Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શત્રુંજય ગિરિરાજનાં-૧૦-ખમાસમાણના-૧૦-દુહાઓ અર્થ સાથે
જલ
શ્રી શત્રુંજય ગિરિરાજનાં-૧૦૮-ખમાસમણના
૧૦-દુહાઓ અર્થ સાથે.
આદીશ્વર–અજર-અમર, અવ્યાબાધ અહનીશ;
પરમાતમ-પરમેસરૂ, પ્રણમું પરમ મુનીશ.
-ખ-૧
જ્યાં ઘડપણ નથી–જ્યાં મરણ પણ નથી, જ્યાં હંમેશાં ઓછું ન થાય એવું સુખ છે. જ્યાં શ્રેષ્ઠ આત્મિક્તા અને પરમ ઐશ્વર્ય છે. આવું જે પ્રભુની આરાધનાથી મળે છે.તેવા મુનિના ઈશ શ્રી આદીશ્વર ભગવાનને નમસ્કાર કરું છું.
" જય જગતપતિ જ્ઞાન ભાણ, ભાસિત લોકાલોક;
શુદ્ધ સ્વરૂપ સમાધિમય, નમિત સુરાસુર થોક.
-ખ--
જ્ઞાનમાં સૂર્ય જેવા, લોક અને પરલોકને દેખાડનાર, શુદ્ધ સ્વરૂપવાલા, આત્મસમાધિમય, વળી જેઓને દેવ અને દાનવોનો સમૂહ નમ્યો છે જેને એવા જગતના પિતા (આદીશ્વર) તમે ય પામો.
શ્રી સિદ્ધાચલ મણો, નાભિ નરેસર નં;
મિથ્થામતિ મત ભંજણો, ભવિ કુમુદાકર ચંદ.
-ખ-૩
નાભિરાજાના નંદન – મિથ્યાત્વીના મતનું ખંડન કરનાર – ભવ્યજીવરૂપી કુમુદના સમૂહને વિકસાવવામાં ચંદ્ર જેવા, શ્રી સિદ્ધાચલની શોભારૂપ– શ્રી ઋષભદેવ ભગવાનને નમસ્કાર થાઓ.
પૂર્વ નવ્વાણું જશ સિરે, સમવસર્યા જગનાથ;
તે સિદ્ધાચલ પ્રણમિયે ભકતે જોડી હાથ.
–ખ-૪
જે શ્રી સિદ્ધાચલ ગિરિરાજના શિખર ઉપર શ્રી આદીશ્વર ભગવાન પૂર્વ નવ્વાણુંવાર સમવસર્યા છે. તે સિદ્ધાચલ ગિરિરાજને ભક્તિથી હાથ જોડીને નમસ્કાર કરીએ.