Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
સોળમા ઉદ્ધારનો ઊજળો ઇતિહાસ
પણ અવસરને સમજીએ છીએ. શુભકાર્યમાં કોણ ઉપેક્ષા કરે ?
ઉપાધ્યાય ભગવંતની માર્મિક વાણીમાં ઘણું બધું રહસ્ય છુપાયેલું હતું. બુદ્ધિ કૌશલના ભંડાર સમા કર્માશાને જે સમજતાં વાર ન લાગી. પૂજ્યશ્રીએ ટકોર કરી હતી કે ધર્મકાર્યમાં તુરતજ પ્રયત્નશીલ બનવું, જોઇએ કેમ કે ભાગ્યનો કોઇ ભરોસો નથી. હેવાય છે કે ‘શ્રેયાંસિ બહુવિઘ્નાનિ.' એમાંય વળી મોગલ સામ્રાજ્યોની વચ્ચે આ કાર્ય પાર પાડવાનું હતું. તેથી વિલંબ કરવામાં મુશ્કેલી ઊભી થાય.
903
ઉપાધ્યાયજીએ ક્યું કે અમે પણ અવસરને સમજીએ છીએ, શુભ કાર્યમાં કોણ ઉપેક્ષા કરે ? તેથી પણ કર્માશા ગુરુદેવના અંતરની વાત જાણી ગયા કે પૂજ્યશ્રી પણ આ ઉદ્ધારના કાર્ય માટે સમય આવે શત્રુંજય પહોંચ્યા વિના રહેશે નહિ.
ખંભાતમાં વધુ ન રોકાતાં કર્માશા ગુરુ ભગવંતને પ્રણામ કરીને સિધ્ધાચલ ભણી પ્રયાણ આરંભ્યું. રાત દિવસ જોયા વિના ઝડપભેર માત્ર પાંચ જ દિવસમાં દયાનંદકારી ગિરિવરની ગોદમાં પહોંચી ગયા.
“ સિધ્ધાચલ તીર્થ કી ય ” “દાદા યુગાદિ દેવકી જ્ય ” ના નારાઓથી તીર્થ ગાજી ઊઠ્યું..
મેઘને જોઇને જેમ મયૂર નાચવા લાગે, ચન્દ્રને જોઇને જેમ ચકોર ડોલવા લાગે તેવી જ રીતે કર્માશા પણ ગિરિરાજને જોઈને નાચવા લાગ્યા. રત્નો તથા સોના-રૂપાનાં ફૂલડે ગિરિરાજને જોઈને વધાવવા લાગ્યા અને ભક્તિભર્યા હ્રદયે ગિરિરાજની સ્તવના કરતાં બોલવા લાગ્યા કે :
હે શૈલેન્દ્ર ! ઘણા સમય પછી આપનાં દર્શન થયાં. હે ગિરિવર ! આપ ક્લ્પવૃક્ષની જેમ ઇચ્છિતને પૂર્ણ કરનારા છે ! ના, ના હું ભૂલ્યો. હે ગિરિવર ! આપ તો ક્લ્પવૃક્ષથી પણ ચડિયાતા છે. ક્લ્પવૃક્ષ તો માત્ર આલોકનાં જ સુખ આપે છે ત્યારે આપ તો આલોક અને પરલોક–ઉભયલોકમાં સુખ દેનારા છો. હે વિમલગિરીન્દ્ર ! આપનાં દર્શન અને સ્પર્શના બન્ને ભવ્ય જીવોનાં પાપને હરનારાં છે.
હે પુંડરીક ગિરિ ! આપ સ્વર્ગસુખની સોપાન શ્રેણી છો તથા નરના દ્વારે લોખંડની અર્ગલા છે. ખરેખર આપ પુણ્યમંદિર છે. જેના માટે લોકો યોગસાધના કરીને દીર્ઘકાલ સુધી તપ તપીને ક્લેશ પામે છે, એવી ચિંતામણિરત્ન વગેરે ચીજો પણ આપનો સાથ છોડતી નથી. હે સિદ્ધિગિરિવર ! આપના એકેકા પ્રદેશે અનંતા આત્માઓ સિદ્ધિપદને વર્યા છે. તેથી તારાથી ચડિયાતું પુણ્યક્ષેત્ર સક્લ લોકમાં બીજું એક્ય નથી.
હે મુક્તિનિલયગિરિ ! તારા શૃંગ પર જિનબિંબ બિરાજમાન હોય યા ન હોય તો પણ તારાં દર્શન સ્પર્શન-માત્રથી તું ભવ્ય જીવોનાં પાપોનો નાશ કરનારો છે.
હે પુણ્યનિધાનગિરિ ! મહાવિદેહ ક્ષેત્રની ભોમકા પર વિચરતા ભગવાન સીમંધરસ્વામી પર્ષદા સમક્ષ આ