા ત્રણ કરોડ કુમારો સ્વામીની વાણી સાંભળી શ્રી શત્રુંજ્ય ગિરિ ઉપર ગયા. ત્યાં રાયણ વૃક્ષને અને જિનેશ્વરની પાદુકાઓને પ્રદક્ષિણા કરીને રૈવતાચલની પાસે સાતમા શિખર પર રહ્યા. શુક્લ બાનવડે શ્રેષ્ઠ એવા તે સર્વે કુમારો મોલમાં ગયા.
ર૯ ઘણા સાધુઓથી લેવાયેલા ચન્દ્રશેખર સૂરિ અનુક્રમે શત્રુજ્યમાં પધારી આદરપૂર્વક તપ કરી ક્વલજ્ઞાન મેળવી ઘણા સાધુઓ સહિત મોલમાં ગયા;
૩૦ થાવગ્યા પુત્ર ગુરુએ શ્રી સિદ્ધગિરિ ઉપર જઇ સર્વ જીવોને ખમાવી અનશન સ્વીકારી મહિનાના અંતે કેવલજ્ઞાન પામી પરિવાર સહિત કર્મ ક્ષય થવાથી મોક્ષે ગયા.
૩૧ ધર્મધ્યાનમાં તત્પર અસંખ્ય સાધુઓ સહિત શીતલસૂરિ ઘાતિક કર્મની પરંપરાનો ક્ષય કરી ક્વલજ્ઞાન પામ્યા. ત્યાં શુભાચાર્ય સહિત શૈલકસૂરિ સર્વકર્મનો ક્ષય થવાથી મુક્તિનગરીમાં ગયા.
૨ કુંતલ નામના રાજાએ પ્રતિબોધ પામી – દીક્ષા લઈ. શ્રી શત્રુંજય ઉપર જઈ અનુક્રમે ધ્યાન કરતાં સર્વકર્મ નો ક્ષય કરી મુક્તિનગરીમાં ગયા. આ પ્રમાણે બીજા પણ અસંખ્ય સાધુઓ શ્રી સિદ્ધગિરિ ઉપર આઠે કર્મનો ક્ષય થવાથી મુક્તિનગરીમાં ગયા.
૩૩ ધન રાજાએ શ્રી શત્રુંજ્યગિરિ ઉપર જઇ. ક્ષભદેવ પ્રભુની પૂજા કરી ધ્વજ દાન વગેરે કાર્યો ક્ય.બોતેર દેવમંદિર દરીઓ) સહિત જિનમંદિર કરાવી તેમાં ઋષભદેવ પ્રભુના બિંબની સ્થાપના કરી ધન રાજાએ હર્ષવડે દીક્ષા લઈ અનુક્રમે સર્વકર્મનો ક્ષય કરી શ્રી શત્રુંજયમાં મોક્ષે ગયા.
૩૪ હસ્તિસેન રાજાએ શ્રી પાર્શ્વનાથ પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી. તીવ્ર તપ કરતાં શ્રી શત્રુંજયગિરિ પર આવીને અનુક્રમે એક વખત પ્રભુની આગળ બાન કરતાં કેવલજ્ઞાન થયું. તે વખતે ધ્યાન યુક્ત બીજા મુનિવરોને કર્મનો ક્ષય થવાથી ક્વલજ્ઞાન થયું. ત્યાં આયુષ્યનો ક્ષય થવાથી ઘણા સાધુ સહિત હસ્તિસેન રાજર્ષિ મુક્તિ પામ્યા. ત્યારે દેવોએ મહોત્સવ કર્યો.
૩૫ પા અને ચંદ્ર નામના પુત્રોએ એક વખત ચંદ્રસૂરિ પાસે સર્વાનો ધર્મ સાંભળી દીક્ષા લઇ બનેએ તીવ્ર તપ ક્યું. પૃથ્વીતલ ઉપર વિચરતા શ્રી શત્રુંજય પર ગયા. ને ત્યાં પ્રભુએ કહ્ના ધર્મને કસ્તાં પોતાનાં કમોનો ક્ષય કરી વલજ્ઞાન પામી આયુષ્યના ક્ષયે બન્ને ભાઈઓ મોલમાં ગયા.