Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર-પૂર્તિ.
અને રૂપમતીનું સખીપણું જન્મથી હતું. પણ પરણતાં શક્યો થતાં એક બીજાનાં કાયમ માટે બ્દિો જોઈ લડવા લાગી,
એક વખત તિલકપુરીના રાજાને કોઈએ સુંદર કાબર ભેટ કરી. આ કાબર રાજાએ તિલકમંજરીને મોક્લી. તિલકમંજરી રોજ રોજ તેને રમાડતી હતી અને મીઠા સ્વરે વાતો કરતી હતી. તિલકમંજરી આ કાબર સાથે રૂપમતીને વાત પણ કરવા દેતી નહોતી. આથી રૂપમતીએ પોતાના પિતા પાસે તેના જેવી કાબર મંગાવી. તેણે જેવી મંગાવી તેવી ન મલી એટલે તેના પિતાએ કોશી નામનું એક પક્ષી મોલ્યું. તિલકમંજરી કાબરને અને રૂપમતી કોશીને રમાડતી હતી. આ બન્ને પક્ષીઓને પાળનારા માણસો પણ જુદા જુદા રાખ્યા હતા.
- એક વખત આ બન્ને રાણીઓ વાદવિવાદમાં ચઢી. તિલકમંજરી કહે મારી કાબર સારી રૂપમતી હે મારી કોરી સારી. બન્નેએ પોતાના પક્ષી માટે મીઠું બોલવાની શરત લગાવી, કાબરે ખૂબ ખૂબ મીઠા શબ્દ ક્ય. પણ કોશી એક શબ્દ પણ બોલી શકી નહિ. તિલકમંજરીએ રૂપમતીને ચીડવી. તારી કોશી મારી કાબરના હજારના ભાગે આવે તેવી છે ખરી ?
રૂપમતી – ડાહી – શાણી ને ધર્મી હોવા માં ભાન ભૂલીને કેશીને ખૂબ મારી ને તેનાં પીંછાં તોડી નાખ્યાં. કોશીના રક્ષકે તેને રોકી તો પણ તે ન માની. પરિણામે કોશી તરફડીને મૃત્યુ પામી પણ મૃત્યુ પામતાં તેની દાસીએ તેને નવકાર મંત્ર સંભળાવ્યો. ને રૂપમતીને આવા કામ બદલ ખૂબજ ઠપકો આપ્યો.આ પછી રૂપમતીને વારંવાર પસ્તાવો થયો. મેં પક્ષીનો જીવ લીધો તે ઠીક ન કર્યું. પછી તિલકમંજરીએ રૂપમતીના આ કાર્યને લોકોમાં જાહેર કરી તેની અને જૈન ધર્મની ખૂબ જ નિદા કરી.
આ પછી રૂપમતીએ તિલકમંજરી સાથે શરત કરવાનું છેડી દીધું. ને ધીર સ્વભાવ કેળવી ઘણું સુકૃત ઉપાર્જન
હે રાજન ! આ કોશી તે વીરમતિ રાણી થઈ. કોશી પક્ષી ત્યાંથી મરી ગગનવલ્લભરાજાની પુત્રી વીરમતિ થઈ. અને વીરસેન રાજાને પરણી. અને હે રાજન ! રૂપમતી હતી તે તું પોતે ચંદ્ર થયો. તિલકમંજરી હતી તે પ્રેમલા કચ્છી બની. (આળ આપનાર) સાધ્વીજીને ગળે ફાંસો ખાતાં અટકાવનાર સુરસુંદરી તે ગુણાવલી. ગળે ફાંસો ખાવા તૈયાર થયેલ સાધ્વી તે નકધ્વજ.કોશી પક્ષીનો રક્ષકને સુમતિ મંત્રી, કાબરનો રક્ષક તે હિસક મંત્રી.તિલક મંજરી અને રૂપમતીનો વર સૂરસેન તે શિવકુમાર નટ. રૂપમતીની દાસી તે શિવ માલા. અને કાબરનો જીવ તે કપિલા ધાવમાતા.
હે રાજન! તે આગલા ભવમાં કોશીની પાંખો ઉખેડી નાંખી હતી તેથી વીરમતિએ આ ભવમાં તને પંખી બનાવી વેર લીધું. તિલકમંજરી એ પૂર્વભવે સાધ્વીને ખોટું આળ આપ્યું હતું. તેથી આ ભવે સાધ્વીનો જીવ – નધ્વજ રાજપુત્ર કોઢિયા રૂપે થઈ પ્રેમલા લચ્છી બનેલ તેને વિષ ન્યાનું આળ આવ્યું.
પૂર્વભવમાં કોશીના રક્ષકનું રૂપમતી આગળ ન ચાલ્યું તેમ આ ભવમાં ગુણાવલીનું વીરમતિ આગળ કાંઈ ન ચાલ્યું. મરતી કોશીને રૂપમતીની દાસીએ નિજામણા (આરાધના) કરાવી હતી. તેથી કોશીમાંથી બનેલ વીરમતિએ