Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર – પૂર્તિ
આ ગિરિરાજ ઉપર તેની સેવાના પ્રભાવે પ્રાણીનાં કર્મોનો ક્ષય થાય છે. અને સુખની ક્રીડારૂપ સિદ્ધ થાય છે. અને ચિત (આત્મા) કર્મ રહિત બને છે. તેથી તે અકર્મક તીર્થરાજને પ્રણામ કરીએ .
કામિત સવિ પૂરણ હોય, જેહનું રિશન પામ; તે તીર્થેશ્વર પ્રણમિય, સર્વકામ મનઠામ. –ખ- ૧૦૭ -
આ તીર્થનાં દરિશનથી પ્રાણીઓની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. તેથી આ તીર્થનું સર્વકામદાયક નામ - થયું તે તીર્થેશ્વરને પ્રણામ કરીએ.
ઈત્યાદિક એક્વશ ભલાં, નિરૂપમ નામ ઉદાર;
જે સમર્યાં પાતક હરે , આતમ શક્તિ અનુસાર ; – ખ – ૧ - આ બધાં સુંદર ગુણ નિષ્પન એક્વીશ નામોવડે અને ૧૮ -સ્તુતિઓ વડે શક્તિથી ગુણગાન કરવાથી તથા આ ગિરિરાજ સ્મરણ કરવાથી પાપોને હરણ કરે છે. આવા પ્રભાવવાળા ગિરિરાજને હંમેશાં નમન કરીએ.
( કળશ ]
– ૧ – ઇમતીર્થનાયક સ્તવન લાયક, સંથણ્યો શ્રી સિદ્ધગિરિ;
અત્તર સયગાહ સ્તવને, પ્રેમભક્ત મનધરી; શ્રી લ્યાણસાગરસૂરિ શિષ્ય, શુભ જગશે સુખકારી;
પુણ્ય મહોદય સક્લમંગલ, વેલી સુજશો જ્યસિરિ; આવી રીતે તીર્થોમાં નાયક –અગ્રેસર – સ્તવન કરવાને લાયક એવા શ્રી સિદ્ધગિરિરાજની –૧૮-ગાથાના સ્તવન વડે હૃદયમાં પ્રેમ અને ભક્તિ લાવીને આ રચના કરી છે. જગતમાં સુખકારી એવા શ્રી લ્યાણસાગરસૂરિજીના શિષ્ય જય શ્રી (લંછનવાળા) ઉપમાવાલા એવા મેં સુજશ વિજયે પુણ્યનો મોટો ઉદય થાય તે માટે અને સક્લ જીવોનું મંગલ થાય તે માટે આ મનોહર કડીબદ્ધ રચના કરી છે. આથી મારું અને આરાધના કરનાર ભવ્ય જીવોનું લ્યાણ થાય.
(- ૨૧ - નામનાં ખમાસમણ – અને આ – ૧૮ – ખમાસમણ સાર્થ પૂ. આ. ભ. શ્રી કંચનસાગરસૂરિજીએ બનાવેલ “ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન ” નામના પુસ્તકમાંથી કંઈક સુધારા સાથે અહીં મૂકેલ છે. તે ખાસ જાણવું.)