Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી ચંદ્રરાજાનું જીવન ચરિત્ર
૬૭૫
આભાપુરીમાં પહોંચી. વીરમતિ ચંદ્રને મારવા માટે ગઈ હતી ત્યારથી બધા લોકો ઉદાસ હતા પણ વીરમતિના મૃત્યુથી આનંદ પામ્યા.વીરમતિના મૃત્યુને આભાનગરીએ શેકથી નહિ પણ આનંદથી ઊજવ્યું. સુમતિ મંત્રી અને ગુણાવલીને હર્ષ થયો. સુમતિ મંત્રીએ પ્રજાના આગેવાનોની સહી સાથે એક વિનંતી પત્ર તૈયાર ર્યો. ને મુખ્ય માણસ સાથે વિમલાપુરી મોલ્યો.પતિનું માનવ થવું અને વીરમતિનું મૃત્યુ થયું આ બેથી ગુણાવલીને સુખ થયું પરંતુ મિલન વગર બધું નકામું લાગે છે ને આંસુ સારે છે. તેને રદ્ધી જોઈ પોપટ રડવાનું કારણ પૂછે છે. રાણી ગુણાવલી કહે છે કે પતિ પરદેશ ગયો છે. તેની પાસે જઈ શક્તી નથી અને મારો કોઈ વિશ્વાસુ માણસ નથી કે મારા પતિને સંદેશો પહોંચાડે. પોપટ બોલ્યો મને સંદેશો લખી આપો . હું પહોંચાડીશ.
ગુણાવલી કાગલ લખતાં લખતાં રતી હતી. તેથી કાગલમાં આંસુઓ પડતાં હતાં, તેવો કાગલ લઈને પોપટ ગયો. રાજાને કાગલ આપ્યો. રાજાએ અક્ષર ન ઊક્લતાં ગુણાવલીના ભાવો વાંચ્યા. આ કાગલ વાંચી ચંદ્રરાજાએ આભાપુરી જવાનો નિર્ણય ર્યો. એક વખત ચંદ્રરાજાને ગમગીન જોઈ પ્રેમલાએ પૂછયું “ હે નાથ ! તમે કેમ ઉદાસ ને વિચારમગ્ન છે.? ચંદ્ર બોલ્યો મને મારી ગુણાવલી અને આભારંગરી યાદ આવે છે. તે સૂની પડી છે. તેથી હું ત્યાં જવા માંગું છું. પ્રેમલાને સ્વસુર ભૂમિ જોવાના કોડ હતા તેથી તેણે પણ સંમતિ આપી.
ચંદ્રરાજાએ મકરધ્વજને કે હે રાજન ! હું આભાનગરીએ જવા માગું છું. મારી પ્રજા રાહ જુએ છે તેથી ત્યાં જવા માટે મને રજા આપો. મકરધ્વજે ન જવા દેવા ધણો આગ્રહ ર્યો પણ ચંદ્ર ન રોકાયો એટલે સંમતિ આપી. ચંદ્રરાજા આભા જવા તૈયાર થયા એટલે પ્રેમલા પણ જવા તૈયાર થઈ. મકરધ્વજ રાજાએ ચંદ્ર રાજાને ખૂબ જ દાયજો આપ્યો. નોકર – પરિવાર અને સોના-મોતી હીરાના ઢગ આપ્યા. પ્રેમલાને સહુએ વિદાય આપી. આ પછી ચંદ્રરાજા અનુક્રમે પ્રયાણ કરતાં પોતનપુર આવ્યા. પોતનપુર તેજકે જ્યાં કૂફડાપણામાં રહેલા ચંદ્રરાજાને અને લીલાવતીને સંવાદ થયો હતો. લીલાવતીનો પતિ પરદેશથી આવી ગયો હતો. તેથી તેનું કુટુંબ આનંદમાં હતું.લીલાવતીએ પતિની આજ્ઞા લઈ ચંદ્રરાજાને પોતાના ઘેર આમંત્રણ આપ્યું. બહેન ભાઈને ભોજન આપે તે રીતે તેને જમાડયો અને ચંદ્ર પણ લીલાવતીને નાની બહેન માની ખૂબજ દાયજો આપ્યો.
ત્યાં રાત્રિમાં ગામની બહાર તંબૂમાં દેવે સ્ત્રીનું રૂપ લઈ તેના શિયલની પરીક્ષા કરી. પછી દેવ પ્રશંસા કરી દેવ લોકમાં ગયો .
ચંદ્રરાજાએ પોતનપુરથી પ્રયાણ ક્યું. ગામે ગામ પોતાના પ્રભાવ જમાવી માર્ગના રાજાઓને વશ કરી તેની ભેટો સ્વીકારતાં ૭/સીઓને પરણ્યા. અને અનુક્રમે આભા નગરી આવ્યા. આભાનગરીમાં ચંદ્રરાજાનો પ્રવેશ ઉત્સવ ઊજવાયો. ઘેર ઘેર ધજાઓ ને મોતીના સાથિયા પુરાયા. સૌનાં હૈયાં હર્ષિત બન્યાં. સુમતિ પ્રધાન અને ગુણાવલીનો હર્ષ હદયમાં પણ ન માયો. ચંદ્રરાજાએ રાજ્યની લગામ હાથમાં લીધી. પ્રજાને ખૂબજ સુખી બનાવી. ગુણાવલીને સાતસો સ્ત્રીઓની પટરાણી બનાવી. સાતસો સ્ત્રીઓ સગી બહેનની જેમ પ્રેમથી સાથે રહેવા લાગી. તેમાંય પ્રેમલા ને ગુણાવલી સગી બહેનોની માફક વિશેષ પ્રકારે પરસ્પર હેત રાખવા લાગી. ચંદ્રરાજા સાથે સંસાર સુખ ભોગવતાં તે બન્નેને એક એક પુત્ર રત્નનો જન્મ થયો. રાજાએ ગુણાવલીના પુત્રનું ગુણોખર નામ પાડયું અને પ્રેમલાના પુત્રનું