Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શત્રુંજયના સ્મરણમાં પબીપાલ રાજાની કથા
૬૧૧
રાજા સ્થિતિ બરાકાણ) કરવા માટે ચિત્રશાલામાં લઈ ગયો ત્યાં ગુરુપાસે અરિહંતના ધર્મને સાંભળતાં રાજાએ આદરપૂર્વક આ પ્રમાણે શ્રી શત્રુંજ્યનું માહાસ્ય સાંભળ્યું, જે ગિરિ દર્શન કરવાથી દુર્ગતિને હણે છે નમસ્કાર કરવાથી બે દુર્ગતિને હણે છે. અને જે સંઘપતિપદ અને અરિહંતપદને કરનારી છે, તે વિમલાચલ જ્ય પામો. સિંહ વાઘ સર્પ હરણ અને બીજાં પણ પાપી પક્ષીઓ શ્રી ત્રિજ્યઉપર શ્રી અરિહંતનાં દર્શન કરી સ્વર્ગગામી થાય છે.
જ્યાં જગદ્ગુરુ ઓગણસિત્તેર કોડાકોડી અને પંચાશી લાખ કોડી, ચુમ્માલીશ હજાર લેડી વખત પાદુકાના સ્થાને (રાયણ પગલે) આવ્યા. તે તીર્થના ક્લને આપનારા શ્રી સિદ્ધાચલની હું સ્તુતિ કરું છું. આ પ્રમાણે આદરથી રાજા શ્રી શત્રુંજયનું માહાત્મ સાંભળીને નિરંતર તીર્થના સ્તોત્રને યાદ કરવા લાગ્યો. શ્રી શત્રુંજય તીર્થનું સ્મરણ કરતો પોતાના સ્થાનમાં રહેલો રાજા સર્વકર્મનો ક્ષય કરી ક્વલજ્ઞાન પામ્યો. (પછી સંયમ લીધો) પૃથ્વીપાલમુનિ જિનધર્મને વિષે પૃથ્વીને (પૃથ્વીના જીવોને) પ્રતિબોધ કરતાં ઘણા સાધુ સહિત આયુષ્યના ક્ષયે મુનિનગરીમાં ગયા.
આ પ્રમાણે શત્રુંજયના સ્મરણમાં પૃથ્વીપાલ રાજાની કથા સંપૂર્ણ.
અહીં નહિ કહ્યા છતાં પણ કેટલાક સંબંધ મારવડે સંક્ષેપથી લખાયો છે.
પ્રથમ ચવર્તી ભરતરાજાએ શ્રી સિદ્ધગિરિઉપર પ્રથમ યાત્રા કરી પ્રથમ તીર્થકરનું મોટું ભવન (મંદિર) કરાવ્યું. તે પ્રાસાદમાં પ્રથમ પ્રભુનું મણિમય બિંબ તે વખતે મોટા મહોત્સવપૂર્વક ચક્વર્તીએ સ્થાપન ક્યું. ભરતરાજા સંઘપતિ હોતે છતે એકાણું લાખ અડતાલીશ હજાર છત્રધારી રાજાઓ હતા. પ્રથમ અને બીજા ચક્રવર્તીના આંતરામાં અસંખ્ય છત્રધારી રાજાઓ કાળે કરીને સંઘપતિ થયા. તે સંઘપતિની સંખ્યાઓ વિદ્યમાન નથી.
શ્રી શત્રુંજય તીર્થને વિષે જિનમંદિરના જે ઉદ્ધારો થયા તેની સંખ્યા મંદબુદ્ધિવાળા મારવડે જણાતી નથી. ચક્વર્તીસગરવડે તે વખતે જિનમંદિરનો ઉદ્ધાર શીશાવડે કરાયો. અને મણિમય બિંબનું સ્થાપન ક્યું. સગર ચક્વતના વારામાં પચાસ કરોડ, ૫ લાખ, ૭૫ હજાર, ત્રધારી રાજાઓ સંઘપતિ થઈ શ્રી સિદ્ધગિરિઉપર પોતપોતાના નગરમાંથી શ્રી ઋષભદેવ પ્રભુને નમન કરવા માટે આવ્યા. સગર રાજાથી માંડીને પાંચ પાંડવો સુધી જે શ્રેષ્ઠ ઉદ્ધારો થયા તેની સંખ્યા વિચક્ષણ પુરુષો વડે પણ જણાતી નથી. પાંડવોએ શ્રી ઋષભદેવપ્રભુના મંદિરનો કિકાણમય (અગરતગરનાં લાકડાંવડે) ઉદ્ધાર કરાવ્યો અને પ્રભુની લોયમય પ્રતિમા કરાવી. પાંડવોના વારામાં (સમયમાં) રપ કરોડ, ૯૫ લાખ, ૭૫ હજાર, જીવોએ સંઘ સહિત શ્રી સિદ્ધગિરિઉપર જઇ જિનેશ્વરને નમી પોતાના વિષે આદરથી સંઘપતિપણું સ્થાપન ક્યું.
વિક્રમભાનું અને પાંડવ રાજાઓની વચ્ચે અનુક્રમે ૪૮ હજાર સંઘપતિ થયા. વિક્રમરાજાથી ૧૮ વર્ષ ગયે બે