Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શત્રુંજય તીર્થના – ૨૧ – નામો પાડવાનાં વિવિધ કારણો
૯ – ઇન્દ્રપ્રકાશ :- ઇન્દ્ર મહારાજાની આગળ – સન્મુખ શ્રી સીમંધરસ્વામીએ શ્રી શત્રુંજયનો મહિમા વર્ણવ્યો અને તે મહિમા જગતમાં પ્રસિદ્ધિ પામ્યો. માટે આ ગિરિનું નામ “ઇન્દ્રપ્રકાશ” થયું.
૭૧
=
૧૦ – મહાતીર્થ :– અણુવ્રતને ધારણ કરનારા – દશ – બ્રેડ શ્રાવકને જમાડતાં જે લ પ્રાપ્ત થાય તેના કરતાં જૈન ધર્મનાં તીર્થોની યાત્રા કરવામાં ઘણો લાભ રહેલો છે. અને તેનાથી પણ શ્રી સિદ્ધાચલની ભૂમિમાં એક મુનિને દાન આપતાં ઘણોજ લાભ થાય છે. માટે આ ગિરિનું નામ “મહાતીર્થ” પડ્યું.
૧૧ – શાશ્વતગિરિ :– આ શ્રી શત્રુંજ્યગિરિરાજ અનંતકાળ સુધી રહેશે. વળી તે ગિરિ ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં વધ-ઘટ થશે. પણ સર્વથા નાશ પામવાનો નથી. માટે તેને પ્રાયે શાશ્ર્વતો. ક્યો છે. આ વાતને શ્રી શત્રુંજયના માહાત્મ્યમાં સાંભળી છે તેથી આ ગિરિનું નામ “શાશ્વતગિરિ” થયું.
=
૧૨ – દૃઢ શક્તિ :– ગાય–સી—બાલક ને મુનિની હત્યા કરનારા – પરસ્ત્રી ગમન કરનારા–ચોરી કરનારા, દેવ દ્રવ્યને ગુરુ દ્રવ્યનું ભક્ષણ કરનારા આ ગિરિરાજમાં આવીને પોતાનાં દૃઢ–ગાઢ પાપોને ભાવથી જાત્રા કરતાં ગાળી નાંખે છે. માટે તેનું નામ “દેઢશક્તિ” થયું.
૧૩ – મુક્તિનિલયગિરિ :- કૃષ્ણ મહારાજાની થાવચ્ચા રાણીના પુત્ર થાવચ્ચા પુત્રે ગુરુ પાસે ધર્મોપદેશ સાંભળી સંસારની ભયાનક્તા જાણી સંસારનો ત્યાગ કરી દીક્ષા લઇ એક હજાર મુનિઓ સાથે શ્રી શત્રુંજય પર આવીને તપ કરીને અનશન કરતાં મુક્તિના સ્થાનને પામ્યા. માટે આ ગિરિરાજનું “મુક્તિનિલયગિરિ" નામ થયું.
૧૪ – પુષ્પદંતગિરિ :- ચંદ્ર અને સૂર્ય આકાશમાં ઊભા રહીને આ ગિરિરાજનાં દર્શન કરીને અત્યંત આનંદ પામે છે. અને તેને પુષ્પોથી વધાવે છે. તેથી આ ગિરિરાજનું નામ પુષ્પદંત પડયું.
૧૫ – મહાપદ્મગિરિ :- જે પ્રાણીઓ આ તીર્થની અંતરના ભાવથી આરાધના કરે છે. તે પ્રાણીઓ કર્મના કાદવરૂપ સમુદ્રને તરીને મોક્ષનિરંજનીને પામે છે. માટે આ ગિરિનું નામ “મહાપદ્મગિરિ" થયું.
૧૬ – પૃથ્વીપીઠ :– આત્માને લાગેલાં કર્મોને દૂર કરીને મોક્ષરૂપી લક્ષ્મીને પરણવી હોય તો લગ્ન મંડપ અને વરરાજાને બેસવાની બેઠક બનાવવી પડે. તો ત્યાં બેસીને મોક્ષે જનાર વરરાજા મોક્ષરૂપી સ્રીને પરણે. તે શિવરૂપી સ્રીના વિવાહમાં મુનિવરો માટે ગિરિરાજ મંડપ અને બેઠક બને છે. તેથી આ ગિરિરાજને “પૃથ્વીપીઠ” નામથી વર્ણવવામાં
આવ્યો.
૧૭ – સુભદ્રગિરિ :- આ પરમ પવિત્ર ગિરિરાજ સહુને પવિત્ર કરનાર છે. તેની રજ અને ઝાડ પણ પવિત્ર છે. ને તે પોતેજ મંગલરૂપ છે. તે ગિરિ ભદ્ર એટલે ક્લ્યાણ કરનારો છે. તેથી લોકો તેની રજને મસ્તકે ચઢાવે છે. તેથી આ ગિરિવરનું નામ “સુભદ્રગિરિ" પડયું.