Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શત્રુંજય-પવૃત્તિ-ભાષાંતર-પૂર્તિ.
જેઓ સર્વ સિદ્ધાંતરૂપ અગાધ મહાસાગરમાં નૌકાસમાન હતા તે વિનયચંદ્ર નામના આચાર્ય જેઓ બૃહદ ગચ્છરૂપી આકાશમાં ચંદ્રસમાન હતા તેવા રત્નાકર સૂર. દેવસૂરિ ગચ્છના પદ્મચંદસૂરિ. શ્રી ખંડેરક ગચ્છના શ્રી સુમતિસૂરિ, ભાવડારક ગચ્છના વીરસૂરિ. શ્રીસ્થારાપદ્મ ગચ્છના સર્વદેવસૂરિ, શ્રી બ્રાહ્મણ ગચ્છના શ્રી જગતસૂર, નિવૃત્તિ ગચ્છના શ્રીમાન આદેવસૂરિ, શ્રી નાણક ગચ્છના સિદ્ધસેનસૂરિ, બૃહદગવાલા ધર્મઘોષસૂર, શ્રીમાન નાગેન્દ્રગચ્છના શ્રી પ્રભાનંદસૂરિ અને શ્રી હેમચંદ્રાચાર્યની પરંપરાને પાવન કરનારા શ્રી વસેનસૂરિ. આ સિવાયના બીજા ઘણા ગોના આચાર્ય ભગવંતો હતા. તેમજ ચિત્રકૂટ-વાલાક–મારવાડ–માળવા વગેરે પ્રદેશોમાં જે પદસ્થ મુનિઓ વિચરતા હતા તેઓ સર્વે પણ તે સંઘમાં આવી મલ્યા.
૬૯૦
તે વખતે ગુજરાતની ભૂમિ ઉપરના જે જે શ્રાવકો હતા તેઓમાંનો કોઇ પણ શ્રાવક સમરસિંહ ઉપરના પ્રેમને લીધે સંઘમાં આવવા માટે પાળે પડયો ન હતો. એ પ્રમાણે સમગ્ર દેશોના સંઘો આ સંઘને ભેગા થતા હતા.
બીજી તરફ સમરસિંહે રાજમહેલમાં જઇ અલપખાનની સંમતિ લેવા માટે મોટી ભેટ રજૂ કરી એટલે ખાનસાહેબે પ્રસન્ન થઇ ઘોડાની સાથે એક તસરીફા અર્પણ કરી, તે પછી સમરસિંહે પોતાના સ્વામી ખાનસાહેબ પાસે દુષ્યને શિક્ષા કરવામાં સમર્થ કેટલાક જમાદારોની માંગણી કરી, એટલે ખાનસાહેબે સંઘની રક્ષા કરવા માટે મોટા અમીરવંશના ધીર અને વીર એવા દશ જમાદારો આપ્યા. તેઓને સાથે લઇ સાધુ સમસિંહ દેશલને મલ્યો. સાધુ સહજપાલનો પુત્ર સોમસિંહ સંઘની પાછળ રક્ષણ કરવા માટે રહેવા લાગ્યો. ભરત ચક્રવર્તીની પેઠે જેના હાથમાં ચપ્નું લાંછન શોભી રહ્યું હતું. એવો સમરસિંહ સર્વેને ભોજન આચ્છાદન વગેરેની સગવડ કરતો સાથે રહેતો હતો. તેની આગળ પાછળ ઘોડે સવારો દોડતા હતા અને આગળના ભાગમાં ધનુર્ધારીઓની મોટી ટોળી આગળ ધસ્યે જતી હતી. સંઘમાં વસ્તી અને વાહનો ખૂબ જ હોવાથી ચાલતો માણસ જ્યારે છૂટો પડી જતો હતો ત્યારે સ્થાન પર પહોંચતા સુધીમાં ભેગો થઇ શક્યો ન હતો.
આ રીતે આવો વિશાલ ચતુર્વિધ સંઘ ગામોગામ અને નાનાં-મોટાં તીર્થોનાં દર્શન–વંદન પૂજન કરતો પીપરાળી નામના ગામમાં આવ્યો. ત્યાં પ્રાણીઓના પુણ્યસત્રસમાન શ્રી શત્રુંજ્ય પર્વતને જોઈને અમૃતમાં મગ્ન થયો હોય તેવો થયો. અને દર્શનના આનંદમાં સંઘ જમણ માટે લાપશી કરીને સંઘને જમાડયો, અને તે ગિરિરાજનાં દર્શનથી દેશલ ને સમરસિંહ અગણિત યાચકોને મોટું દાન આપ્યું. પછી બીજે દિવસે તીર્થનાં દર્શનની ઉત્કંઠાથી ત્યાંથી વેગપૂર્વક પ્રયાણ કરીને શ્રી શત્રુંજ્યની તળેટીમાં જઇ પહોંચ્યા. ત્યાં પર્વતની નજીકમાં જ લલિતાદેવીએ બંધાવેલા સરોવરને કાંઠે સમરસિંહે સંઘના પડાવ માટે અનેક પ્રકારના તંબુઓ બંધાવી દીધા.
જેટલામાં દેશલ હજુ વિમલાચલ ચઢ્યો ન હતો તેટલામાં વધામણી આપનારા એક માણસે આવી સમાચાર આપ્યા કે દેવગિરિથી સહજપાલ અને સ્તંભન તીર્થથી સાહણ સંઘની સાથે અહીં આવે છે એટલે સંઘનાયક સમરસિંહ સંધની ભક્તિ અને ભાઇના સ્નેહને લીધે સામે ગયો અને મલતાં બન્ને ભાઇઓને ભેટી પડયો. બીજી તરફ સમરસિંહના બન્ને ભાઇઓએ તેને આલિંગન આપીને આશીર્વાદ આપ્યો કે હે ભાઇ તું ! દીર્ઘકાળ પર્યંત સંઘપતિપણાનું પાલન કર. સ્તંભન તીર્થના સંઘમાં જે આચાર્ય ભગવંતો છે તેઓને સમરસિંહે વંદન કર્યું, પછી ભાઇઓ સાથે તે સંધમાં ગયો.