Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
૬૪૮
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર-પૂર્તિ.
કે હે ભાગ્યવંત શું કામ તમે તમારી જાતને છુપાવો છો? કારણ કે સૂરજ છાબડે ઢંકાતો નથી. તમે ગભરાશો નહિ. સિહલરાજા ચાતક જેમ મેઘની રાહ જુએ તેમ તમારી રાહ જુએ છે.
ચંદ્ર વિચાર કરવા લાગ્યો કે આ શું? હું સિંહલ રાજાને ઓળખતો નથી. અને અહીં બધા મને ઓળખે છે. ? કાંઈ સમજાતું નથી. માતા વીરમતિ આગળ ચાલ્યાં જશે. હું છૂટો પડી જઇશ. બહુ રડ્ઝકરીશ તો વધારે જાહેરાત થશે. લાભને બદલે હાનિ થશે.
રાજા વિચાર કરે છે તેટલામાં બીજા બે પ્રતિહારીઓ આવ્યા. અને રાજાને નમીને બોલ્યા કે પધારો રાજન ચંદ્રકુમાર ! તમારી રાહ અમારા રાજા આખી રાતથી જોયા કરે છે. આજે ઊંઘ પણ નથી લીધી.
પ્રતિહારી અને દ્વારપાળ બોલ્યા હે ચંદ્રરાજા અમે વધુ કાંઈ પણ જાણતા નથી. સિંહલ રાજાના અમે અંગત માણસો છીએ. તેમણે અમને સાંજે બોલાવીને કહ્યું કે આજે અર્ધરાત્રિ વીત્યા બાદ નગરના દરવાજામાં પહેલાં સ્ત્રીઓ આવશે. અને પછી જે પુરુષ આવે તેને તમારે ખૂબજ આદર સત્કાર સાથે મારી પાસે લાવવો. તે પુરૂ કોઈ સામાન્ય નહિ હોય પણ આભાનગરીનો રાજા ચંદ્રરાજા હશે. હમણાં જ બે સ્ત્રીઓ ગઈ અને તેની પાછળ તમે પધાર્યા. એટલે અમારા રાજાના કહેવા પ્રમાણે તમને અમે ચંદ્રરાજા કહીને બોલાવ્યા. વધુ અમે કાંઈ જાણતા નથી. માટે આપ અમારા સિંહલ રાજા પાસે પધારો, એટલે આ વાતનો ખુલાસો થઈ જશે. ચંદ્રકુમારે વિચાર ર્યો કે માણસો સાથે માથાક્ટ કરવાનો અર્થ નથી, માટે તેમની સાથે ચાલતાં સિંહલ રાજાના મહેલમાં આવ્યો.
ચંદ્રકુમારને દૂરથી આવતાં દેખીને સિંહલ રાજાએ ઊભા થઈને પાસે આવતા ચંદ્ર રાજાને ભેટીને બોલ્યા, “પધારો વીરસેન રાજાના પુત્ર ચંદ્રરાજા ! અમે ચકર જેમ ચંદ્રની રાહ જુએ તેમ તમારી રાહ જોતા હતા. સિંહલ રાજાએ પોતાના આસન પર ચંદ્રરાજાને બેસાડ્યા અને પોતે સામે આસન પર બેઠા.
- ચંદ્રરાજા બોલ્યો હે રાજન ! હું ચંદ્ર રાજા નથી. હું તો એક પરદેશી સામાન્ય માણસ છું. મારું નામ ચંદ્ર ખરું પણ ચંદ્રરાજા નથી, મારે અને તમારે કોઈ ઓળખાણ નથી. તમે કોઈને બદલે કોઈને ભૂલમાં પકડી લો છો. દુનિયામાં આકૃતિ ને નામથી સરખા માણસો ઘણા હોય છે પણ બન્નેના ગુણો જુદા હોય છે જેમ મીઠું ને કપૂર. તમે જે ચંદ્રને શોધો છે તે ભાગ્યશાળી ચંદ્ર બીજો કોઈ હશે, હું તે નથી.
સિંહલ રાજા બોલ્યો તે સજજન! તમે તમારી જાતને છુપાવો નહિ. સામાન્ય અને ઉત્તમ માણસો પરખાયા વિના રહેતા નથી. હવે તમારી જાતને છુપાવવાનું રહેવા ઘે. અને કબૂલ કરો કે હું આભાપુરીનો રાજા ચંદ્ર છે. અમે અમારી ઝંખના પ્રમાણેનું કાર્ય કહીએ. એટલામાં રાજાનો મંત્રી હિસક, કુમાર કનકધ્વજ -રાણી નકાવતી ને વિશ્વાસુ ધાવમાતા કપિલા જાણે સંક્તિ ક્ય ન હોય તેમ વારાફરતી બધાંજ આવી પહોંચ્યાં. આવતાં વેત બધાં જ ચંદ્ર રાજાને હર્ષથી નમ્યાં અને પોતાનાં સ્થાને બેઠાં.
હિસક મંત્રી બોલ્યો, હે ચંદ્રરાજા ! અમે તમને અંધારામાં (ભૂલમાં) ચંદ્રરાજા કહેતા નથી પણ અમે દેવીના