Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
સોળમા ઉદ્ધારનો ઊજળો ઈતિહાસ
૦૯ અને આંગળીઓમાં શોભતી સુવર્ણ મુદ્રાઓના કારણે જાણે દેવલોકથી ઇન્દ્ર મહારાજાઓનો સંઘ નીકળ્યો હોય એવો ભાસ થતો હતો.
દેશ-દેશાવરની સ્ત્રીઓનાં નાજુક નમણાં અંગ પર પાનેતર શોભી રહ્યાં હતાં. કેટલીક સ્ત્રીઓએ લાલ ઘરચોળાં પહેર્યા હતાં, તો કેટલીક સ્ત્રીઓએ પાણનાં પટોળાં ઓઢયાં હતાં. જરી કામ અને ભરત કામ વચ્ચે ફીટ કરેલાં આભલાં ટમટમતા તારલિયા જેવાં ભાસતાં હતાં. નથણીમાં રહેલો હીરો જાણે આકાશમાંથી ખરેલો તારે એક્લો અટૂલો અહી આવી બેસી ગયો હોય તેવો ભાસ કરાવતો હતો. કાનમાં કુંડલ અને હાથમાં સોનાના પતરે જડેલા હાથી દાંતના ચૂલા ! પગમાં ઝાંઝરનો ઝણકારા અને હથેળીમાં માળવાની મેંદીનો શણગાર ! અને મુખ ઉપર જુઓ તો આનંદનો ઊછળતો અપાર સાગર ! કેમકે આજે દાદા ગાદીએ બેસવાના છે.
| ધવલ વસ્ત્રોમાં શોભતું સાધુ-સાધ્વીઓનું વિશાળ વૃંદ! સહુનાં મુખ કમલ આજે રાતપત્રકમલની જેમ ખીલી ઊઠ્યાં. ! વહેલી પરોઢે પંચપરમેષ્ઠી ભગવંતોનું દત્ત ચિત્તે ધ્યાન ક્યું છે. વિવિધ મંત્રોનો જાપ અને સ્તોત્રોનો પાઠ ર્યો. છે.! સક્લ શ્રીસંઘના અભ્યયની અને વિશ્વમાત્રના જીવોનાં લ્યાણની કામના જેમના અંતરમાં ઊલસી રહી છે. એવો શ્રમણ-શ્રમણી પરિવાર આજે ગિસ્વિરિયાની યેચ પર પહોંચી ચૂક્યો છે.
બાદશાહૌકા ભી બાદશાહ
વિવિધ ગચ્છના તમામ સૂરીલરોએ જેમના વરદ હસ્તે આ પ્રતિષ્ઠા કરવાની શુભ અનુમતિ આપી છે તેવા પ્રતિષ્ઠાચાર્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજ્ય વિધામંડન સૂરીશ્વરજી મહારાજ પણ દાદાના દરબારમાં ઉપસ્થિત થઈ ચૂક્યા છે. વયોવૃધ્ધ ઉમરે પણ મોં પરની લાલી અને અમારી કોઈક અજબ કક્ષાની ભાસી રહી છે. ઓઢેલી ઊજળી ચાદર પર એવું તેજ ઝિલાઈ રહ્યું છે કે જાણે બાદશાહો કા ભી બાદશાહ!
દેવાધિદેવ ઋષભદૈવ, રાયણ પાદુકા, ગણધર શ્રી પુંડરીક સ્વામી યક્ષરાજશ્રી કપ, અધિષ્ઠાયિકા શ્રીચકેશ્વરી આદિનો અભિષેક કરવામાં આવ્યો. દેવાધિદેવનું સ્નાત્ર તથા પૂજન કરવામાં આવ્યું.
સાવધાન સક્ષશ્રીસંઘ સાવધાન !
લગ્ન સમય નજીકમાં આવવા લાગ્યો. વાજિંત્રોના નાદ ગાજવા લાગ્યા. મંગળ ધ્વનિ થવા લાગ્યો. શંખનાદ ગુંજવા લાગ્યો. બંદીજનો બિરદાવલી ગાવા લાગ્યા. ચારેકોર જય જય શબ્દ થવા લાગ્યો. સ્ત્રીઓ મંગલગીત ગાવા લાગી, ભવ્ય જીવો દાદાના દરબારમાં મન મૂકીને નાચવા લાગ્યા અને મોટા સ્વરે ગાવા લાગ્યા. શેલારસ, કપૂર અને ધૂપના ધૂપની ધૂમ્રસેરો પ્રસરવા લાગી. વિકસેલાં વિવિધ પુષ્પોના પરિમલથી દશે દિશાઓમાંથી સુગંધ રેલાવા લાગી. કંકુ અને કપૂરની ધારાઓ વરસવા લાગી, ભક્તિથી ઊભરાઈ રહ્યાં છે દિલ જેમનાં એવો શ્રાવક ગણ વારંવાર ડોક્યિાં કરીને દાદાનું મુખ કમળ જોવા લાગ્યો.જ્યારે સર્વજનો પ્રસન્ન ચિત્ત હતા, નિદા, વિકથા આદિથી પર હતા, જ્યારે વૈશાખ માસે કૃષ્ણ પક્ષે ષષ્ઠી દિને રવિવારે શ્રવણ નક્ષત્ર શુદ્ધ ધનનવમાંશે જ્યારે લગ્ન સમય પસાર થવા લાગ્યો ત્યારે દાદાની પ્રતિમાજીમાં દિવ્યતેજ વિલાસ પામતું દેખાયું. અર્થાત તે સમયે દાદાની મૂર્તિએ સાતવાર શ્વાસોશ્વાસ લીધા. .