Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શત્રુંજય ગિરિરાજનાં-૧૦-ખમાસમણના-૧૦-દુહાઓ અર્થ સાથે
જે તીર્થની સેવાથી આત્માને લાગેલા દ્રવ્યોમળ અને ભાવમલ (રાગ-દ્વેષ આદિ) દૂર થાય છે. તેથી સુખના સમૂહરૂપ વિમલાચલ તીર્થરાજને પ્રણામ કરીએ.
સુરવરા બહુ જે ગિર નિવસે નિરમલ ઠાણ,
તે તીર્થેશ્વર પ્રમિય, સુગિરિ નામ પ્રમાણ; - ખ - - જેગિરિરાજને નિર્મલ–પવિત્ર એવું સ્થાન જાણીને ઘણા ઈન્દ્રો આવીને જ્યાં નિવાસ કરે છે. તે ગિનુિં સુરગિરિ એવું નામ પડયું તે બરાબર છે. આવા તીર્થેશ્વરને પ્રણામ કરીએ.
પર્વત સહુમા વડે, મહાગિરિ તેણે કહેતા
તે તીર્થેશ્વર પ્રણમિયે રિશન લહે પુણ્યવંત;
- ખ – ૨ –
જે ગિરિરાજ બધા પર્વતોમાં મહિમાને પવિત્રતાની દ્રષ્ટિએ મોટો છે, વળી જેનાં દર્શન પુણ્યશાળી માણસ જ પામી શકે છે. તે ગિરિને મહાગિરિનામે ઓળખીએ. આવા તીર્થેશ્વરને પ્રણામ કરીએ.
પુણ્ય અનર્ગલ જેહથી, થાયે પાપ વિના;
તે તીર્થેશ્વર પ્રણમિયે. નામ ભલું પુણ્યરાશ
- ખ – ૯૩–
જે ગિરિરાજના પ્રભાવથી અને તેના સંસર્ગથી અનર્ગલ (ઢગલાબંધ) પુણ્ય થાય છે અને પાપનો નાશ થાય છે. માટે આ ગિરિનું પુણ્યરાશ (0) નામ પડ્યું. તે તીર્થેશ્વરને ભાવથી પ્રણામ કરીએ.
લક્ષ્મીદેવીએ કર્યો, કુડ કમલ નિવાસ;
તે તીર્થેશ્વર પ્રણમિયે, પદ્મનાભ સુવાસ,
- ખ – ૯૪
આ ગિરિરાજના કમલ નામના કુંડમાં લક્ષ્મી દેવીએ વાસ કર્યો હતો. તેથી આ ગિરિનું પલનામ આવું નામ થયું. તે તીર્થેશ્વરને પ્રણામ કરીએ.
સવિગિરિમાં સુરપતિ સમો , પાતક પંક વિલાત;
તે તીર્થસ્વર પ્રણમિયે, પર્વતઈ વિખ્યાત
- ખ – ૫ –
બધા પર્વતોમાં આ ગિરિ સુરપતિ – ઇન્દ્ર સરખો છે. આ ગિરિના સેવનથી પાપરૂપી કાદવ નાશ પામે છે. માટે