Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર – પૂર્તિ
=
૧૮ – કૈલાસગિરિ :– આ ગિરિરાજના પરમ પવિત્ર સ્પર્શથી શેત્રુંજી નદીનું પાણી પણ પવિત્ર અને પાપને ધોઇ નાંખનારું છે. આથી વિદ્યાધરો, દેવતાઓ – અપ્સરાઓ વગેરે પાપને નાશ કરવાની ઇચ્છાએ અહીં આ ગિરિરાજમાં –નદીમાં આવીને વિલાસ–આનંદ પ્રમોદ કરેછે. માટે આ ગિરિરાજને “ક્લાસ” એવા સુંદર નામથી ઓળખવામાં આવ્યો.
–
૭૩૨
૧૯ – દંબગિરિ :– ગઇ ચોવીશીના બીજા તીર્થંકર ભગવાન શ્રી નિર્વાણીપ્રભુના દંબ નામના ગણધરે પોતાની મુક્તિ માટે પૂછ્યું ત્યારે પ્રભુએ આ ગિરિરાજનું પુણ્ય સ્થાન બતાવ્યું હતું. તેથી તેમના નામ ઉપરથી આ ગિરિવરનું “શ્રી દંબગિરિ” એવું નામ પ્રસિદ્ધ થયું.
૨૦ – ઉજજવલગિરિ :– આ ગિરિરાજનું મૂળ પાતાલમાં છે. મન–વચન અને કાયાના ઉજજવલ–શુભયોગથી તેને વંદન કરવામાં આવે તો તેમનો સંસાર અલ્પ થઇ જાય છે. માટે આ ગિરિનું “ઉજજવલગિરિ” એવું નામ પડયું.
૨૧ – સર્વકામદાયકગિરિ :– આ ગિરિરાજની આરાધનાના પ્રતાપે શરીરસુખ –મનની શાંતિ –પુત્રની પ્રાપ્તિ -- પત્નીની ઇચ્છા–સ્વર્ગ અને બીજાં પણ સુખોની પ્રાપ્તિ વગેરે જે જે ઇચ્છા હોય તે તે મલે છે. આ ગિરિવરના પ્રતાપે મોક્ષ લક્ષ્મી પણ મલે છે. શ્રી વિમલાચલગિરિનું સતત–સળંગ છ માસ સુધી ધ્યાન ધરવામાં આવે તો અપૂર્વ તેજની પ્રાપ્તિ થાય. અને સર્વ આશાઓ પરિપૂર્ણ થાય. માટે આનું નામ “સર્વકામદાયકગિરિ” થયું.
શ્રી શત્રુંજયગિરિનાં -૨૧ – નામના દુહાઓ.
૧ – શત્રુંજ્ય :- બાહ્ય અત્યંતર શત્રુનો, જ્ય થાયે જિણ ઠામ રે,
સિદ્ધિપરે સુખ શાશ્વતાં, તિણે શત્રુંજ્ય નામ રે.,
૨ – બાહુબલી:- બાહુબલી મુનિ સહસશું, આઠ ઉપર વળી તામરે; સિદ્ધિવર્યા શુભ રીતિનું, તિણે બાહુબલી નામરે,
૩ – મરુદેવ :– મરુધરતિ માંહે ઘન સમો, તૃષ્ણા ભાંજે ધામરે;
વિષય પિપાસા સમિટે, ત્રીજું મરુદેવ નામરે;