Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી
શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર-પૂર્તિ.
હવે આપણી ખાણમાંથી પ્રતિમા માટે પાટે ગ્રહણ કરનાર પાસે જે કર લેવાય છે. તેનો પણ હું આજથી ત્યાગ કરું છું. અને આ કાર્યમાં જે કંઇ જોઇએ તે સર્વમાં હું પોતે જ સહાય કરીશ. એમ કહી તે રાજા સમરસિંહના માણસો ને તથા પાતાક મંત્રીને સાથે લઇ આરસ પહાણની ખાણ ઉપર ગયો.ત્યાં જઇ આરસની પાટે કાઢનાર માણસોને પોતાની પાસે બોલાવી ભેગા ર્ષ્યા, અને સન્માન પૂર્વક પ્રતિમા માટેની શિલા કાઢવાના મૂલ્યની આંણી કરાવી. તે સમયે કારીગરોએ પોતાની ઇચ્છાનુસાર જે દ્રવ્યની માંગણી કરી તેના કરતાં અધિક દ્રવ્ય આપવાની મહીપાલ રાજાએ ખુશી બતાવી. તેપછી શુભવારે શુભ મુહૂર્તો ને શુભ નક્ષત્રે મહીપાલ રાજાએ વખાણની પૂજા કરી. અને બિંબ માટેની શિલા કાઢવાનો આરંભ ર્યો . તે વખતે સમરસિંહના માણસોએ ભોજન, સુવર્ણ અલંકારો, વસ્ર– તાંબૂલ વગેરે આપીને કારીગરોને પ્રસન્ન કર્યા. બીજી તરફ મહોત્સવ ચાલુ કરીને યાચકોને ઇક્તિ દાન આપ્યાં. યોગીઓ – ભિક્ષુકો – અનાથ માણસો માટે ચિંતામણિ સમાન સાર્વજનિક સત્રાલયો (અન્નક્ષેત્રો ) તેઓએ ખુલ્લાં મૂક્યાં. પછી મહીપાલ રાજા પોતાના મંત્રીને ત્યાં રાખીને પોતાનું નગર ત્રિસગંમપુર છે ત્યાં પાછો આવ્યો. મહીપાલરાજા અને સમરસિંહ હંમેશાં મોક્લેલા માણસોના જવા આવવાથી ત્યાંની ખબર મેળવતા હતા.
૪
બીજી તરફ કારીગરોએ અત્યંત ઉત્સાહ પૂર્વક ખાણ ખોદતાં થોડાજ દિવસમાં એક શિલાપાટ બહાર કાઢી. પાણીથી ભીની કરીને જોતાં તેના મધ્યભાગમાં એક સીધી ફાટ જોવામાં આવી. આ સમાચાર સમરસિંહને મલતાં માણસો દ્વારા સમાચાર કહેવડાવ્યા કે બીજી નવી શિલા ઢાવો. ફરીથી કારીગરોએ એક્દમ ઝડપથી શિલા કાઢવા જતાં બીજી શિલા પણ બે કટકાના રૂપમાં જ બહાર આવી. તે જોઇને રાજાનો મંત્રી અને સમરસિંહના માણસો ખિન્ન થયા. અઠ્ઠમ તપ કરવાનો નિશ્ચય કરી દર્ભના આસન ઉપર સંથારો ર્યો. તે પછી ત્રીજી રાત્રે શાસનદેવતા તથા કપયક્ષ પ્રગટ થઇને મંત્રીને હેવા લાગ્યા. હે મંત્રીશ્વર તું સર્વ શ્રાવકોમાં શિરોમણિ છે. અને જૈનધર્મનો જાણકાર છે. છતાં તેં આવું અજ્ઞાનીના જેવું આચરણ કેમ ર્ક્યુ ? અમે બન્ને તારા સાધર્મિક છીએ છતાં તેં અમારું સ્મરણ પણ કર્યું નહિ. અને આ કાર્યનો પ્રારંભ ર્યો . શું આમ કરવું તને યોગ્ય હતું. ? જો કે આ કાર્ય સિદ્ધિમાં તો સમરસિંહનું ભાગ્ય સતત અવિચ્છિન્ન ને જાગૃત છે. તો પણ હવે તમે આ પ્રદેશમાંથી બિંબશિલાને બહાર કાઢો.આમ કહીને તે સ્થાન બતાવીને ક્ષણવારમાં તે બે દેવો અંતર્ધ્યાન થયા. બીજે દિવસે સવારે મંત્રીએ તથા સમરસિંહના સેવકોએ અઠ્ઠમ તપનું પારણું કર્યું.
તેઓએ બતાવેલા સ્થાને કારીગરોએ આનંદપૂર્વક ખોદવા માંડયું. એટલે તે સ્થલે તુરતજ દેવતાના પ્રભાવથી કારીગરોના હાથોનો સ્પર્શ થતાંજ એકશિલા બહાર આવી. એ શિલા ચંદ્રનાં કિરણો જેવી સ્વચ્છ અને સ્ફટિક મણિના જેવી ઉજજવળ હતી સમરસિંહનું પ્રત્યક્ષ પુણ્ય હોય તેવી દેખાતી હતી. કારીગરોએ તે શિલાને પાણીમાં પલાળીને જોઇ અને નિર્દોષ હોવાનો નિશ્ચય કર્યો. તેમાંથી તેઓએ બિંબને યોગ્ય એવી એક પાટ ઘડી કાઢી. તે સમયે મંત્રીશ્વરે
આ સમાચાર માણસો દ્વારા સમરસિંહ તરફ મોક્લી આપ્યા. તે માણસે પાણ જઇને દેશલને તથા તેના પુત્રને શિલાપાટની સિદ્ધિ વિષે વધામણી આપી. તે સાંભળી દેશલે પણ વધામણી લાવનારા માણસને બે રેશમી વસ્ર–સુવર્ણના દાંત અને સુવર્ણની જીભ ભેટ આપી. અને પછી ચતુર્વિધસંઘના મોટા મોટા માણસોને ભેગા કર્યા અને મહોત્સવનો આરંભ કર્યો ને સહુને પહેરામણી કરી સ્વાગત કર્યું. સ્તુતિપાકો અને યાચકોને દાન આપીને સંતોષ્યા. આ પ્રમાણે વધામણું કરી દેશલે સંઘની સમક્ષ બે હાથ જોડી વિનંતિ કરી. સંઘના આદેશની કૃપાથી મૂળનાયની મૂર્તિ માટે એક