Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર-પૂર્તિ.
૪૦.
પાંચમા આરાના ઉદ્ધાશે
वर्द्धमान विभोस्तीर्थे - जावडस्तु त्रयोदशः। वाग्भटो वा शिलादित्य - चतुर्दशस्तु श्रूयते॥५०॥
શ્રી વર્ધમાન સ્વામીના શાસનમાં વિ.સં. ૧માં મહુવાના શેઠ જાવડશાહે આ ગિરિરાજનો તેરમો ઉદ્ધાર કરાવ્યો. તે વખતે તેઓ તક્ષશિલા નગરીમાંથી શ્રી ઋષભદેવ ભગવાનની પ્રતિમા લાવ્યા હતા. પ્રતિમાજી લાવવામાં નવ લાખ સોનામહોર ખર્ચ ર્યો હતો. શ્રી વજવામીના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. પ્રતિષ્ઠા મહોત્સવમાં દશ લાખ સોનામહોર વાપરી હતી.
આ તીર્થનો ચૌદમો ઉદ્ધાર શ્રી શત્રુંજય માહાત્મમાં લખ્યા મુજબ શ્રી ધનેશ્વરસૂરિના ઉપદેશથી શિલાદિત્ય રાજાએ કરાવ્યો હતો, જ્યારે કુમારપાલ ચરિત મહાકાવ્ય તથા નવ્વાણું પ્રકારી પૂજા આદિના કથન મુજબ ઉદયન મંત્રીના પુત્ર બાહડમંત્રીએ વિસં. ૧૨૧૩માં ચૌદમો ઉદ્ધાર કરાવ્યો. તેમાં ૨ ક્રોડ ને ૯૭ લાખ દ્રવ્ય વાપર્યું હતું. પ્રતિષ્ઠા પૂ. આચાર્યશ્રી હેમચંદ્રસૂરિના હાથે કર પી હતી. (૫૦)
समरश्चौ वंशीयो - मान्य पञ्चदशस्तु हि। षोडश: कर्मसिंहस्तु - साम्प्रतोद्धारकारकः ॥५१॥
આ તીર્થનો પંદરમો ઉદ્ધા વિ.સં. ૧૩૭૧ના મહાસુદિ ૧૪ના સોમવારે શ્રી સિદ્ધસેનસૂરિના ઉપદેશથી સમરાશા ઓસવાલે કરાવ્યો. તીર્થોદ્ધારમાં ર૭ લાખ ને ૭૦ હજાર દ્રવ્ય વાપર્યું હતું.
આ તીર્થનો સોળમો ઉદ્ધાર જે હાલ ચાલુ છે તે શ્રી કરમાશાહ વિ.સં. ૧૫૮૭ વૈશાખ વદિ ૬ રવિવારે કરાવેલ છે. અને અત્યારે જે મૂળ દેરાસર છે તે તો બાહડમંત્રીએ કરાવેલા ચૌદમા ઉદ્ધારના વખતનું છે.) (૫૧)
दुष्प्रसहमुनीशस्य, काले विमलवाहनः । उद्धरेष्यत्यदस्तीर्थं, चरमोद्धारकारकः ।।५२॥
આ તીર્થનો છેલ્લો ઉદ્ધાર પાંચમા આરાના અંતભાગમાં થનાર શ્રી દુપ્પસહસૂરિના ઉપદેશથી વિમલવાહનરાજા કરાવશે. (નાના ઉદ્ધારશે તે અસંખ્ય થયા છે.) (પર).