Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ
શ્રી શત્રુંજયનાં -ર૧-નામો-પાડવાનાં વિવિધ કારણો
૧- પુંડરીકગિરિ :- શ્રી આદીશ્વર ભગવાનના પ્રથમ ગણધર શ્રી પુંડરીકસ્વામી પાંચક્રોડ મુનિઓ સાથે મોક્ષે ગયા માટે આ ગિરિનું પુંડરીકગિરિ" નામ થયું.
૨- સિદ્ધક્ષેત્ર:- આત્માને શ્રી શત્રુંજય તીર્થમાં જવાથી અને આરાધના કરવાથી સિદ્ધિ મળે છે. એમ શાસ્ત્રો પ્રગટપણે કહે છે. તેથી તેનું “સિક્ષેત્રમાં નામ પ્રખ્યાત થયું.
૩ – વિમલાચલ :- જે તીર્થમાં યાત્રાની ભાવનાથી આવેલા જીવો નિર્મલ-વિમલ-પાપરહિત થાય. અને તેઓમાં પાપનો અંશ પણ રહેતો નથી માટે તે ગિરિવરનું “વિમલાચલનામ પ્રસિદ્ધ થયું.
૪– સુરગિરિ :- દેવતાઓ – ઈન્દ્રો અને અપ્સરાઓ જે તીર્થની નિત્યભક્તિ કરે છે. ને દેવતાઓનો જ્યાં વાસ છે. માટે તેનું નામ “સુરગિરિથયું.
૫– મહાગિરિ:- આ તીર્થમાં કંઈ કેટલાય મહામુનિઓ શ્રેષ્ઠ એવી મુકિતનો વાસ પામ્યા છે. તેથી તેનું નામ મહાગિરિ પડયું છે.
૬ - પુણ્યરાશિ:- જે શ્રી શત્રુંજય તીર્થમાં જઈને દર્શન-વંદન-પૂજન અને આરાધના કરવાથી પુણ્યની રાશિ વધે છે. પાપી પણ પુણ્યવંત બને છે. તેથી તે તીર્થને સંતો – મહંતો ને સજજનપુરુષો “પુણ્યરાશિ” કહે છે.
૭ - શ્રીપદ :- આ શ્રી શત્રુંજય તીર્થમાં કંઈ અનંતા સાધુઓએ મોક્ષરૂપી લક્ષ્મીને મેળવી છે માટે જગતમાં માન્ય અને મોટું એવું તેનું “શ્રીપદ નામ પાડવામાં આવ્યું છે.
૮– ઇન્દ્રપ્રકાશ :- આ તીર્થમાં ઈન્દ્ર મહારાજા પ્રગટપણે ભાવપૂર્વક ભક્તિ ને નૃત્ય કરે છે. તેથી આ ગિરિનું “ઈન્દ્રપ્રકાશ” નામ પ્રસિદ્ધ થયું.
૯ - મહાતીર્થ :- જે શ્રી શત્રુંજયતીર્થ મુનિઓના સમૂહને અને પાપીઓના સમૂહને પાપથી તારે છે. માટે તે તીર્થનું નામ “મહાતીર્થ” કહેવાય છે. હે ભવ્ય પ્રાણીઓ ! મનમાં નેહ ધરીને ભાવથી પ્રણામ કરશે.
૧૦ – શાશ્વતગિરિ:- આ શ્રી શત્રુંજયગિરિ ત્રણે કાલમાં શાસ્વત છે. બોધિબીજ અને મોક્ષનું રાજય આપનાર છે. તેથી તે “શાસ્વતગિરિ" નામથી પૂજાવા લાગ્યો.