Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
૬૧૨
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર
જાવડી નામે શ્રેષ્ઠ વણિકે બિંબનો ઉદ્ધાર ક્ય. સંપ્રતિરાજા વિક્રમાદિત્યરાજા, સાતવાહનરાજા, આમરાજા અને પાદલિપ્તસૂરિએ શ્રી શત્રુંજયગિરિઉપર ઉદ્ધાર કરાવ્યો. બાહડ નામે શ્રીમાલીએ વિક્રમરાજાથી ૧રરર વર્ષ ગમે તે પ્રાસાદનો ઉદ્ધાર કરાવ્યો અને ત્યાં ત્રિભુવનથી પૂજાયેલું શ્રી ઋષભદેવ પ્રભુનું બિંબ બાહડે વિવિધ ઉત્સવપૂર્વક સ્થાપન
. ઉકેશવંશમાં (ઓસવાલ વંશમાં) વંશના મુકુટસમાન સાધુ (સજજન) શિરોમણિ “સમરશાએ મહોત્સવપૂર્વક શ્રી સિદ્ધગિરિઉપર પ્રતિમા સ્થાપન કરી. જાવડશેઠ અને સજજન એવા સમરસિંહની વચ્ચે ત્રણ લાખ પાંસઠ હજાર ભાવથી શ્રેષ્ઠ સંઘના અધિપતિ એવા સંઘપતિઓ થયા. તીર્થને વંદન કરવાથી સિત્તેર હજાર ભાવથી શ્રેષ્ઠ એવા ભાવસાર સંઘપતિઓ થયા. સોલ ક્ષત્રિય સંઘપતિ થયા. પંદર હજાર જૈન બ્રાહ્મણ સંઘપતિ થયા. અને બાર હજાર અમૂલ્ય કણબી સંઘપતિ થયા. નવ હજાર લેઉઆ(Pબી) સંધપતિ થયા. પાંચ હજારને પિસ્તાલીસ કંસારા સંઘપતિ જિનેશ્વરને શ્રી રાગુંજાપર નમ્યા. અને સાત હજાર અત્યજ (હરિજન) સંઘપતિઓ શ્રી શત્રુંજયની તળેટીમાં અરિહંતોને નમસ્કાર કરવા માટે આવ્યા.
બીજા પણ જે સંઘપતિ થઈ શ્રી સિદ્ધગિરિ ઉપર જિનેશ્વરને નમસ્કાર કરવા માટે ગયા તેઓની સંખ્યા હમણાં કોણ જાણે?
ਬਾਬਾਇਲਾਲਾਬਾਇਲਾਲਾ ਲਾਲਾਬਾਲਾਲਾ ਲਾਲਾਬਾਲਬਾਲਾ ਲਾਲਾ ਲਾਲਾਬਾਇਲਾਇਲਾਲਾਂ
શ્રી શત્રુંજયની યાત્રામાં સાધુગુણરાજનો સંબંધ
X Xxxxxxxxxxxxxx
ZZZZZZZZZZZZZZZZZZZZZZZZZZZZZZZZZZZZZ
આશાપલ્લીમાં દેદીપ્યમાન લક્ષ્મીવાલા શેઠથી શોભતો પૃથ્વી ઉપર અહમદ સુલતાન પૃથ્વીને નીતિથી પાલતો હતો. (ઉકા વંશમા) ઓસવાલ વંશમાં શિરોમણિ સાધુ (સજજન) શિરોમણિ શ્રાવક હતો. તેને શ્રેષ્ઠ ગુણરાજ નામે પુત્ર હતો, તે જિનેશ્વરે કહેલા ધર્મમાં પરાયણ હતો. વિક્રમરાજાથી ૧૪૬૮ વર્ષે ગુણરાજ ગુરુને નમસ્કાર કરવા માટે આવ્યો.
તપગચ્છના અધિપતિ દેવસુંદરસૂરિએ ધર્મના ઉપદેરાની અંદર તે વખતે દાનધર્મ ો તે આ પ્રમાણેઃ
पात्रे धर्मनिबन्धनं, तदितरे, प्रोद्यद्दयाख्यापकं, मित्रे प्रीतिविवर्दकं रिपुजने, वैरापहारक्षमम्। भृत्ये भक्ति भरावहं नरपतौ, सन्मानपूजाप्रदं, भट्टादौच यशस्करं वितरणं, न क्वाप्यहो ! निष्फलम्॥१॥
પાત્રમાં દાન ધર્મનું કારણ છે. તેનાથી ઇતર સ્થાનમાં આપવામાં દીપ્યમાન દયાને જણાવનારું છે. મિત્રમાં પ્રીતિને વધારનારું છે. વરીને વિષે વૈર દૂર કરવામાં સમર્થ છે. ચાકર નોકરને વિષે ભક્તિના સમૂહને પમાડનારું છે. રાજાને