Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
૫૩૦
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર
શિલાદિત્ય રાજા અને ધનેશ્વરસૂરિનો સંબંધ
ક્યું ન હોવા છતાં પણ સંક્ષેપથી શિલાદિત્યરાજા અને ધનેશ્વરસૂરિનો સંબંધ વાય છે તે આ પ્રમાણે :ચંદ્રગચ્છરૂપી આકાશમાં સૂર્ય સરખા ધનેશ્વર સૂરિ હતા, તે અનેક શાસ્રરૂપી સમુદ્રના પારગામી અને નિર્મલ ચિત્તવાલા હતા. ધનેશ્વરસૂરિએ વલભીનગરના સ્વામી શિલાદિત્યરાજાને સર્વજ્ઞના ધર્મને સમજાવ્યો.
વાદની પ્રતિજ્ઞામાં બૌદ્ધોએ ગ્રહણ કરેલ શ્રી શત્રુંજયતીર્થને દેદીપ્યમાન વાદરૂપી બાણોવડેબૌદ્ધોને જીતીને ગુરુએ પાછું વાળ્યું. શિલાદિત્યરાજાવડે તે વખતે પોતાના દેશમાંથી કાઢી મુકાયેલા બૌદ્ધો વેગપૂર્વક બીજા દેશમાં ગયા.
વિક્રમરાજાથી (૪૭૭) ચારસો સત્યોતેર વર્ષે શિલાદિત્યરાજા શ્રી સિદ્ધગિરિઉપર યાત્રા કરનારા થયા.
વીરભગવંતના નિર્વાણથી ૧૯૧૪ વર્ષ ગયાં ત્યારે મયૂરપુત્ર ચૈત્ર અષ્ટમીના દિવસે વિષ્ટનક્ષત્રમાં પાટલીપુત્રનગરમાં લ્દી નામે રાજા ચાર મુખવાલો અને ત્રણ નામથી યુક્ત થશે. ભયંકર ચાર મુખવાલો લ્કી ત્રણનામવડે ચંડાલના ઘરમાં હંમેશાં વૃદ્ધિ પામશે. તેના જન્મને વિષે ગાગલી અને કૃષ્ણનાસ્તૂપો કુહાડાવડે છેદાયેલા વૃક્ષની જેમ વાયુવડે પડશે તે પછી સાત ઇતિઓ ભય દુકાલ ડંમર વગેરે અને પૃથ્વીતલમાં રાજાઓનો વિરોધ થશે. અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ, ઉદર, તીડ, સૂડા (પક્ષીઓ) સ્વચક્રને પરચક્રનો ભય એ સાત ઇતિઓ કહી છે. વૃદ્ધિ પામતો તે કલ્સ્કી અનુક્રમે પથ્થરમય ઘોડાઉપર ચડશે ત્યારે તે ઘોડો ચાર પગે ચાલશે. આ ઉપદ્રવ છે એ પ્રમાણે મનુષ્યો મોટેથી બોલતે તે જ્યારે હણવા માટે આવે છે તેટલામાં તે પુરુષ નાસી ગયો. તે દેવતાથી અધિક્તિ શ્રેષ્ઠ ઘોડા ઉપર ચડીને ચાર મુખવાલો કલ્કી ચાલ્યો, અને પૃથ્વી ઉપર ભ્રમણ કરવા લાગ્યો. સોળ વર્ષ સુધી સામાન્ય રાજા થયો. ૩૬ વર્ષને અંતે તે ી રાજા થશે. પાટલીપુત્ર નગરમાં સેંકડો રાજાઓ હર્ષથી આવીને તેનો રાજ્યાભિષેક કરશે. ત્રણ ખંડ પૃથ્વીપીઠને જલદી સાધશે અને નંદરાજાના સુવર્ણમય સ્તૂપોને ખોદી નાંખશે. દ્રવ્યને માટે હંમેશાં નગર ને ગામની પૃથ્વીને ખોદાવતો ઘણા વૈભવને પામશે, ને પૃથ્વીને દ્રવ્ય વગરની કરશે. કોઇક નગર ખોદતે છતે પૃથ્વીની મધ્યમાંથી રોષવડે મુનિઓને હણતી એવી પથ્થરમય લવણ નામની ગાયને કાઢશે. તે નગરમાં ઉપદ્રવ થશે, એમ જાણીને કેટલાક માણસો બીજે ઠેકાણે જશે, કેટલાક ત્યાં રહેશે, તે લ્કી જૈન મુનિઓ પાસે પણ ધન માંગશે, તે પ્રમાણે ગ્રહણ કરતો હ્કી બળાત્કારે લોકોવડે નિષેધ કરાશે. સાત દિવસ સુધી મેઘ વરસતાં તે નગરને ભીંજવી નાંખશે. હ્કી રાજા અને પ્રતિપદ આચાર્ય અને કેટલાક લોકો ઊંચી ભૂમિ ઉપર રહેશે. કેટલાક પાણીમાં ડૂબી જશે. કેટલાક મનુષ્યો ને સ્ત્રીઓ આત્મહત્યા કરીને મરી જશે, તે વિઘ્ન અટકે છતે નંદરાજાના તે દ્રવ્યવડે લ્કીરાજા ધનધાન્યથી શોભતી નવી નગરી કરશે.
લ્દી પૃથ્વીપીઠપર ગયે ને દ્રવ્યવડે એક દ્રોણ (ધાન્ય) સુભિક્ષ હોવાથી પ્રાપ્ત કરાશે ને થોડું દ્રવ્ય થશે. ધનના લોભી–ભયંકર અનીતિમાં રહેલા રાજાઓ થશે. કુલવાન સ્રીઓ ખરાબ શીલવાલી થશે.ને ગામો સ્મશાન સરખા થશે.