Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી ચંદ્રરાજાનું જીવન ચરિત્ર
કેવી રીતે લાવ્યો?
૪૩
રાજાને જોતાં ક્યાની આંખ ઠરી અને તે તરત જ સમજી ગઇ કે આ બીજું કોઇ નથી પણ આભાપુરીના રાજા વીરસેન જ છે. તેથી તે શરમાઈને નીચું મોઢું રાખી બોલી, હે નાથ! હું પદ્મપુરીના રાજા પદ્મશેખર અને રાણી રિતરૂપાની ચંદ્રાવતી નામે પુત્રી છું. મારી ઉમર વધતાં પિતાને વર માટે ચિંતા થઇ ને નિમિત્તિયાને પૂછ્યું કે મારી પુત્રીનો વર કોણ થશે ? તેણે હ્યું કે આભાનગરીનો રાજા વીરસેન થશે. મારા પિતા મને વીરસેનને આપવા ઇચ્છતા હતા ને હું સખીઓ સાથે ગામની બહાર રમતી હતી. તેમાંથી યોગીએ મારું અપહરણ કર્યું. મેં બચાવવા ઘણી બૂમો પાડી પણ યોગી મને ઝાડીમાં લઇ જઇ અહીં લાવ્યો . અને હ્યું કે હે બાલા! હું કહું તેમ કર તેથી હું સમજી કે આ મને અગ્નિમાં હોમી દેશે. મેં મારા પિતાના નામની બૂમો પાડી. પછી મેં છેવટે તમારા નામની બૂમો પાડી. છેવટે તમે આવ્યા. આ દુ:ખના વખતે મારું અંગ ફરતું હતું. તેથી માનું છું કે તમેજ મારા નાથ આભાપુરી નગરીના રાજા વીરસેન છો!
પછી રાજા બોલ્યો હે દેવી ! તારું અનુમાન સાચું છે. હું વીરસેન રાજા છું. રાજાએ અને ચંદ્રાવતીએ ત્યાં ગાંધર્વ વિવાહ કરવાની ઇચ્છા કરી પણ રાજાને લાગ્યું કે મારે શા માટે ઉતાવળ કરવી જોઇએ ? ચંદ્રાવતી ને વીરસેન રાજા જાળી દ્વારા વાવમાં અને ત્યાંથી બહાર આવ્યાં, ઘોડાને છોડી તેના પર ચંદ્રાવતીને બેસાડી નગર તરફ ચાલ્યો, તેટલામાં પોતાનો પરિવાર મલ્યો અને બધી વાત કહી. બધાની સાથે રાજા આભાપુરીમાં આવ્યો.
નગરીમાં આવતાં જ તેણે પદ્મપુરીના રાજા પદ્મશેખરને ખબર આપી કે તમારી પુત્રી ચંદ્રાવતીને મેં યોગી પાસેથી છોડાવી છે. તે હાલ આભાપુરીમાં છે. પદ્મશેખરે પત્ની સહિત આવીને ચંદ્રાવતીનાં લગ્ન વીરસેન રાજા સાથે ધામધૂમથી ર્યાં.
વીરસેન રાજાને પહેલાંની રાણી વીરમતિ હતી. અને આ બીજી ચંદ્રાવતી થઇ. વરમતિ બુદ્ધિશાળી હતી પણ ઇર્ષ્યાલુ હતી. તેથી ચંદ્રાવતી સાથે ઝઘડાનાં કારણો શોધે છે. છતાં પણ ચંદ્રાવતી સહન કરી લેતી હતી.
રાજા વીરસેન ચંદ્રાવતી સાથે સુખ ભોગવવા લાગ્યો. ત્યાં એક દિવસ મધ્યરાત્રિએ ચંદ્રાવતીએ સ્વપ્નમાં ચંદ્રને જોયો અને તેજ દિવસે ચંદ્રાવતી ગર્ભવતી થઇ. પૂર્ણ માસે પુત્ર જન્મ્યો. રાજાએ પુત્રજન્મ નિમિત્તે આખા નગરમાં ઉત્સવ કરાવ્યો.
સારા દિવસે રાજાએ પુત્રનું નામ ચંદ્રકુમાર પાડયું. ચંદ્રકુમાર પાંચ ધાવમાતાઓથી લાલનપાલન કરાતો વૃદ્ધિ પામવા લાગ્યો. ચંદ્રાવતીનું માન તો હતું જ તેમાં પુત્ર થતાં ડબલ થયું. અપરમાતા વીરમતિ ચંદ્રકુમાર ઉપર બહારથી સ્નેહ પ્રેમ બધુંય બતાવે પણ અંદરથી તો તેને ચંદ્રાવતી કે ચંદ્રકુમાર એકેય ગમતાં નથી. બન્નેને મારવાનો વિચાર કરે પણ તે બન્ને પુણ્યવાન હોવાથી કશું થઇ શક્યું નથી
વસંત ઋતુમાં આભાપુરીના ઉદ્યાનમાં બધા પ્રજાજનો ઇચ્છા પ્રમાણે આનંદ ક્લોલ કરતા હતા. એક વીરમતિ જ પુત્ર ન હોવાથી મનમાં સહુના પરિવારને જોઇ દુ:ખી થતી હતી. મેં પૂર્વ ભવમાં શું પાપ કર્યું હશે કે જેથી મને એક