Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
થી શત્રુંજય ગિરિરાજનાં-ર૧-ખમાસમાણ-અર્થ-સાથે
૭૩૯
(ખમાસમણ - ૧)
સમોસર્યા સિદ્ધાચલે, પુંડરીક –ગણધાર;
લાખ સવા માહાતમ ાં. સુર – નર – સભા મોઝાર - ૬ -
ચૈત્રી પૂનમને દિન – કરી અનશન એક માસ;
પાંચ કેડી મુનિ સાથશું મુક્તિ નિલયમાં વાસ
– ૭ –
તેણે કારણ પુંડરિકગિરિ, નામ થયું વિખ્યાત;
મન-વચ-કયે વંદીએ, ઊઠી નિત્ય પ્રભાત
-- ૮ -
એક વખત શ્રી આદીશ્વર ભગવાન શ્રી સિદ્ધાચલ પર સમવસર્યા, તે વખતે શ્રી પુંડરીક સ્વામી ગણધર્મે દેવતા અને મનુષ્યોની સભામાં બધાં તીર્થો કરતાં આ તીર્થને મહિમા સવા લાખ ગણો મોટો છે. તેમ છું (૬) ચૈત્રી પૂનમના દિવસે પાંચ ક્રોડ મુનિઓ સાથે એક મહિનાનું અનશન કરી પુંડરીક સ્વામી મુક્તિનિલયમાં – મોલમાં જાય છે. માટે આ ગિરિનું બીજું નામ શ્રી પુંડરીક ગિરિ પ્રસિદ્ધ થયું. તેથી તે ગિરિને રોજ સવારે ઊઠીને મન-વચન-અને કાયાથી વંદન કરવું. -(૭ –૮–)
( ખમાસમાણ -૨)
વીશ કોડીશું પાંગ્લા, મોક્ષે ગયા èઠામ;
એમ અનંત મુક્ત ગયા, સિક્ષેત્ર તેણે નામ
- ૯ - સિ. ૩.
પાંચ પાંડવો વીશ ક્રોડ મુનિઓ આ સ્થાનમાં મોક્ષે ગયા હતા. એજ રીતે અનંતા જીવો પણ અહી મુક્તિએ ગયા છે. માટે તેનું ત્રીજું નામ સિદ્ધક્ષેત્ર થયું. (૯)
અડસઠ તીરથ નહાવતાં, અંતરંગ-ઘડી – એક;
તુંબીજલ સ્નાન કરી, જાગ્યો ચિત્ત વિવેક
(૧૦)
ચંદ્ર શેખર રાજા પ્રમુખ. કર્મકઠિન મલધામ,
અચલપદે વિમલ થયા, તેણે વિમલાચલનામ(૧૧)