Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શત્રુંજયનું સ્તોત્ર ભણવામાં દંતચક્ર રાજાની ક્થા
શ્રી ગુરુપાસે સાંભળીને મિત્ર સહિત ને બે પત્ની સહિત સોમમિત્ર હર્ષવડે શ્રી સિદ્ધગિરિનું સ્તવન સ્તોત્ર ભણતો હતો. ત્રણે સંધ્યાએ હર્ષવડે શ્રી સિદ્ધગિરિનું સ્તવન ભણતાં એવાં તેઓને પ્રથમ દેવલોકનું સુખ જીવિતના અંતે (મર્યા પછી) થયું. ત્યાંથી ચ્યવીને તે સર્વ દેવો મહાનંદ નામના નગરમાં પદ્મશેઠના પુત્રો કુંદ ચંદ્ર, ધન અને અમર નામે થયા. ત્યાં પણ શ્રી ગુરુનીપાસે શ્રી સિદ્ધગિરિનું માહાત્મ્ય સાંભળ્યું. અને ત્યાં જઈને ભક્તિથી ભરેલા એવા તેઓએ યુગાદીશ પ્રભુને નમસ્કાર કર્યા. ત્યાંજ ધ્યાન કરતાં હર્ષથી સ્તવન ભણતાં તેઓને ક્વલજ્ઞાન ઉત્પન્ન થયું. અનુક્રમે સિદ્ધિ (મોક્ષ) ગતિ થઇ.
શ્રી શત્રુંજયનું સ્તોત્ર ભણવામાં દંતચક્ર રાજાની કથા સમાપ્ત
શ્રી શત્રુંજયનું માહાત્મ્ય સાંભળવામાં કૃષ્ણ બ્રાહ્મણની કથા
૦૯
નકપુરમાં કૃષ્ણ બ્રાહ્મણને કમલા નામની પત્ની અને અનુક્રમે મદન અને ચંદન નામના મનોહર પુત્રો થયા. મદનપુત્ર સરળ છે અને ચંદનપુત્ર કપટી છે. કૃષ્ણ બે પુત્ર ને પત્ની સહિત ધર્મ કરે છે. એક વખત પ્રિયા સહિત કૃષ્ણ મદન અને ચંદન શ્રી ગુરુપાસે શ્રી સિદ્ધગિરિનું માહાત્મ્ય સાંભળે છે. જ્યાં સુધી ગુરુના મુખેથી શત્રુંજ્ય એવું નામ ન સંભળાય ત્યાં સુધી જ આ લોકમાં હત્યા વગેરે પાપો ચારે તરફથી ગર્જના કરે છે.
न भेतव्यं न भेतव्यं, पातकेभ्यः प्रमादिभिः । श्रूयतामेकवेलं श्री - सिद्धक्षेत्रगिरिकथा ॥
પ્રમાદી પુરુષોએ પાપોથી ભય ન પામવો, ભય ન પામવો. એક વખત શ્રી સિદ્ધગિક્ષેિત્રની કથા સાંભળવી. એક દિવસ સિદ્ધક્ષેત્રઉપર સર્વજ્ઞની સેવા કરવી શ્રેષ્ઠ છે. પરંતુ લાખો તીર્થમાં ક્લેશના ભાજનરૂપી ભ્રમણ શ્રેષ્ઠ નથી. શ્રી સિદ્ધગિરિની યાત્રા તરફ પ્રયાણ કરતાં કરોડો ભવથી ઉત્પન્ન થયેલાં પાપો પગલે પગલે વિનાશ પામે છે. શ્રી પુંડરીક ગિરિ તરફ એક એક પગલું મૂકે તે કરોડો ભવથી કરાયેલાં પાપોથી તે મુકાય છે. શ્રી શત્રુંજ્યનો સ્પર્શ કરનારાઓને રોગો નથી, સંતાપ નથી, દુ:ખ નથી, વિયોગીપણું નથી,દુર્ગતિ નથી ને શોક નથી. બીજા તીર્થોમાં સેંકડો યાત્રાવડે મનુષ્યોને