Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
૨૪
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ
ર૦ – તાલધ્વજ :- ધરાપાલ રાજાએ એક લાખ સાધુઓ સાથે તાલધ્વજસૂરિને આ પર્વત પર મોક્ષે ગયેલા જોઈને આ પર્વતનું તાલધ્વજ એવું નામ પાડયું.
૨૧ – કદંબક :-દંબ નામના ગણધર ભગવંતને ક્વલજ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિ થઈ તેનો ઉત્સવ કરી ઈન્દ્ર મહારાજાએ આ પર્વતનું કદંબક (દંબગિરિ ) એવું નામ પાડયું.
-
**
** * *
*
*
*
* *
*
* *
*
શ્રી શત્રુંજયનાં-ર૧-નામો-પાડવાનાં-કારણો
૧- વિમલગિરિ:- જેને વંદન કરવાથી — સ્પર્શના કરવાથી, પૂજન કરવાથી, તથા તેના ગુણની સ્તુતિ કરવાથી, જીવ-કર્મમલ રહિત થાય, વિમલ થાય તેથી એ તીર્થનું નામ વિમલગિરિ થયું.
૨– મુક્તિનિલય :- શ્રી ભરત ચક્વથી આઠ પાટ સુધી આરીસા ભુવનમાં કેવલજ્ઞાન પામી મોક્ષપદ પામ્યા. માટે આ ગિરિનું “મુક્તિનિલય” એવું નામ થયું.
૩- શત્રુંજય :- જિતારિ રાજાએ એ તીર્થને સેવી છ માસ સુધી આયંબિલનો તપ કરી શત્રુને જીત્યા માટે આ તીર્થનું નામ “શ્રી શત્રુંજય" જાણવું
૪ – સિદ્ધક્ષેત્ર :- આ તીર્થની ઉપર કાંકરે કાંકરે અનંતા જીવો સિદ્ધિપદને વર્યા છે. માટે આ તીર્થનું સિદ્ધક્ષેત્રમાં નામ જાણવું.
૫ – પુંડરીકગિરિ :- પુંડરીક ગણધર ચૈત્ર સુદિ પૂનમના દિવસે પાંચ ક્રોડ મુનિઓ સહિત સિદ્ધિપદને પામશે. અથવા તો સર્વતીર્થરૂપ કમલમાં પુંડરીક કમલ સમાન સર્વોત્તમ એ તીર્થ છે. માટે એ તીર્થનું નામ “પુંડરીકગિરિ જાણવું.
૬- સિદ્ધરશેખર :- બીજાં સર્વતીર્થ તથા અઢીદ્વીપને વિષે જેટલા જીવો સિદ્ધિ પામ્યા છે. તેનાથી પણ વધારે (ઘણા) જીવો આ તીર્થને વિષે સિદ્ધિ પામ્યા છે. માટે તેનું નામ “સિદ્ધરોખર” જાણવું
૭ - સિદ્ધપર્વત :- સર્વ તીર્થો થકી–સર્વપર્વતો થકી આ પર્વત મોક્ષ દાતા તરીકે વધારે પ્રસિદ્ધ છે. માટે તેનું નામ “સિદ્ધપર્વત જાણવું.