Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
૫
સોળમા ઉદ્ધારનો ઊજળો ઈતિહાસ
ગુરુવર્ય આશ્વાસન આપતાં જણાવ્યું કે હવે હતાશ કે નિરાશ થવાથી કામ નહિ ચાલે. આપણે હવે નવું સર્જન કરવાનું છે, તે કાર્યમાં લાગી જઈએ.
સૌ પ્રથમ જિનબિંબ ભરાવવા માટે મંત્રીશ્વર શ્રી વસ્તુપાળ દ્વારા લેવાયેલ શિલાઓને ભોંયરામાંથી બહાર #ાવવી અને બિંબ ભરાવવાનું કાર્ય શરૂ કરાવવું. શ્રી સંઘની સંમતિ મેળવીને શિલાઓની તપાસ કરી. આ શિલાઓ ક્યાં ભંડારેલી છે તે વાત માત્ર એક સમરા નામનો પૂજારી જ જાણતો હતો. તેને બોલાવીને ખાનગીમાં પૂછવામાં આવ્યું કે ભાઈ! શિલાઓ ક્યાં ભંડારેલ છે? સંઘની સંમતિ લેવાથી સમરા પૂજારીએ ગુપ્ત ભોયરું બતાવ્યું અને તેમાંથી વર્ષો પૂર્વે વસ્તુપાળ મંત્રીએ પધરાવેલી શિલાઓને બહાર કાઢવામાં આવી. ગુરુદેવના ઉપદેશથી પૂજારીઓને તેમની ઈચ્છાથી અધિક ધન આપીને ખુશ ક્મ.મુખ્ય બે શિલાઓ તથા બીજી પણ નાની મોટી શીલાઓ ત્યાંથી ગ્રહણ કરી શેત્રુંજી નદીના શુદ્ધજલથી તે પાષાણખનો અભિષેક ર્યો. અષ્ટ દ્રવ્યથી તેનું પૂજન કર્યું સૂત્રધારોના હાથે મીંઢળ મરડાસીંગ, અને નાડાછડી બાંધવામાં આવી. કંકુતિલક કરીને પુરસ્કાર આપવામાં આવ્યો, બિંબ ઘડવા માટે ઉપયોગમાં લેવાતાં ઓજારોનો પ્રક્ષાલ કરી તેની પર ગ્રીવાસૂત્ર બાંધી પૂજા કરી. મંદિરમાં ઘંટનાદ થવા લાગ્યા.ઉપાધ્યાયશ્રીએ મંત્ર ભણીને શિલા ઉપર વાસક્ષેપ ર્યો અને શિલ્પીઓએ ટાંકણું ઉપાડી બિંબ ઘડવાની શરૂઆત કરી.
જય આદિનાથ ! જય આદિનાથ ! જય આદિનાથ ! ના નારાઓથી વાતાવરણ સવદનામય બની ગયું.
પાષાણમાંથી એવા પ્રભુ પ્રગટ કરવાના છે કે જેને જોઈને આખી દુનિયા ગાંડીતૂર બની જાય. શિલ્પશાસ્ત્રમાં વર્ણવેલા જિનબિંબનાં તમામ લક્ષણોથી યુક્ત એવા બિંબનું નિર્માણ કાર્ય માત્ર શિલ્પીઓના ભરોસે ન છોડી દેતાં ઉપાધ્યાયશ્રીએ શિલ્પશાસ્ત્ર તથા વાસ્તુશાસ્ત્ર વિશારદ એવા પોતાના બે વિનીત શિષ્યો મુનિશ્રી વિવેકમંડન તથા મુનિશ્રી વિવેકધીરને જિનબિંબના નિર્માણમાં શિલ્પીઓને યોગ્ય સલાહ સૂચન માટે નિયુક્ત ક્ય. આ મુનિઓ માટે આહાર -પાણી વહોરી લાવવાનું કાર્ય મુનિશ્રી ક્ષમાપીર આદિને સોંપવામાં આવ્યું. મુનિવર શ્રી રત્નસાગરજી અને મુનિવર શ્રી
જ્યમંડનજીએ જૈનશાસન અને સંઘના શ્રેય માટે છ માસિક તપની આરાધના શરૂ કરી. બીજા કેટલાક મુનિવરોએ છ8–અક્રમ આદિ તપશ્ચર્યાનો પ્રારંભ ર્યો. દુષ્ટ વ્યંતરોના ઉપદ્રવોને ટાળવા માટે ઉપાધ્યાય શ્રી વિવેકમંડન ગણિએ ભગવાનશ્રી સિદ્ધચક્રજીનું ધ્યાન ધરવું શરૂ ક્યું. તપ, જપ, ક્રિયા, બાન, અધ્યયન આદિ ક્વિાના સમૂહથી ધણા લાભને મેળવતા એવા ઉપાધ્યાયજી ધર્મસાર્થવાહ સમા શોભવા લાગ્યા. કર્માશાએ સૂત્રધારોને કામ કરવા માટે સુખરૂપ બેસી શકે એવી સુખાસિકાની વ્યવસ્થા કરી તેમને જમવા માટે સુંદર ભોજન તથા ગરમ ગરમ મસાલેદાર દૂધ વગેરેની સગવડ કરી. વધુ શું કહીએ? અરે સેંકડે સૂત્રધારો જે ચીજ જ્યારે માગે ત્યારે તરત હાજર કરવામાં આવતી હતી. કર્માશાની આ ઉદારતાથી આવર્જિત થયેલા સૂત્રધારોએ જે કાર્ય મહિનાઓથી પણ પાર ન પડે તેવું કાર્ય માત્ર દશ જ દિવસમાં પાર પાડી બતાવ્યું.
વાસ્તુશાસ્ત્રમાં દર્શાવ્યા મુજબ સમચતુરસ્ત્ર વિભાગ કરીને પ્રતિમાજીના અવયવો ઘડવામાં આવ્યા અપરાજિત નામના શાસ્ત્રમાં * જણાવ્યા મુજબનાં લક્ષણોથી જિનબિંબ લક્ષિત કરવામાં આવ્યું,
* શિલ્પાનો આ પ્રાચીન ગ્રંથ છે જે હાલ પૂર્ણરૂપે મળતો નથી. તેનો અપૂર્ણ ભાગ પાટણના ભંડારમાં વિદ્યમાન છે.