Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ
આ ગિરિ – પર્વતન્દ્ર તરીકે પ્રસિદ્ધ થયો, આવા ગિરિરાજને ભાવથી પ્રણામ કરીએ.
ત્રિભુવનમાં તીરથ સવે, તેમાં મોટો એહ;
તે તીર્થેશ્વર પ્રણમિયે, મહાતીરથ જસદેહ રહ) –ખ – ૬ – જે ગિરિ ત્રણ ભુવનમાં સઘળાં તીર્થોમાં તીર્થ તરીકે સર્વશ્રેષ્ઠ છે અને જેને મોટા તીર્થ તરીકે રેખા-નામના મલી છે માટે તેનું મહાતીરથ નામ થયું. તે તીર્થેશ્વરને ભાવથી પ્રણામ કરીએ.
આદિઅંત નહિ જેહનો, કોઈ કાલે ન વિલાય;
તે તીર્થસ્વર પ્રણમિય, શાશ્વતગિરિ કહેવાય;
- ખ – ૯૭ –
આ ગિરિરાજ તીર્થની કોઈ કાલે આદિ શરુઆત નહોતી થઈ. અને જેનો કોઇ કાલે સર્વનાશ પણ થવાનો નથી. એથી આ ગિરિને શાશ્વતગિરિ એવું નામ આપ્યું તે તીર્થસ્વરને પ્રણામ કરીએ.
ભદ્ર ભલા જે ગિરિવરે, આવ્યા હોય અપાર;
તે તીર્થસ્વર પ્રણમિય, નામ સુભદ્ર સંભાર
– ખ – ૯૮ –
ભદ્રપરિણામી જીવો આ ગિરિરાજ પર અપાર –આવે છે. તેથી આ ગિરિવરનું સુભદ્ર નામ પડ્યું. તે તીર્થેશ્વરને હંમેશાં નમન કરીએ.
વીર્યવર્ધ શુભ સાધુને, પામી તીરથભક્તિ;
તે તીર્થેશ્વર પ્રણમિય, નામે જે દેઢશક્તિ;
- ખ – ૯૯
આ ગિરિરાજના ક્ષેત્રમાં રહીને ભક્તિભાવનાથી આરાધના કરતા મુનિરાજની આત્મશક્તિ- આત્મશ્રદ્ધા દઢ થાય છે તેથી આ ગિરિનું આપણે દઢશક્તિ નામ પાડયું. તે તીર્થેશ્વરને પ્રણામ કરીએ.
શિવગતિ સાધે જે શિરે, તે માટે અભિધાન;
તે તીર્થેશ્વર પ્રણમિય, મુક્તિનિલય ગુણખાણ; - ખ – ૧૦ –
આ ગિરિરાજ ઉપર મુનિવરો – સાધકો વગેરે જીવો શિવગતિ – મોલ ગતિ સાધે છે.માટે ગુણોના ખાણસમાન આ ગિરિનું નામ મુક્તિનિલય પડ્યું. તે તીર્થેશ્વર ને પ્રણામ કરીએ.