Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
૭૬૦
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર – પૂર્તિ
ગયા. તે તીર્થસ્વરો તમે હંમેશાં નમન કરે.
શુક પરિવ્રાજક વળી, એક સહસ અણગાર;
તે તીર્થેશ્વર પ્રણમિયે, પામ્યા શિવપુર દ્વાર;
- ખ – પપ -
શુક નામના પરિવ્રાજક સાધુ આ તીર્થમાં પધાર્યા અને એક હજાર સાધુઓ સાથે ભાવનાની વૃદ્ધિ થવાના કારણે શિવપુર દ્વાર – મોક્ષનગરને પામ્યા. તે તીર્થેશ્વરને ભાવથી પ્રણામ કરીએ.
સેલનસૂરિ મુનિ પાંચસે, સહિત હુમા શિવનાહ,
તે તીર્થસ્વર પ્રણમિયે, અંગે ધરી ઉત્સાહ
– ખ – ૫૬ –
સેલમસુરિ તબિયતના કારણે શિથિલતા પામી ગયા હતા પણ પંથક નામના શિષ્યના ચોમાસી ખામણાંથી આત્મા જાગૃત થતાં શ્રી સિદ્ધાચલ પર આવી પાંચસો સાધુઓ સાથે આત્મામાં અપૂર્વ વીલ્લાસ ફોરવી શિવનાથ - મોક્ષના સ્વામી બન્યા. તે તીથેશ્વરને ઉત્સાહપૂર્વક પ્રણામ કરશે.
ઈમ બહુ સીધ્યા ણગિરિ કહેતાં નાવે પાર;
તે તીર્થેશ્વર પ્રણમિય, શાસ્ત્રમાણે અધિકાર;
- ખ – ૫૭ –
આવી રીતે ઘણાય આત્માઓ આ ગિરિપર મોક્ષે ગયા છે. તે બધાનો અધિકાર શાસ્ત્ર માહિ કહેલો છે. તે બધો જ કહેવા બેસીએ તો પાર આવે એવો નથી.તે તીર્થેશ્વરને ભાવથી પ્રણામ કરીએ.
બીજ ઈહાં સમક્તિ તણું – રોપે આતમ ભોમ;
તે તીર્થસ્વર પ્રણમિય, ટાલે પાતક સ્તોમ;
– ખ – ૫૮ –
આ ગિરિરાજમાં રહીને આરાધના કરનારો ભવ્ય પ્રાણી પોતાના આત્માની અંદર સમન્વરૂપી બીજ રોપે છે. અને પાપરૂપી અંધકારને દૂર કરે છે. તે તીર્થસ્વરને ભાવથી પ્રણામ કરીએ.
બ્રહ્મ – સ્ત્રી – ભૂણ – ગો હલ્યા, પાપે ભારિત હ; તે તીર્થેશ્વર પ્રણમિય, પહોંતા શિવપુર ગેહ - ખ – ૫૯ –
બ્રાહ્મણ – સ્ત્રી - બાલક અને ગાયની હત્યાના પાપથી જેઓ ભારે થયા છે. તેઓ પણ આ તીર્થની આરાધના