Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
૮૨૦
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ - જ્યાં મંદિરો ઉપરની ધજાઓ હવાથી હલતી હાલતી ભવિજીવને પાસે બોલાવીને પૂછે છે કે હે ભાઈ તમે કાણે ઠાણે કેમ ભમો છે ? ફરો છે? તમારે જે કર્મક્ષય ” જોઈએ છે તે મારી પાસે આવવાથી જરૂર થશે. માટે મારી પાસે જ આવો. હવે બીજે ક્યાંય જવાની જરૂર નથી. ૧૨ - ચૌમુખ – ચઉગતિ દુ:ખ હરે, સોવનમય સુવિહાર,
તે તીર્થસ્વર પ્રણમિયે અક્ષય સુખ દાતાર, છે
જે તીર્થની ચૌમુખ પ્રતિમા ચાર ગતિના દુ:ખને હરે છે. અને જેની ઉપર રહેલાં સુવર્ણનાં મંદિરો છે તે અક્ષય સુખને આપનાર છે. તે તીર્થને પ્રણામ કરો .
૧૩ –
કર્મકાટ સવિ ટાળવા, જેહનું ધ્યાન હુતાશ:
આપણા આત્મા ઉપર અનાદિકાળથી કર્મરૂપી કાટ ચઢી ગયો છે. તેને જડમૂલથી કાઢવા માટે જે ગિરિરાજનું ધ્યાન અગ્નિ સમાન છે. તેવા ગિરિરાજને પ્રણામ ક્યો .
૧૪ - ભવ મકરાકર સેતુ: – ભવ એટલે સંસાર , એ સંસાર રૂપી સમુદ્રને પાર કરવા માટે જે તીર્થ પુલ સમાન છે. તે શ્રી શત્રુંજયને હે ભવિ ! તમે ભાવથી ભજો – આરાધના કરે .
૧૫ -
કુમતિ - કૌશિક જેહને – દેખી ઝાંખા થાય,
તે તીર્થેશ્વર પ્રણમિયેસવિ તસ મહિમા ગાય, જે તીર્થ સર્ય જેવું છે. જેમ સૂર્યને દેખીને ઘુવડો ઝાંખા થાય છે. તેમ આ તીર્થરૂપી સૂર્યને જોઈને કુમતિ રૂપી - ઘુવડે ઝાંખા થાય છે. જેથી બધા તેનો મહિમા ગાય છે. તેવા તીર્થેશ્વરને પ્રણામ કરીએ.
૧૬ -શિવવહુ વરવા સંપ એગિરિ :-મોક્ષરૂપી સીન વવા માટે આ ગિરિરાજ લગ્નના મંડપ જેવો
એ વંદે શત્રુંજયાખ્યું ક્ષિતિધરકમલા કંઠ શૃંગાર હારમા
૧૭ – પર્વત રૂપી સ્ત્રીના કંઠની શોભારૂપ હાર જેવા શ્રી શત્રુંજય નામના ગિરિને હું વંદન કરું છું .
૧૮ - ઊંચાં શિખરોરૂપી કમળોથી યાત્રિકોનો જાણે ઊંચા યશનો કોશ-સમૂહ નહોય તેવો શ્રી શત્રુંજય શોભે છે.