Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર
ટીકાર્થ:- તે પ્રસિદ્ધ શત્રુંજ્ય નામનું તીર્થ જેવી રીતે પૂર્વશાસ્ત્રમાં બહુશ્રુત પાસેથી સાંભળ્યું અને સ્તવ્યું તેવી રીતે ભણનાર સાંભળનાર અને સ્મરણ કરનારને તે શત્રુંજ્યસ્તોત્ર જલદી શાશ્વત સુખ આપો. શત્રુંજ્યતીર્થ ભવ્યજીવોને શાશ્ર્વતસુખ આપો. અહીં કથા કહે છે.
૬૦
શ્રી શત્રુંજ્યના સ્મરણમાં ધનરાજાની થા
શ્રીપુર નગરમાં ધનરાજા પુત્રના અભાવથી ધનશ્રી ઉપર બીજી રમા નામની સ્રીને પરણ્યો. તેથી પહેલી પ્રિયા બીજી સ્ત્રીને સંક્ટમાં પાડવા માટે હંમેશાં કપટમાં તત્પર એવી તે કરોડો ફૂટની શ્રેણી કરતી હતી. હ્યું છે કે :
आवर्त्तः संशयानामविनयभवनं पत्तनं साहसानां, दोषाणां सन्निधानं कपटशतगृहं क्षेत्रमप्रत्ययानाम् । आग्राह्यं यन्महदिभर्नरवरवृषभैः सर्वमायाकरंड - स्त्रीयन्त्रं केन लोके, विषममृतमयं धर्म्मनाशाय सृष्टम् ? ॥१॥
જે સંશયોનું આવર્ત છે. અવિનયનું ઘર છે. સાહસોનું શહેર છે. દોષોનું સન્નિધાન છે. કરોડો કપટનું ઘર છે. અવિશ્વાસનું ખેતર છે. જે મોટા શ્રેષ્ઠ પુષોવડે ગ્રહણ ન કરી શકાય એવું સર્વ માયાના કરંડિયારૂપ સ્રીરૂપી યંત્ર આ લોકમાં અમૃતમય વિષરૂપ ધર્મના નાશ માટે ોનાવડે સર્જન કરાયું – બનાવાયું?
રાજા લાકડાના મોરપર બેસી પૃથ્વીઉપર ભ્રમણ કરતાં નગરે નગરે ઘણાં આશ્ચર્યો જુએ છે. બીજી સ્ત્રી લાકડાના મોરઉપર ચઢીને મૂર્ખતાથી જેટલામાં ખીલીને ખેંચી તેટલામાં તે મોર આકાશમાં ગયો. સ્ત્રી સહિત મોર ગયે છો રાજાએ પ્રિયાને કે પત્નીને જોવા માટે હું સવારે જઇશ. કુટિલ એવી તે પ્રિયાએ ક્યું કે તમે જાવ ને પ્રિયાને જલદી લાવો. માર્ગમાં જતાં સુખને માટે ભાતું ગ્રહણ કરો. લાડવા વગેરેનું ભાતું સાત ગાંઠમાં બાંધીને પત્નીએ આપ્યું. હર્ષિત થયેલો રાજા તે લઇને પ્રિયા માટે ચાલ્યો. ખાવાનો અવસર થયે છો પહેલી ગાંઠનું ભાતું ખાધું ત્યારે રાજા ત્રણ ફેણવાલો ને કાજલસરખી કાંતિવાલો સર્પ થયો. બીજી ગાંઠનું ભાતું ખાધે તે તે સર્પ તેજ વખતે રાજાના રૂપને ધારણ કરનારો થયો. ત્રીજી ગાંઠનું ભાતું ખાધે છતે રાજા તેવા પ્રકારના ઔષધના યોગથી જલદી બિલાડો થયો. ચોથી ગાંઠનું ભાતું ખાવાથી રાજા થયો. પાંચમી ગાંઠનું ભાતું ખાવાથી સિંહ થયો. ી ગાંઠનું ભાતું ખાવાથી સ્વાભાવિક રૂપવાલો થયો અને સાતમી ગાંઠનું ભાતું ખાવાથી મૃગ થઇને કરી છે ઉતાવળ જેણે એવો તે (મૃગ) ગામ તરફ ચાલ્યો. માર્ગમાં તે