Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
કવિઓ કૃત-શ્રી શત્રુંજ્યની ઉપમાઓ
૮ – સંસાર તાપ તપ્ત જંતુ – જાત છાયા કરું, છત્રાકૃતિ સિદ્ધાચલે.
સંસારના ત્રિવિધિ તાપથી તપેલા જીવોને છાયડો કરનાર છત્ર જેવો અથવા ઘટાદાર વૃક્ષો જેવો રમણીય આ ગિરિરાજ પર્વત છે.
છત્રાકૃત્તિ સિદ્ધાચલે, ઋષભઇશ ક્લેશ મનોહરું
જસશિર મુકુટ મનોહરું, મદેવીનો નંદ,
ત્ર આકૃતિવાલા અથવા શિખરની આકૃતિવાલા શ્રી સિદ્ધાચલ ઉપર અથવા માનવની આકૃતિવાલા શ્રી સિદ્ધાચલ ઉપર ફ્ળશ જેવા કે મનોહર મુગુટ જેવા મરુદેવામાતાના પુત્ર શ્રી આદિનાથ છે.
માનું ગગને સૂર્ય – શશી, દિયે પ્રદક્ષિણા નિત,
૯ -
તે તીર્થેશ્વર પ્રણમિયે, મહિમા દેખણ ચિત્ત ૫
આકાશમાં જે સૂર્ય અને ચંદ્ર નિયમિત પોતાના સ્વભાવથી જ ફરીને જગતને અજવાળું આપે છે.તેમાં હું એમ માનું છું કે આ સૂર્ય – ચંદ્ર અજવાળું આપવા માટે નિહ પણ શ્રી સિદ્ધાચલનો – મહિમા – પ્રભાવ જોવા માટે જ આકાશમાં હંમેશાં પ્રદક્ષિણા કરી રહ્યા છે.
પ્રિયમેલક ગુણગણ તણું, રિતિ કમલા સિંધુ;
તે તીર્થેશ્વર પ્રણમિયે, કલિકાલે જગ બંધુ
આ શ્રી શત્રુંજ્ય તીર્થ ગુણોના સમૂહને મેળવી આપનાર પ્રિય મેલક્તીર્થ જેવું છે. કીર્તિરૂપ લક્ષ્મીને ઉત્પન્ન કરવામાં સમુદ્ર જેવું છે. અને જે તીર્થ કલિકાલમાં સુખ દુઃખના પ્રસંગે જગતના બંધુ જેવું છે. તે તીર્થેશ્વરને પ્રણામ
કરીએ..
૧૦ -
૧૯
સદાય સાથે રહે અને સહાય કરે તે ભાઇ, તેમ આ શ્રી શત્રુંજ્ય પણ પાપી—ને પુણ્યશાલી –ધર્મીઅને અધર્મી —પશુ કે પક્ષી –નર કે દેવ સહુને સુખી કરે છે. માટે ભાઇ છે.
૧૧ –
44
શ્વેત ધજા જસ લહતી, ભાખે ભવિને એમ;
તે તીર્થેશ્વર પ્રણમિયે, ભ્રમણ કરો છો કેમ ?
19