Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ
તે ચૌમુખ પ્રતિમા ચારગતિના દુ:ખને દૂર કરીને અક્ષય સુખને આપે છે. તેવા તીર્થેશ્વરને ભાવે પ્રણામ કરીએ.
ઇષ્ણ તીરથ મોટા થયા, સોલ ઉદ્ધાર સાકાર;
તે તીર્થેશ્વર પ્રણમિયે, લઘુ અંસખ્ય વિચાર;
–
જગતના દરેક પદાર્થ સડણ – પણના સ્વભાવ વાળા છે. તેથી મંદિરો વગેરે જીર્ણ બને. ત્યારે તેનો ઉદ્ધાર કરવો આવશ્યક બની જાયછે. આ ગિરિરાજ ઉપર મોટા મોટા સોલ ઉદ્ધારો થયા છે. વચમાં નાના ઉદ્ગારો તો અસંખ્ય થયા છે. આવા તીર્થેશ્વરને ભાવથી પ્રણામ કરીએ.
દ્રવ્ય ભાવ વૈરી તણો, જેહથી થાયે અંત;
તે તીર્થેશ્વર પ્રણમિયે, શત્રુંજય સમરંત;
–ખ –૮૬ –
– – ૮૭ –
જે ગિરિરાજનું સ્મરણ કરતાં તેના સ્મરણના પ્રતાપે ભવ્ય જીવોના દ્રવ્ય અને ભાવ શત્રુઓનો નાશ થાય છે. આ કારણે જેનું શ્રીશત્રુંજ્ય નામ પડયું છે. આવા તીર્થેશ્વરને પ્રણામ કરીએ.
પુંડરીક ગણધર હવા, પ્રથમ સિદ્ધ ઇણે ઠામ;
તે તીર્થેશ્વર પ્રણમિયે, પુંડરીક ગિરિનામ;
આ ગિરિરાજ પર આદીશ્વર ભગવાનના પ્રથમ ગણધર શ્રી પુંડરીક સ્વામીજી આ તીર્થમાં પ્રથમ સિદ્ધિપદને પામ્યા માટે આ ગિરિ પુંડરીક ગિરિ એવા નામથી ઓળખાય છે. તે તીર્થેશ્વરને ભાવથી પ્રણામ કરીએ.
કાંકરે કાંકરે ઇણગિરિ; સિદ્ધ હુવા સુપવિત્ત;
મલ દ્રવ્ય ભાવ વિશેષથી,જેહથી જાયે દૂર;
તે તીર્થેશ્વર પ્રણમિયે, વિમલાચલ સુખપૂર;
– – ૮૮ –
તે તીર્થેશ્વર પ્રણમિયે, સિદ્ધ ક્ષેત્ર સમચિન
આ ગિરિરાજના કાંકરે કાંકરે કેટલાય પવિત્ર આત્માઓ સિદ્ધ થયા છે. આથી આનું નામ સિક્ષેત્ર થયું .આવા તીર્થેશ્વરને સમતાયુક્ત ચિત્તથી નમન કરીએ.
-ખ ૨૯ –
- - ૯૦ –