Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
૬૧૦
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર
જે પુણ્ય થાય છે તે પુણ્ય શ્રી શત્રુંજયગિરિઉપર એક યાત્રાવડે થાય છે. હંમેશાં જે સારી ભાવનાવાળો પુંડરીકગિરિનું ધ્યાન કરે છે તે સંસારરૂપી વૃક્ષને ઉખેડી નાંખીને મોક્ષપદ પામે છે.
આ પ્રમાણે બે પુત્ર ને પ્રિયા સહિત તીર્થનું માહાસ્ય સાંભળતો કૃણ બ્રાહ્મણ અંતે મરીને પહેલા દેવલોકમાં ગયો. ત્યાંથી અવેલો કૃષ્ણ બ્રાહ્મણનો જીવ ધનરાજાનો બલિન્દમ નામે પુત્ર થયો. ને તે તેજવડે કામદેવ સરખો થયો. કમલાનો જીવ ચંદ્રરાજાનો પુત્ર થયો. ચંદન પમપુરમાં ક્લરાજાનો પુત્ર થયો. મદનનો જીવ ઉમાપુરીમાં ધરાપાલરાજાનો લસાર નામે શ્રેષ્ઠ લક્ષણોથી લક્ષિત પુત્ર થયો અનુક્રમે ચાય રાજ્ય પામીને શ્રી શત્રુંજ્યગિરિઉપર યાત્રા કરી વ્રત લઈને શ્રેષ્ઠ તપ તપ્યા. સર્વે રાજપુત્રો અનુક્રમે સર્વકર્મનો ક્ષય કરી શુભચિત્તવાલા એવા તેઓએ મોક્ષનગરીને શોભાવી.
શ્રી શત્રુંજયનું માહાભ્ય સાંભળવામાં ક્યણ વ્યાહાણની કથા સંપૂર્ણ
શ્રી શત્રુંજયના સ્મરણમાં પૃથ્વીપાલ રાજાની કથા
કણ નગરમાં પૃથ્વીપાલરાજા ન્યાયથી પ્રજાઓનું પાલન કરતો હંમેશાં ધર્મકાર્યો કરતો હતો. શત્રુઓને જીતીને પોતાના નગરમાં આવીને તે રાજા વિચારવા લાગ્યો કે જો સુંદર આવાસ કરાય તો સારું થાય. એ પ્રમાણે વિચારી રાજાએ ઘણા ધનનો વ્યય કરી સ્વર્ગના વિમાન સરખું ઘર કરાવ્યું. તે વખતે ત્યાં આવેલો કોઈક પરદેશી પુછાયો કે મારા ઘર સરખું ઘર કોઈ ઠેકાણે શું છે? તે કહે. પરદેશીએ કે હેમપુર નગરમાં મદન રાજાનો મહેલ શ્રેષ્ઠ ચિત્રશાલા વડે મનહર છે. હે રાજા ! જો અહીં તમારાવડે સુંદર ચિત્રશાલા કરાવાય તો આ ઘર સ્વર્ગના જેવું થાય. તે પછી રાજાએ ઘરના આંગણામાં મોટી ચિત્રશાળા કરાવી. બે શ્રેષ્ઠ કુશળ ચિત્રકારોને બોલાવીને ઘણું ધન આપીને તે બન્નેને ચિત્રશાલા ચીતરવા માટે સરખી ભૂમિ હર્ષવડે આપી. વચ્ચે શ્રેષ્ઠ પદો બાંધીને બન્ને ચિત્રકારો પોતાની ક્લાના બલથી શ્રેષ્ઠ ચિત્રશાલા ચીતરવા લાગ્યા. એક ચિત્રકારે છ મહિનામાં ચિત્રશાલામાં ચિત્ર કર્યું. બીજા ચિત્રકારે ઘંટવાની ક્રિયાથી શ્રેષ્ઠ ભૂમિ કરી. એક વખત રાજા ત્યાં આવ્યો. એક ચિત્રકારે ચીતરેલી ચિત્રશાલા જોઈને બીજા ચિત્રકારને કહ્યું. છ મહિના ગયા. શા માટે ચિત્રશાલા ન ચીતરી ? બીજા ચિત્રકારે કહ્યું કે ચિત્રધરમાં ચિત્ર કર્યું છે તે પછી રાજાએ જ્યારે પડદો પાએ કરાવ્યો (ખસેડાવ્યો, ત્યારે રાજાએ બીજી ચિત્રશાલા પણ ચીતરેલી જોઈ. રાજાએ કહ્યું કે હમણાં આ ચિત્રકાર શ્રેષ્ઠ છે. તેને સન્માન આપવાપૂર્વક ઘણું ધન આપ્યું. એક વખત બહારના ઉદ્યાનમાં ઉત્તમગુરુધર્મસૂરિને નમસ્કાર કરીને