Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શત્રુંજય તીર્થના - ૨૧- નામો પાડવાનાં કારણો શ્રી શત્રુંજય લ્પના આધારે
૨૩
૯- બાહુબલી:- કેલિપ્રિય રાજાના પુત્ર શ્રી બાહુબલીને શ્રી શત્રુંજ્યઉપર શ્રી જિનેશ્વર ભગવંતની પૂજા કરીને ધ્યાન ધરતાં વલજ્ઞાન થયું. દેવતાઓએ તેમના ક્વલજ્ઞાનનો મહોત્સવ કરીને આ પર્વતનું બાહુબલી એવું નામ પાડયું.
૧૦ – મવ:- ચંદન નામના રાજાએ પોતાના પિતા મરુદેવ રાજાનું મુક્તિગમનનું સ્થાન આ શ્રી શત્રુંજય બન્યું માટે તેનું “મદેવ” એવું નામ પાડયું.
૧૧ – ભગીરથ:- બીજા ચશ્વર્તી સગરરાજાના પુત્ર શ્રી ભગીરથે શ્રી શત્રુંજયઉપર “ભગીરથ” નામનું મંદિર બનાવરાવ્યું અને તેમને આ તીર્થ પર મુક્તિ મલી છે. માટે દેવતાઓએ આ પર્વતનું ભગીરથ એવું નામ પાડ્યું.
૧૨ – સહસ્ત્રપત્ર :- શ્રી સહસ્ત્રપત્રસૂરિ આ પર્વત પર મોક્ષે ગયા હતા. માટે ઇન્દ્ર મહારાજાએ આ પર્વતનું સહસપત્ર એવું નામ પાડ્યું.
૧૩ – રાતાવર્ત :- સોમદેવ રાજાને “શાતવર્ત” નામનું આયુધ પ્રાપ્ત થયું હતું, તેથી અથવા સો આવર્તવાળી ગુફાઓને જોઈને રાજાએ આ પર્વતનું નામ “શતાવર્ત” એવું પાડ્યું.
૧૪ – અષ્ટોત્તરશત:- તાલધ્વજ વગેરે ૧૮ - કુટ – શિખરો પર ઘણા સાધુઓને મુક્તિ પામતા જોઈને વીરરાજાએ આ પર્વતનું “અષ્ટોત્તરશતકૂટ” એવું નામ પાડયું.
૧૫ – નગાધિરાજ:- સ્વયંપ્રભ નામનો દેવ તીર્થનો પ્રભાવ ને મહિમા જોવા આવ્યો. ત્યાં તેણે અસંખ્ય સ્ત્રી પુરુષોને મુક્તિ પામતાં જોઈને સુક્તના ઘર જેવો આ પર્વત “નગાધિરાજ" છે એમ રાજાઓ અને મનુષ્યોને કહ્યું.
૧૬ – સહસ્ત્રકમલ :- રણવીર રાજાએ ગુરુ મહારાજનો ઉપદેશ સાંભળીને એક હજાર સ્તંભ (થાંભલા) વાળું જિનમંદિર બંધાવ્યું. ને તે વખતે એક હજાર સાધુઓને કેવલજ્ઞાન થયું. તે વખતે ઈન્દ્ર મહારાજાએ દરેક વલીને બેસવા માટે સુવર્ણનાં જુદાં જુદાં કમલો બનાવ્યાં. તે વખતે રાજાએ જ્ઞાનીનો ઉત્સવ કરીને આ પર્વતનું સહસ્ત્રકમલ એવું નામ પાડયું.
૧૭ – ઢંક:- હર નામના રાજાએ પોતાના પિતા શ્રી ઢની મુકિત આ શિખરપર થઈ છે. માટે આ પર્વતનું ઢંકગિરિ એવું નામ પાડયું.
૧૮ – લેટિનિવાસ :- ધર્મનંદન નામના રાજાએ શ્રી રાગંજયઉપર એક કોડ જિનબિંબો ભરાવીને સ્થાપ્યાં. માટે ધર્મધન નામના આચાર્ય ભગવંતે કહ્યું કે આ પર્વતને લોકોએ લેટિનિવાસ એમ કહેવું
૧૯ - લૌહિત્ય :- લૌહિત્ય નામના રાજાએ દીક્ષા લીધી. પછી તેમને બીજા યતિઓ સાથે મોક્ષે ગયેલા જોઈને ઈન્દ્ર મહારાજાએ આ પર્વતનું લોહિત્ય એવું નામ પાડયું.