Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શત્રુંજય ગિરિરાજનાં-૧૦૮– ખમાસમણના-૧૦૮–દુહાઓ અર્થ સાથે
તે તીર્થેશ્વર પ્રણમિયે, ભ્રમણ કરો છો કેમ ?
આ ગિરિરાજનાં મંદિરો પર ફરતી શ્વેત ધજાઓ ભવ્ય પ્રાણીઓને એમ કહે છે– પૂછે છે કે તમે અહીં તહીં કેમ ભમો છે ? તમારે શું જોઇએ. છે ? તમારે જે જોઇતું હશે તે અહીંથી મલી જશે. આવા તીર્થેશ્વરને પ્રણામ કરીએ.
સાધક સિદ્ધ દશા ભણી; આરાધે એકચિત્ત;
તે તીર્થેશ્વર પ્રણમિયે, સાધન પરમ પવિત્ર;
જે આત્માને ઉચ્ચકોટીની સાધના કરવી છે. તે આત્માને માટે આ ગિરિરાજ એક પરમ પવિત્ર કોટીનું સાધનાનું સ્થાન છે. સાધક જો એકાગ્રતાથી એકચિત્તે આ ગિરિરાજ પર સાધના કરે તો તે પોતાના સાધ્યને અચૂક મેળવે છે. તે તીર્થેશ્વરને પ્રણામ કરીએ.
– ખ – ૭ –
– ખ – ૧ –
૩
સંઘપતિ થઇ એહની, જે કરે ભાવે યાત્ર;
તે તીર્થેશ્વર પ્રણમિયે, તસ હોય નિર્મલગાત્ર;
– ખ – ૭૨ –
જે આત્મા “ છ ” રી પાલન કરતો સંઘ કાઢી – તેના સંઘપતિ થઇ ચતુર્વિધસંઘને આ તીર્થમાં ભાવપૂર્વક લાવી જે યાત્રા કરે તેનો આત્મા – તેનું શરીર નિર્મલ થાય છે. આવા તીર્થેશ્વરને પ્રણામ કરીએ.
શુદ્ધાતમ ગુણ રમણતા, પ્રગટે જેહને સંગ;
તે તીર્થેશ્વર પ્રણમિયે, જેહનો જશ અભંગ;
– [ – ૭૩ –
જે ગિરિરાજના સંસર્ગથી આત્મિક ગુણોની રમણતા પ્રગટ થાય છે. અને જે ગિરિરાજનો યશ અભંગ છે. તે તીર્થેશ્વરને ભાવથી નમન કરીએ.
રાયણ ઋખ સોહામણો, જિહાં જિનેશ્વર પાય;
તે તીર્થેશ્વર પ્રણમિયે, સેવે સુર – નર – રાય.
– ખ – ૪ –
આ ગિરિરાજ પર સુંદર એવું રાયણવૃક્ષ છે. અને એ રાયણ વૃક્ષ નીચે શ્રી ઋષભદેવ પ્રભુનાં પગલાં છે. તે પગલાંને દેવેન્દ્રો અને રાજાઓ સેવે છે. આવા ગિરિરાજને હે ભવ્યો ! તમે ભક્તિભાવપૂર્વક પ્રણામ કરો.
પગલાં પૂજે ઋષભનાં, ઉપશમ જેહને અંગ;