Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
સોળમા ઉદ્ધારનો ઊજળો ઇતિહાસ
૨૦૧
બાદશાહ આગળ બોલે તે પહેલાં કર્માશાએ જણાવ્યું કે
ક્ષમા કીજિયે । ઇતના ભારી બોજ મેરે સિર પર મત ડાલો મેં છોટાસા આદમી ઇનના બોઝ નહિ ઉઠા સમૂંગા મૈને કુછ ભી નહિ કિયા હમ તો આપકે સેવક હૈ.
ત્યારબાદ કર્માશાએ વિવિધ ભેણાં રાજાને પ્રદાન કર્યા. રાજાએ પણ કર્માશાનું વસ્ત્ર, અલંકાર અને તાંબૂલ દ્વારા ભારે બહુમાન કર્યું અને થોડાક દિવસ રોકાવા માટે આગ્રહ કર્યો.
બાદશાહનો આગ્રહ જોઇને કર્માશા ત્યાં ચાંપાનેરમાં જ રોકાયા તેમને માટે બાદશાહે સુંદર આવાસ નિવાસ, ભોજન અને દાસચાકરોની વ્યવસ્થા ગોઠવી દીધી.
કર્માશા રોજ જિનમંદિરે ત્રિકાળ જિનપૂજા કરતા. ઉપાશ્રયે જઇને ત્યાં બિરાજમાન ગણિવર્ય શ્રી સોમધીર પાસે જઈને ધર્મોપદેશ સાંભળતા, યાચકોને ધન,વસ્ત્ર, અને મિષ્ટાન્ન આદિનું દાન કરતા.
થોડાક દિવસો બાદ કર્માશાએ એક પત્ર લખીને તીર્થોદ્ધાર માટે સદા ચિંતિત રહેતા એવા પોતાના ગુરુદેવ શ્રી વિધામંડનસૂરીશ્વરજી મહારાજાને તથા ઉપાધ્યાય શ્રી વિનયમંડન ગણિને બાદશાહ સાથેની મુલાકાતનો સઘળો રિપોર્ટ લખી મોક્લ્યો.
એક્વાર બાદશાહ કર્માશા પાસેથી પૂર્વે ગ્રહણ કરેલી રકમ પાછી આપવા લાગ્યો ત્યારે કર્માશાએ ઘણી ના પાડી, અને જણાવ્યું કે મારું જે કંઇ છે તે બધું આપનું જ છે. આ રકમ પાછી આપવાની હોય નહિ. આપની હતી અને આપને આપી હતી. ઘણી ના પાડવા છતાં બાદશાહ માન્યા નહિ અને પરાણે તે રકમ કર્માશાને આપી દીધી. ઉદારદિલ કર્માશાએ તે રકમ ધર્મકાર્યમાં વાપરી લેવાનો સંક્લ્પ ર્યો.
કર્માશાને જોઇને વારંવાર પ્રમુદિત થઇ જતા બાદશાહે એક્વાર કર્માશાને જણાવ્યું કે મારા દિલની ખુશી માટે તું મારી પાસેથી કંઇને કંઇક માંગ અથવા તને એક સમૃદ્ધ દેશ ભેટ આપું તો તું તેનો સ્વીકાર કર !
કર્માશાએ ક્યું કે આપની કૃપાથી મારે બધું જ છે કશી ખોટ નથી. માત્ર એક જ વાતની મારા મનમાં ઇચ્છા છે, જે મેં પૂર્વે આપ જ્યારે ચિત્તોડગઢ પધારેલા ત્યારે જણાવેલી અને આપે મને તે કાર્ય માટે વચન આપેલું.
મારે સિદ્ધાચલ તીર્થાધિરાજનો ઉદ્ધાર કરવો છે તથા ત્યાં મારી ગોત્રદેવી ચક્રેશ્ર્વરીની વિશાળ પ્રતિમા સ્થાપન કરવી છે. આ કાર્ય માટે મેં ઘણા તીવ્ર કોર અભિગ્રહો ધારણ કરેલા છે. માટે આપ ફરમાન પત્ર લખી આપો.
કર્માશાની અંતરની અને અભિગ્રહોની વાત જાણીને તરત જ બાદશાહે ફરમાન લખી આપ્યું. મહોર મારી આપી અને કર્માશાને જણાવ્યું કે તારે તારી ઇચ્છા પ્રમાણે જે કામ કરાવવું હોય તે તું કરાવી લે. તને ક્યાંય કશો પ્રતિબંધ નડશે નહિ. મુસ્લિમ બાદશાહના હાથે શત્રુંજ્ય તીર્થના ઉદ્ધારનું ફરમાન લખી લેવું એટલે ખરેખર ફણીધરના માથેથી