Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
૬૪૨
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર-પૂર્તિ.
ለለለለለለለለለ ለለለለለለለለለ
isss
શ્રી ચંદરાજાનું ચરિત્ર ચંદરાજા - કૂકો બની પાછો ચંદરાજા બને છે.
SSS
આભા એટલે કાંતિ-જાણે તેજની નગરી ન હોય તેવી આભાપુરી નામની નગરી હતી. આ નગરીનો પરાક્રમી સદ્ધયી-વૈભવી ને સત્વશાળી વીરસેન નામનો રાજા હતો. એને રૂપવતી–બુદ્ધિશાળી ને તેજસ્વી વીરમતિ નામે રાણી હતી. રાજા રાણી બને સુખશાંતિપૂર્વક રહેતાં હતાં.
એક વખત આભાપુરીમાં એક ઘોડાઓને વેચનારો એક સોદાગર આવ્યો. તેણે સભામાં આવી રાજા પાસે પોતાના વેગીલા ને તેજીલા ઘોડાઓનું વર્ણન કર્યું. રાજાઓ હંમેશાં શિકારના શોખીન હોય છે. સાથે જ તેઓ ઘોડાઓના પણ શોખીન હોય છે. તેથી વીરસેન રાજાએ નગરની બહાર આવીને બધા ઘોડાઓ જોયા. આ બધાજ ઘોડાઓ સુંદર હોવાથી રાજાને ગમ્યા, અને મોં માંગું મૂલ્ય આપી બધાજ ઘોડાઓ ખરીદી લીધા. વેપારીને આનંદ પમાડી તેને તેના ગામે વિદાય ર્યો. રાજાને આ બધા ઘોડામાંથી એક ઘોડો ખૂબ જ ગમ્યો. તેને પોતાના માટે જ અનામત રાખ્યો.
એક દિવસ રાજા થોડાક પરિવાર સાથે ઘોડા પર બેસી શિકાર કરવા નીલ્યો. એક સુંદર હરણ જોઈ રાજા તેનો શિકાર કરવા તેની પાછળ પડયો. હરણ આગળ ને રાજા પાછળ. વધુ દૂર જતાં રાજાએ ઘોડાને ઊભો રાખવા લગામ ખેંચી ત્યારે ઘોડો ડબલ જોરથી દોડવા માંડયો. રાજાએ વિચાર્યું કે હરણ દેખાતું નથી. પરિવાર દૂર થઈ ગયો છે અને જંગલ અજાણ્યું છે. આમ ક્યાં સુધી આગળ જઇશ. છેવટે રાજાએ કંટાળીને વડની ડાળ પકડવા માટે રાજાએ બેય હાથે પકડેલી લગામ છોડી દીધી. એટલે ઘોડો તરત જ ઊભો રહ્યો. એટલે રાજા સમજી ગયો કે આ ઘોડો વક્રગતિવાળો છે. રાજાએ ઘોડા પરથી નીચે ઊતરી ઘોડાને એક ઝાડ સાથે બાંધી આમતેમ ફરવા લાગ્યો.
- વીરસેને ઝાડની પાસે એક વાવ દેખી. રાજા થાક્યો હતો અને ધૂળથી ખરડાયો હતો. તેથી કપડાં કાઢી વાવમાં નહાવા પડયો. ખાન કરી કપડાં પહેરીને વાવમાંથી પાછા નીકળતાં તેણે એક જાળી જોઈ. રાજાએ આ જાળી ઉધાડી અંદર ગયો. ત્યાં સુંદર બગીચો દેખ્યો તેથી તલવાર લઈને આગળ વધ્યો. તેટલામાં એક ઝાડ નીચે કોઈ જટાધારી યોગી ૐ સ્વાહા ૐ સ્વાહા ફટ ફટ વગેરે મંત્રો બોલતો હતો. અને બાકળા ઉછાળતો હતો. તેની નજીકમાં જ બાંધેલી સોળ વર્ષની એક છોકરી “હે આભાપુરીના નરેશ ! શું હું તમને મલ્યા વિના જ મરી જઈશ? હે નાથી મારી મદદે આવો.” રાજા આ અક્ષરો સાંભળી ચમક્યો અને યોગી પાસે જઈ બોલ્યો, “હે ઢોંગી આ શું માંડ્યું છે? આ છોકરીને કેમ બાંધી છે? ઊભો થા અને આને છોડી દે.” આ શબ્દ સાંભળી યોગી ધ્રૂજવા લાગ્યો. ફટ ફટ શબ્દ બંધ થયો. તેનું શરીર કંપવા લાગ્યું. રાજા તેને યમરાજા જેવો લાગ્યો. આ મને હમણાં જ મારી નાંખશે એટલે યોગી બધું પતું મૂકીને નાઠો. રાજા તેની પાછળ દોડ્યો. થોડુંક ઘડ્યા પછી રાજાને વિચાર આવ્યો કે મારે હવે યોગીને મારીને શું કામ છે ? ન્યાને બચાવવાની હતી તે બચી ગઈ. માટે પાછો આવ્યો અને ન્યાને કહ્યું કે હે સુંદરી ! તું કોણ છે અને આ યોગી તને