Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી ચંદ્રરાજાનું જીવન ચરિત્ર
૬૪૭
ઊંઘ શરુ કરી. પછી તેને ઘણું ઢંઢોળ્યો પણ જાગ્યો નહિ. આથી તેને ઊંઘતો માની તૈયાર થઈ. વીરમતિના મહેલમાં ગઈ.
રાજા પણ તુરત જ તેની પછવાડે હાથમાં ખુલ્લી તલવાર લઈને ચાલ્યો. અને વીરગતિના બારણા પાછળ સંતાઈ ગયો.વીરમતિએ ગુણાવલીને ધું આવડાહી વહુ આવ. હવે આપણે હમણાંજ જઈએ પણ તે પહેલાં તું પાસેના બગીચામાંથી કરણના ઝાડ પરથી એક સોટી લઈ આવ. તેના કહેવા પ્રમાણે સોટી લઈ આવી. પછી કહ્યું કે હું તને આ સોટી મંત્રીને આપું છું. તેને તું ચંદ્રકુમાર જ્યાં પાયામાં સૂતો છે તેની આસપાસ ત્રણ વાર ફેરવી ને ૫કારજે. તેથી તે આપણે પાછાં ન આવીએ ત્યાં સુધી નહિ જાગે.
ગુણાવલી હવે વીરમતિની શ્રદ્ધાળુ શિષ્યા બની ગઈ. તેની કરામતોને મનથી પ્રશંસવા લાગી. સોટી લઈને ગુણાવલી ઘેર આવી તે પહેલાં ચંદ્રકુમારે પોતાની જગ્યાએ લૂગડાંની પુરુષની આકૃતિ બનાવી. પથારીમાં સુવડાવી રજાઈ ઓઢાડી દીધી હતી. તેથી ગુણાવલીને કૌતુક જોવાની હોશમાં શયામાં ખરેખર ચંદ્રકુમાર સૂતો છે કે નહિ તે જોવાની દરકાર ન કરી. પલંગની આજુબાજુ સોટી ફેરવીને ત્રણવાર પકારી અને પછી આનંદ પામતી વીરમતિ પાસે આવી. ચંદ્રકુમાર લપાતો છુપાતો વીરમતિના મહેલમાં આવી બારણા પાછળ સંતાયો.
વીરમતિ બોલી કેમ ચંદ્રકુમાર બરોબર સૂતો છે ને ? હા આપણે જઈને આવીએ ત્યાં સુધી જાગશે જ નહિ. પણ આ નગરના લોકો આપણને જતાં જોશે તો શું ? તે બધા હમણાંજ સૂઈ જશે પછી બાર મણની નોબતવાગે તો પણ નહિ જાગે.
વીરમતિની કરામતથી થોડીક વારે એક ગધેડું ભૂક્યું ને ટપોટપ આખું ગામ ઊંઘી ગયું. જાગવામાં વીરમતિ ગુણાવલી ને ચંદ્રકુમાર, હવે વીરમતિ બોલી કે આપણે તરતજ ચંદનવાડીમાં જે પહેલો આંબો છે. તે આંબા પર ચઢી વિમળાપુરી જઈએ . આંખ મીંચીને ઉઘાડીએ તેટલામાં વિમળાપુરી આવી જશે. તું મારી કરામત તો જો આ સાંભળી ચંદ્રકુમાર તુરંતજ ત્યાંથી નાઠો અને આવીને ચંદનવાડીમાં પેલા આંબાની બખોલમાં સંતાઈ ગયો. થોડીજ વારે સાસુ અને વહુ ચંદનવાડીમાં પેલા આંબાપર ચઢી કંબાનો પ્રહાર કરીને બોલ્યાં કે અમને વિમળાપુરીમાં લઈ જા. આકાશમાં વિમાન ઊડે તેમ આ આંબો આકાશમાં ઊડ્યો.
વિરમતિ બોલી. ગુણાવલી જો આ ગંગા – અષ્ટાપદ – સંમેતશિખર વૈભાર – અર્બુદાચળ સિદ્ધાચળને ગિરનાર હવે આપણે વિમળાપુરી આવી ગયાં. એટલામાં એક સરસ વનમાં તે આંબો ઊતર્યો. સાસુ ને વહુ આંબા પરથી નીચે ઊતરી આનંદમાં મશગૂલ બની વિમળાપુરી નગર તરફ ચાલ્યાં, તે બન્ને થોડેક દૂર ગયાં એટલે ચંદકુમાર બખોલમાંથી બહાર નીકળી નગર તરફ ચાલ્યો.
રાજા જ્યાં થોડુંક ચાલ્યો તેટલામાં તે રાજયના સેવકો સામા મલ્યા અને બોલ્યા, પધારો આભાપુરના રાજા ચંદ્રકુમાર અમે તમારું સ્વાગત કરીએ છીએ. ચંદ્રકુમાર આ સાંભળીને ચમક્યો. અહીં આટલે દૂર મને ઓળખનાર કોણ છે.?તેથી તે બોલ્યો અરે ! ભલા માણસ હું ચંદ્ર ક્યાં છું? ચંદ્રતો જો આકાશમાં ઊગ્યો. ત્યારે દ્વારપાલ બોલ્યો