Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી ચંદ્રરાજનું જીવન ચરિત્ર
૬૪૯
વરદાનથી ચંદ્રરાજા તરીકે ઓળખીએ છીએ. જુઓ રાત છે થોડી અને વેશ છે ઝાઝા, રાત તો જવા માંડી છે. આગ્રહ છેડીને કહો કે હું ચંદ્રરાજા છું. એટલે અમે અમારું કામ જ્હીએ. ચંદ્રકુમારે આગ્રહ છેડીને કહ્યું કે તમારું કામ કો. હું આભા નગરીનો ચંદ્રરાજા છું. પણ તમે મને ઓળખ્યો શી રીતે તે કહો.
- હિંસક મંત્રી સિંહલ રાજા ભણી નજર કરીને બોલ્યો કે હે રાજન ! આપણું કામ કો. દાયણ આગળ પેટ સંતાડવાનો કોઈ અર્થ નથી. આ ચંદ્રરાજા ખૂબજ પરોપકારી છે. તેમના સિવાય આપણું કામ કોણ કરે? સિંહલ રાજાએ મંત્રીને વાત કરવાની છૂટ આપી. એટલે હિસક મંત્રીએ વાત આગળ ચલાવી.
અમારે તમારી પાસેથી કાંઈ જોઈતું નથી. પણ જે અમારી મુશ્કેલી છે તે દૂર કરો. જુઓ સામે બેઠો ને રાજાનો પુત્ર નકધ્વજ કુમાર છે. તે પ્રેમલા લચ્છીને પરણવા આવ્યો છે. અમે બધાં તેની જાન લઈ સિંહલપુરથી આવ્યા છીએ. અમારું નગર બહુ દૂર . તેથી તમે થોડીક્વાર માટે ક્નકધ્વજ બનીને પ્રેમલા લચ્છીને પરણીને તે જ્યાં તેને સોંપીને ચાલ્યા જાઓ આટલું જ માત્ર તમારું કામ છે.
ચંદ્રરાજાને આ વાતમાં કાંઈ સમજણ ન પડી એટલે તેણે હિંસક મંત્રીને એકાંતમાં લઈ જઈને પૂછ્યું. કપટ વિના તમે મને બધું સ્પષ્ટ કહો. એટલે મંત્રીએ વાત હી ત્યારે ચંદ્રકુમારે કહ્યું કે એમ કોઇનાં ભાડે લગ્ન થયાં તેવું સાંભળ્યું છે કે જાણ્યું છે? હું પરણુંન્યાને અને સંસાર ચાલે કનકધ્વજ સાથે. ક્નકધ્વજ કુમાર દેખાવે તો પાળો છે પછી વરઘોડે કેમ ચઢાવતા નથી ?
એટલે પછી હિસક મંત્રીએ મૂળથી વાત કહેવાની શરુઆત કરી. સિધુ દેશમાં સિંહલપુરી નામની નગરી નરથરાજા ને નકાવતી રાણી. બન્નેનો સંસાર સુખથી ચાલે છે. પણ રાણીને પુત્ર વગર મનમાં ઓછું આવે છે. તેથી રાજાને ગોત્ર દેવીનું આરાધન કરવાનું કહ્યું. રાજાએ અઠ્ઠમ તપની આરાધના કરી. ગોત્ર દેવી પ્રસન્ન થયાં ને તેની પાસે પુત્રનું વરદાન માંગ્યું. ગોત્ર દેવીએ કહ્યું કે પુત્ર થશે પણ કોઢિયો થશે . રાજા કહે છે કે કેઢિયો પુત્ર શું કામનો ? દેવી કહે છે કે દેવ – દેવી ભાગ્ય પ્રમાણેજ આપે. રાજા કોઈ વધુ વિચાર કરે તે પહેલાં દેવી અદ્રશ્ય થઈ ગયાં.બીજે દિવસે રાજાએ મંત્રીને ક્યું, મંત્રીએ વિચાર ર્યો આગળ સહુ સારાં વાનાં થશે. થોડો સમય થયો ને રાણી ગર્ભવતી થઈ. પૂરા દિવસે પુત્રનો જન્મ થયો. રાજાએ છૂટે હાથે દાન દીધું. રાજાએ પુત્રનું નામ નકધ્વજ પાડ્યું.
થોડાજ દિવસમાં રાજાને ખબર પડી કે પુત્ર જન્મ્યો તો ખરો પણ દેવીના વરદાન પ્રમાણે કેઢિયો. તેથી તેને ભોંયરામાં રાખ્યો બધાં લોકો સુંદર આભૂષણો લઈને રમાડવા આવ્યાં. ત્યારે રાજાએ લોકોને ક્યું કે કુમાર અત્યંત રૂપવાલો છે તેથી તેને કોઈની પણ નજર ન લાગે માટે ભોંયરામાં રાખ્યો છે. તેને બહાર કાઢવાનો નથી.
તેથી લોકો રાજાના ભાગ્યની અને કુમારના રૂપની પ્રશંસા કરવા લાગ્યા. ભોંયરામાં મોટો થતાંને અભ્યાસ કરતાં રાજકુમારની ઉમર સોળ વર્ષની થઈ.
અમારા દેશના કેટલાક વેપારીઓ વિમળાપુરી ગયા હતા. અને તેઓએ ત્યાંના રાજા મકરધ્વજને ઉત્તમ ભેટનું