Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
૪૦
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર-પૂર્તિ.
સમરસિંહ -(સમરશા) નો ઉદ્ધાર.
સંવત તેર કરેરે; સમરોશા ઓસવાલ; ન્યાય વ્યવિધિ શુક્લારે. પન્નરમો ઉદ્ધાર હો જિનજી. ભક્તિ હૃદયમાં ધારજોરે, અંતરવૈરી વારજોરે, તારજો દીન દયાળ.–૩–વીરવિજયજીત–નવાણું. પ્ર પૂજા.
જે સમયે પાટણનામના નગરમાં અલાઉદ્દીન નામના બાદશાહનું રાજય હતું. તે વખતે પાટણમાં સુલતાનનો માનીતો અલપખાન નામે સૂબો હતો. તે સૂબો નગરના સર્વ લોકોનો નાયક હતો. શ્રેષ્ઠ દેશલનો પુત્ર સમરસિંહ આ સુબાની હંમેશાં સેવા કરતો હતો. અલપખાન પણ તેના ગુણોથી પ્રસન્ન થઈ પોતાના ભાઇની પેઠે તેના પર પ્રીતિ રાખતો હતો. કારણ કે ગુણો જ મનુષ્યોના ગૌરવનું કારણ બને છે.
હવે એક દિવસ એવું બન્યું કે દુષમકાળના પ્રભાવથી અથવા પૃથ્વી પરના સર્વ પદાર્થો અસ્થિર હોવાથી કે લ્યાણકનાં ક્ષેત્રો હંમેશાં વિબોથી ભરપૂર હોય છે તેથી, શ્રી શત્રુંજય તીર્થના નાયક શ્રી આદિનાથ ભગવાનની પ્રતિમાનો દૈવયોગે પ્લેચ્છો (મુસલમાનો) ના સૈન્યએ નાશ ર્યો. કાનમાં શૂળ ભોંક્યા જેવી આ વાત સાંભળી ત્યારે સર્વે સમક્તિ ધારીઓનાં મન એકદમ પરાધીન થયાં. જેથી તેઓને પોતાના સ્વરૂપનું ભાન ન રહ્યું. કેટલાક મનમાં દુ:ખી થયા. કેટલાકે અનશન ક્ય. કેટલાક અશ્રુઓ ઊભરાતી આંખો વડે રવા લાગ્યા. આ પછી સમરસિંહનો પિતા દેશલ પોતાના ગુરુ શ્રી સિદ્ધસૂરિ પાસે ગયો. અને ત્યાં તીર્થમાં પ્લેચ્છ લોકોએ કરેલ કાર્ય (ભંગનું) જ્હી સંભળાવ્યું. તે સાંભળી શાસ્ત્રજ્ઞાનના સમુદ્ર એવા શ્રી સિદ્ધસૂરિએ કહ્યું કે “હે શ્રેષ્ઠ તું ખેદ ન કર. સંસારની સ્થિતિ આવી જ હોય છે. આ સંસાર છે. સંસારની સર્વ વસ્તુઓ ક્ષણમાં નાશ પામનારી છે. આ સમયે મનમાં એવો વિચાર કરવો કે જે પુરુષ આદિનાથ ભગવાનના તીર્થનો ઉદ્ધાર કરાવશે તેજ ખરો ધનવાન હોવા છતાં ધન્યવાદને પાત્ર ગણાશે. કારણ કે આ તીર્થ સદા શાશ્વત છે. સમુદ્રમાં જેટલાં જલબિંદુઓ હોય તેટલા આ તીર્થના ઉદ્ધારો થયા છે માટે હવે તો તીર્થના ઉદ્ધાર કરનારને જ શોધી કાઢવો જોઈએ.
ગુરુના આ વચનને સાંભલીને દેશલ બે હાથ જોડી બોલ્યો કે આ પર્વત આવું મહાન તીર્થ છે. એમ મેં હમણાં જ જાણ્યું. માટે હે પ્રભુ! હું પોતેજ આ તીર્થનો ઉદ્ધાર કરાવીશ. કેમ કે હમણાં મારી પાસે બધી જ સામગ્રી છે. ભુજા બળ– ધનબળ-પુત્રબળ –મિત્રબળ-રાજબળ અને ઉત્તમદાન-શક્તિ છે.તો પણ આપનું કૃપા બળ જો મને સહાય કર્તા થાય તો હું આ તીર્થનો ઉદ્ધાર કરાવું. તે વખતે શ્રી સિદ્ધરિએ કહ્યું કે ધર્મ કાર્યમાં ગુરુની કૃપા સદાય સહાય કરનારી હોય છે. માટે હે દેશલ ! તું આ તીર્થનો સત્વર ઉદ્ધાર કરાવ. કેમકે આ કહેવત જગત પ્રસિદ્ધ છે. કે ધર્મની ગતિ ઉતાવળી હોય છે. તેથી ધર્મનાં કાર્યો તરત જ કરવાં જોઈએ. પછી દેશલ ગુરની કૃપા મેળવી ઘેર ગયો. અને પોતાની મને કામના પુત્ર – સમરસિંહ આગળ નિવેદન કરી.સમરસિંહ પણ કાનને અમૃત જેવું પિતાનું વચન સાંભળી અત્યંત