Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શત્રુંજય ગિરિરાજનાં-૧૦૦- ખમાસમણના-૧૦-દુહાઓ અર્થ સાથે
૭૫૯
૫૯
પ્રભાવક તીર્થરાજને પ્રણામ કરો.
ઋષભવંશીય નરપતિ ઘણા, ણ ગિરિ પહોતા મોક્ષ;
તે તીર્થસ્વર પ્રણમિયે. ટાલ્યા ઘાતિક શેષ;
- ખ –૫૦ –
શ્રી ઋષભદેવ પ્રભુના વંશના ઘણા રાજાઓ આ ગિરિપર આરાધના કરીને ઘાતી કર્મનો ઘેષ દૂર કરીને મોક્ષે ગયા છે. તે તીર્થેશ્વરને ભાવથી નમન કરો.
રામ-ભરત બિહુ બાંધવા, ત્રણ કેડિ મુનિ યુતિ;
તે તીર્થસ્વર પ્રણમિય, ણગિરિ શિવસંપન;
- ખ – ૧ –
રામ અને ભરત બને ભાઈઓએ ત્રણ કોડીના પરિવાર સાથે સંયમ અંગીકાર કરી પાપના નાશ માટે આ ગિરિપર અનશન કરી, સર્વ કર્મનો ક્ષય કરી શિવસંપતિ (મોક્ષ) પામ્યા. તે તીર્થેશ્વરને તમે પ્રેમથી નમસ્કાર કરે.
નારદ મુનિવર નિર્મળો, સાધુ એકાણું લાખ;
તે તીર્થેશ્વર પ્રણમિયે, પ્રવચન પ્રગટ એ ભાખ. – ખ – પર –
નારદ મુનિનો સ્વભાવ ઝઘડો કરાવવાનો હોય છે. પણ બ્રહ્મચર્યમાં દઢ હોય છે. છેલ્લે આરાધના માટે આત્માને જાગૃત કરી એકાણું લાખ મુનિવરોની સાથે મોક્ષે ગયા. શાસ્ત્રોમાં એ વાત સ્પષ્ટ રીતે લખી છે. તે તીર્થેશ્વરને ભાવે પ્રણામ કરે.
શાંબ – પ્રદ્યુમ્ન ઋષિ કહ્યા, સાડી આઠ કોડી;
તે તીર્થેશ્વર પ્રણમિયે પૂરવ કર્મ વિહોડી; – ખ – પ૩
શ્રી કૃષ્ણ રાજાના પુત્રો શાંબ અને પ્રધુમ્નકુમાર આ ગિરિરાજ પર સાડા આઠ ક્રોડ મુનિવરો સાથે પૂર્વનાં કર્મોનો ક્ષય કરી મોક્ષે ગયા હતા. તે તીર્થસ્વરને ભાવે પ્રણામ કરીએ. (આ બન્નેની દેરી હાલમાં ભાડવાના ડુંગર પર છે.)
થાવસ્યાસુત સહસશું અનશન રંગે કીધ;
તે તીર્થેશ્વર પ્રણમિયે, વેગે શિવપદ લીધ; - ખ – ૫૪ -
જે ગિરિવર ઉપર થાપચ્યા રાણીના પુત્ર હજાર મુનિવરોની સાથે આનંદથી અનરાન અંગીકાર કરી જલદી બોલે