Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શત્રુંજય ગિરિરાજનાં-૧૮- ખમાસમણના-૧૮-દુહાઓ અર્થ સાથે
યોગીસર – જસ દર્શને, ઘ્યાને સમાધિ લીન;
તે તીર્થેશ્વર પ્રણમિયે, હુઆ અનુભવ રસલીન.
-ખ. ૨૦–
૫૩
પરમ-પવિત્ર ગિરિરાજનાં દર્શન થવા માત્રથી યોગીઓ સમાધિમાં લીન થઇ જાય છે અને આત્માના અનુભવ રસમાં મસ્ત થઇ જાય છે. તે તીર્થેશ્વરને ભાવથી પ્રણામ કરો.
માનુ ગગને સૂર્ય – શશી – દીયે પ્રદક્ષિણા નિત;
તે તીર્થેશ્વર પ્રણમિયે, મહિમા દેખણ ચિત્ત.
-ખ.—૨૧
કવિ ક્લ્પના કરે છે કે આ સૂર્ય ચંદ્ર જે આકાશમાં હંમેશાં ભ્રમણ કરે છે. તે પ્રકાશ આપવા માટે નથી કરતા પણ આ ગિરિરાજના મહિમાને જોવા માટે ફરે છે. તેવા તીર્થેશ્વરને હે ભાગ્યશાળીઓ ! તમે પ્રણામ કરો.
સુર–અસુર નર–ક્ત્તિરા, રહે છે જેહની પાસ;
તે તીર્થેશ્વર પ્રણમિયે – પામે લીવિલાસ. -ખ..—રર–
દેવતાઓ – દાનવો – મનુષ્યો અને કિન્નરો કાયમ માટે આ તીર્થની સાન્નિધ્યમાં રહે છે. કારણ કે તેઓ એમ
–
માને છે કે આ ગિરિરાજની નિશ્રામાં રહેવાથી આપણને લીલવિલાસ મળશે. તે તીર્થેશ્વરને પ્રણામ કરો.
મંગલકારી જેહની, મૃત્તિકા હારી ભેટ;
તે તીર્થેશ્વર પ્રણમિયે, કુમતિ ાગ્રહ મેટ;
-.-૨૩
જે તીર્થની મૃત્તિકા – માટી પરમપવિત્ર અને મંગલને કરનારી છે આથી દેવને પણ તે ભેટ ધરાય છે. કારણ કે જેના પ્રભાવથી ખરાબ બુદ્ધિ અને ક્દાગ્રહનો નાશ થાય છે. તે તીર્થરાજને હે ભાગ્યશાળી ! નમસ્કાર કરો.
કુમતિ કૌશિક જેહને – દેખી ઝાંખા થાય;
તે તીર્થેશ્વર પ્રણમિયે, સવિ તસ મહિમા ગાય.
-ખ.-૨૪
જે તીર્થને દેખીને ખોટી બુદ્ધિવાલા જેઓ ઘુવડના જેવા છે. તેઓ પણ ઝાંખા પડી જાય છે. અને પછી તે તીર્થના મહિમાને ગાય છે. આવા તીર્થરાજને હે પુણ્યવાનો ! તમે નમસ્કાર કરો.
સૂરજકુંડના નીરથી, આધિ – વ્યાધિ પલાય;