Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
પર
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ
જલચર–ખેચર-તિરિય—સવે, પામ્યા આતમ ભાવ:
તે તીર્થેશ્વર પ્રણમિયે, ભવજલ તારણ નાવ.
-ખ-૧૫
જલમાં રહેનારા જીવે – આકાશમાં ઊડનારા જીવો. અને ભૂમિ પર ચાલનારા તિર્યંચ જીવો (પશુઓ) આ તીર્થને સેવતાં પોતાના આત્મભાવને મેળવે છે. કારણ કે આ તીર્થ સંસારસમુદ્રને તરવા માટે નૌકા સમાન છે. માટે તે તીર્થેશ્વરને પ્રણામ કરો.
સંઘયાત્રા જેણે કરી, કીધા જેણે ઉદ્ધાર; તે તીર્થેશ્વર પ્રણમિય, દીજે ગતિચાર .
-ખ.-૧૬
જેણે આ તીર્થની સંધ સાથે યાત્રા કરી છે. અને જેણે આ તીર્થ ઉપર જીર્ણ મંદિરોનો ઉદ્ધાર ક્યું છે. તેણે પોતાને માટે ચાર ગતિનો છેદ ર્યો છે. એટલે ચારગતિમાં ભ્રમણ કરવા રૂપ સંસારનો નાશ કર્યો છે. તે તીર્થેશ્વરને પ્રણામ કરશે.
પુષ્ટિ – શુદ્ધ સંવેગ રસ, જેહને ધ્યાને થાય;
તે તીર્થધ્વર પ્રણમિયે મિથ્થામતિ સવિ જાય.
–ખ.-૧૦
જે ગિરિરાજના ધ્યાનથી આત્મામાં રહેલો એવો વૈરાગ્યનો રંગ (પ્રગટ) પુષ્ટ થાય.અને જેના ધ્યાનથી આત્માની મિથ્યામતિ – અવળી બુદ્ધિ ચાલી જાય. તે તીર્થસ્વરને ભાવથી નમસ્કાર કરીએ.
સુરત – સુરમણિ – સુરગવી, સુરઘટ-સમજસ ધ્યાન;
તે તીર્થેશ્વર પ્રણમિય, પ્રગટે શુદ્ધ સ્વભાવ.
–ખ.-૧૦
જે ગિરિરાજનું ધ્યાન – લ્પવૃક્ષ – ચિંતામણિરત્ન – કામધેનુ ગાય અને કામકુંભથી પણ અધિક વસ્તુઓ મેળ વી આપે છે. અને જેના ધ્યાનથી આત્માનો શુદ્ધ સ્વભાવ પ્રગટે છે તે તીર્થસ્વરને પ્રણામ કરો.
સુરલોકે – સુરસુંદરી, મળી મળી થોકે થોક; તે તીશ્વર પ્રણમિય, ગાવે જેહના શ્લોક
–ખ.–૧૯
દેવલોકમાં ઘણી દેવાંગનાઓના ઘણા સમૂહો ભેગા થઈને જે ગિરિરાજના ગુણગાનના શ્લોકો ગાય છે તે તીર્થેશ્વરને ભાવથી પ્રણામ કરે.