Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
કાર
શ્રી શત્રુંજય-પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ
નામ વિભાગ
मुक्तेषु तीर्थनाथेषु गते ज्ञाने महीतले । लोकानां तारकः सोऽयं, श्रवणात् कीर्त्तनादपि ॥१॥
-
r
ૐ અહીં આ પુસ્તકમાં “ શ્રી શત્રુંજ્ય ” આ શબ્દના અક્ષરોમાં શ્રી સિદ્ધાચલ તીર્થનાં −૧૦૮– નામો સુંદર રીતે ગોઠવીને ક્લા અને ભક્તિવડે લખ્યાં છે. તે નામો વાંચો – યાદ રાખો – આરાધના કરો. અને તે તે નામની નવકારવાલી ગણો.
શ્રી શત્રુંજય તીર્થનાં – ૨૧–નામો અને –૧–નામો જુદી જુદી રીતે મલે છે. જે આત્માઓને જે નામો ગમતાં હોય તે નામથી તેની નવકારવાલી – ખમાસમણ વગેરે કરીને આરાધના કરી શકે છે. શ્રી શત્રુંજ્ય તીર્થનાં નામોમાં –૧૦૮– થી આગળ વધીને જૂના લખાણ પ્રમાણે એમ ચોકકસ કહી શકાય કે એક સમયે આ પરમ પવિત્ર પાવન તીર્થનાં −૧૦૦૮– નામો જિનશાસનમાં પ્રચલિત હશે. પણ પછી કાલક્રમે ભુલાઇ ગયાં. અત્યારે પણ બધાં નામો ભેગાં કરતાં ૧૨૫– નામો તો થઇજ જાય છે. જેથી એક સમયે આ તીર્થનાં ૧૦૦૮- નામો હશે તે સાબિત થાય છે. અને −૧૦૮– નામોમાં તેનું એક નામ “સહસ્રાખ્ય” પણ છે. તેજ તેની વધુ સાબિતી છે. આ શ્રી શત્રુંજ્યના –૧–૧૦૮–ને—૧૦૦૮– નામો જુદા જુદા કારણે પાડવામાં આવેલાં છે. તેમાંનાં કેટલાંક નામોનાં કારણો જાણવા મલે છે.અને કેટલાંકનાં ખ્યાલ આવતાં નથી. જેનાં જેનાં કારણો ચૈત્યવંદન – સ્તવન –સ્તુતિ – પૂજાને દુહાદ્વારા જાણવાં મલ્યાં છે. તેનો આમાં સંગ્રહ ર્યો છે.
જુદા જુદા સંગ્રહકાર દ્વારા સંગ્રહ કરાયેલાં –૧–ને – ૧૦૮– નામોનો યથાશક્ય સંગ્રહ ર્યો છે. એ સિવાય મલતાં નવાં નામોનો પણ સંગ્રહ કર્યો છે.