Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી ચંદ્રરાજાનું જીવન ચરિત્ર
કૂકડે ને ગુણાવલી આંસુ સાથે છૂટાં પડયાં. પ્રધાને પાંજરું લાવી વીરગતિને આપ્યું. ને વીરમતિએ તે પાંજરું શિવકુંવરને આપ્યું, નાટક્તિાએ વીરમતિનાં અનહદ વખાણ ક્ય. શિવકુંવર ને શિવમાળા કૂવે મળતાં ખૂબજ આનંદ પામ્યાં. પાંજરાને પોતાનાં ઉતારે લાવી શય્યા પર મૂકી તેની સામે બે હાથ જોડી બોલ્યાં. અમે તમારાં સેવ છીએ . તમે મનમાં કાંઈ પણ ઓછું ન લાવશો. આ પછી શિવમાલા રોજ કૂડાની અપૂવ ભક્તિ કરતી હતી. તેની આગળ મૂકીને જ ખાતી હતી.
ગુણાવલી પાંજરું જતાં, પોતાનો સ્વામી જતાં સાવ હતાશને નિરાશ થઈ. મહેલ ઉજજડ લાગ્યો ને જીવન આકરું લાગ્યું. શું આ નટ લોકો મારા નાથને સાચવશે? કે પછી હજારોનું દાન આપનારને ભીખ મંગાવશે ?તેથી ગુણાવલીએ ચંદ્રરાજાના ભકત સામંત રાજાઓને ચંદ્રરાજા કૂકડો થયા છે. અને નાટકિયાઓને સોંપાયા છે. તેની સાચવણી રાખવા માટે ખાનગી સૂચના આપી રવાના ક્ય. આ સામંત રાજાઓ નાટક્યિાંને મલ્યા. અને કુકટ રાજાની રક્ષા કરવા સૈનિક બન્યા. અને તેમના સાથમાં જોડાયા.
વહેલી પહોરે નાટકિયાંનો મુકામ ઊપડયો.વાજિત્રો વાગ્યાં. ગુણાવલી અદ્ધર સ્વાસે મહેલની અગાસી પર ચઢીને નજર પહોંચે ત્યાં સુધી શિવમાલાના મસ્તકે રહેલા કૂકડાને જોયો. તે દેખાતો બંધ થતાં આંખે અંધારાં આવ્યાં. ને એકદમ જમીન પર પટકાઈ પડી. ઘણી વાર પછી શુદ્ધિ આવતાં સખીઓએ સમજાવી શાંત કરી. તેટલામાં રાજમાતા વીરમતિ આવી હેવા લાગી ગુણાવલી મારા અને તારા વચ્ચે ડખલ હતી તે ટળી ગઈ. ચંદ્ર ને મારે દૂર કરવો હતો. અને નાટક્ષિાએ માંગ્યો એટલે મેં તેને આપી દીધો. એટલે હવે જોવોય નહિ ને દાઝવું નહિ. ગુણાવલીને સાસનું આ વચન ઘણું આકરું લાગ્યું પણ હાજી હાર્યા વિના છૂટકો નહોતો તેથી મન વિના પણ હાજી હાજી કરવા માંડી, વીરમતિ એ માન્યું કે વહુખરેખર આજ્ઞાધારીને ભોળી છે. હું કહું તે બધું બૂલ કરે છે. વીરમતિ પોતાના મહેલે ગઈ અને ગુણાવલી ચંદ્રના વિરહમાં બળવા લાગી. પછી તેણે ધીરેધીરે પોતાનું જીવન તપને ધ્યાનમાં પરોવ્યું ખરેખર ધર્મજ દુખનું ઔષધ છે. શિવકુંવર નટનો કાફ્લો એક રાજાના કાફલા જેવો બન્યો. કારણ કે કૂડાનું પાંજરું રહેતું તેની આસપાસ ચામરો વીંઝાતાને ઘણી ખમ્માના પોકારો થતા. નટો ગામોગામ નાટકો કરતા જે જે ભેટે મળતી હતી, તે બધી પ્રથમ તેઓ કુકકુટ રાજાને ધરતા અને પછી જ તેઓ તેનો ઉપયોગ કરતા.
આ પ્રમાણે સતત પ્રયાણ કરતાં નાટક્યિાંનો કાફ્લો પૃથ્વી ભૂષણનગરમાં આવ્યો. નગરના રાજા અરિર્મદને જાણ્યું કે કૂકડે એ ચંદ્રરાજા છે. એમ જાણી તેની ભક્તિ કરી. ખૂબ ભેટો આપી ખુદ રાજા તેઓને વળાવવા ઘણે દૂર સુધી ચાલીને ગયો.
આ પછી નાટક્યિાં સિંહલદ્વીપ આવ્યાં. અહીના રાજાની રાણીએ નાટક્યિાં પાસે કૂકડાની માંગણી કરી. નાટકિયાઓએ કૂકડો આપવાની સાફ ના જણાવી. આના પરિણામે રાજા અને નાજ્યિાંઓ વચ્ચે યુદ્ધ થયું. પરંતુ ચંદ્રરાજાના પ્રતાપે નાટક્યિાં જીત્યાં. તેમને સિહલમાં રાજ્ય કરવું જ નહોતું. એટલે દંડ લઈને તેઓને રાજય સોંપી આગળ ચાલતાં પોતનપુર નામના નગરમાં આવ્યાં.